ફાસ્ટ બોલર ઉમેશ યાદવના પિતાનું નિધન, કોલસાની ખાણમાં કરતા હતા કામ

PC: twitter.com/y_umesh

ભારતીય ટીમના ફાસ્ટ બોલ ઉમેશ યાદવના પિતાનું બુધવારે નિધન થઈ ગયું હતું. પોતાના જમાનાના પહેલવાન રહેલા તિલક યાદવ લાંબા સમયથી બીમાર હતા. તેમના સ્વાસ્થ્યમાં કોઈ સુધાર થઈ રહ્યો નહોતો. આ કારણે તેમને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. હાલમાં તેઓ પોતાના ઘર પર જ હતા. નાગપુરની ખાનગી હૉસ્પિટલમાં સવાર દરમિયાન તિલક યાદવની હાલત સ્થિર હતી. ત્યારબાદ બુધવારે, 23 ફેબ્રુઆરીના રોજ સાંજે ઉમેશ યાદવના પિતાનું નિધન થઈ ગયું હતું.

ઉમેશ યાદવ સાથે સાથે તેમના ભાઈ-બહેન પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. ઉમેશ યાદવના ભાઇનું નામ કમલેશ અને રમેશ છે. ત્રણેયએ નાગપુરની કોલાર નદીના કિનારે પોતાના પિતાના અંતિમ સંસ્કાર કર્યો. ઉમેશ યાદવના પિતા તિલક યાદવ પોતાના સમયના એક જાણીતા પહેલવાન હતા. ઉમેશ યાદવના પિતા તિલક યાદવનો જન્મ ઉત્તર પ્રદેશના પડરોના જિલ્લામાં થયો હતો અને પોતાના સમયમાં પહેલવાની કરતા તેમણે ખૂબ નામના મેળવી હતી. ઉમેશ યાદવના પિતાના નિધનના સમાચાર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે.

ટ્વીટમાં લખ્યું કે, ‘અમારી સંવેદના તમારી સાથે છે, સહયોગ બન્યો રહેશે અને દિલથી આ ક્ષતિ પર સંવેદના પર કરીએ છીએ. ઉમેશ યાદવ ઈશ્વર દુઃખના સમયમાં તમને અને તમારા પરિવારને હિંમત આપે. જીવનના આ મુશ્કેલ સમયમાં અમે બધા તમારી સાથે છીએ. વેસ્ટર્ન કોલ્ડ ફિલ્ડ્સમાં નોકરીના કારણે તિલક નાગપુર આવી ગયા હતા. તેઓ ખાપરખેડાની વલની ખાણમાં સપરિવાર રહેતા હતા. અહી રહેતા ઉમેશ યાદવે ક્રિકેટ રમવાની શરૂ કરી દીધી અને આગળ જઈને ભારતીય ટીમમાં જગ્યા બનાવી.

35 વર્ષીય ઉમેશ યાદવ ટેસ્ટ ટીમનો નિયમિત હિસ્સો છે, પરંતુ હાલના દિવસોમાં તેને વધારે ચાંસ મળ્યો નથી. ઉમેશ યાદવે અત્યાર સુધી ભારત માટે 54 ટેસ્ટ, 75 વન-ડે અને 9 T20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. ટેસ્ટ મેચોમાં ઉમેશ યાદવે 30.20ની એવરેજથી 165 વિકેટ લીધી છે. આ દરમિયાન તેનું બેસ્ટ પ્રદર્શન 88 રન આપીને 6 વિકેટ રહી છે. એ સિવાય ઉમેશ યાદવે વન-ડે ઇન્ટરનેશનલમાં 106 અને T20 ઇન્ટરનેશનલ મેચમાં 12 વિકેટ લીધી છે. ઉમેશ યાદવે ભારત માટે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ ગયા વર્ષે ડિસેમ્બરમાં બાંગ્લાદેશ વિરુદ્ધ રમી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp