17 વર્ષીય અયાન ખાને મચાવ્યો હાહાકાર, UAEએ NZને 7 વિકેટે હરાવીને રચ્યો ઇતિહાસ
યુનાઈટેડ અરબ અમીરાત (UAE)એ ન્યૂઝીલેન્ડ (NZ)ને 3 મેચોની T20 સીરિઝની બીજી મેચમાં 7 વિકેટથી હરાવીને હાહાકાર મચાવી દીધો. શનિવાર (19 ઑગસ્ટ)ના રોજ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં UAEએ 143 રનોના ટારગેટને 26 બૉલ બાકી રહેતા હાંસલ કરી લીધો. UAEએ ઇન્ટરનેશનલ ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વખત ન્યૂઝીલેન્ડની ટીમને હરાવી છે. આ અગાઉ બંને ટીમો વચ્ચે એક એક T20 અને વન-ડે મેચ રમાઈ હતી, જેમાં ન્યૂઝીલેન્ડની ટીમે જીત હાંસલ કરી હતી.
UAEના કેપ્ટન મુહમ્મદ વસીમે માત્ર 29 બૉલમાં 55 રનોની ઇનિંગ રમી, જેમાં 3 સિક્સ અને 4 સિક્સ સામેલ હતા. તો આસિફ ખાને 4 ફોર અન એક સિક્સની મદદથી નોટઆઉટ 48 રન બનાવ્યા. વૃત્તિ અરવિંદ (25 રન) અને બાસીલ હમીદ (નોટઆઉટ 12 રન)એ પણ UAE તરફથી ઐતિહાસિક જીતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું. ન્યૂઝીલેન્ડ માટે કેપ્ટન ટિમ સાઉદી, સ્પિન બોલર મિચેલ સેન્ટનર અને ફાસ્ટ બોલર કાઈલ જેમિસનને 1-1 વિકેટ મળી.
Two in Two! 🔥🔥🔥
— UAE Cricket Official (@EmiratesCricket) August 19, 2023
Aayan Afzal Khan MAGIC at the Dubai International Stadium!!
Santner and Cleaver bowled off consecutive balls - 5th over of the NZ innings. #UAEvNZ pic.twitter.com/kB7zGv75rP
બૉલથી શાનદાર પ્રદર્શન કરનારા અયાન ખાનને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. બંને ટીમો વચ્ચે T20 સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ 20 ઑગસ્ટ (રવિવાર)ના રોજ દુબઈમાં રમાશે. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે શરૂઆતથી જ વિકેટ ગુમાવી દીધી. એક સમયે તેણે 65 રનોના સ્કોર પર જ 5 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારે એમ લાગી રહ્યું હતું કે ન્યૂઝીલેન્ડની ટીમ 100 રન પણ નહીં બનાવી શકે, પરંતુ માર્ક ચેપમેને શાનદાર બેટિંગ કરીને તેને 8 વિકેટ પર 142 રનોના સ્કોર સુધી પહોંચાડવામાં મદદ કરી.
The moment UAE defeated New Zealand and squared the three-match T20I series 1-1
— UAE Cricket Official (@EmiratesCricket) August 19, 2023
🇦🇪🏏 pic.twitter.com/Heygr0Puu9
માર્ક ચેપમેને 46 બૉલમાં 63 રન બનાવ્યા, જેમાં 3 ફોર અને એટલા જ સિક્સ સામેલ રહ્યા. એ સિવાય ચાડ બોવેસ (21) અને જીમી નિશમે (21) જ બેટિંગમાં મહત્ત્વનું યોગદાન આપી શક્યા. જોવા જઈએ તો ન્યૂઝીલેન્ડના 5 બેટ્સમેન તો ડબલ ડિજિટના આંકડા સુધી પણ ન પહોંચી શક્યા. UAEએ ડાબા હાથના સ્પિન બોલર અયાન અફઝલ ખાને સૌથી વધુ 3 અને જવાદુલ્લાહે 2 વિકેટ લીધી. ન્યૂઝીલેન્ડની ટીમ UAE વિરુદ્ધ આ T20 સીરિઝમાં પોતાના સીનિયર ખેલાડીઓ વિના ઉતરી છે. નિયમિત કેપ્ટન કેન વિલિયમ્સ ઇજાગ્રસ્ત હોવાના કારણે સીરિઝનો હિસ્સો નથી. તો ડેવોન કોનવે, ફિન એલન, ડેરીલ મિચેલ અને ઇશ સોઢી જેવા સ્ટાર પ્લેટર્સ ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં વ્યસ્ત છે.
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં UAE વર્સિસ ન્યૂઝીલેન્ડ:
1996: વન-ડે મેચ, ન્યૂઝીલેન્ડે 109 રને જીતી
2023 T20 મેચ ન્યૂઝીલેન્ડની ટીમે 19 રને જીતી
2023 T20 મેચ UAEની ટીમે 7 વિકેટે જીતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp