શું કોહલીની સદી પૂરી કરાવવા માટે અમ્પાયરે આપ્યો ખોટો નિર્ણય? જાણો ICC નિયમ

PC: twitter.com

ICC વન-ડે વર્લ્ડ કપનું આયોજન ભારતની મેજબાનીમાં થઈ રહ્યું છે. આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન ખૂબ સારું જોવા મળી રહ્યું છે. બેટ્સમેન અને બોલરો તમામ યોગદાન આપી રહ્યા છે. વર્લ્ડ કપ 2023ની 17મી મેચમાં ભારતીય ટીમે બાંગ્લાદેશી ટીમને 7 વિકેટે હરાવી દીધી હતી. પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ સદી ફટકારી. જો કે ત્યારબાદ સદી પર વિવાદ પણ થઈ રહ્યો છે. વિરાટ કોહલીની સદીથી બરાબર પહેલા અમ્પાયર કેટલબરોએ એક એવો નિર્ણય આપ્યો, જેણે બધાને હેરાન કરી દીધા છે.

શું અમ્પાયરે ખોટો નિર્ણય આપ્યો?

વિરાટ કોહલીએ આ મેચમાં 97 બૉલ પર નોટઆઉટ 103 રન બનાવ્યા, જેમાં 4 ફોર અને 4 સિક્સ સામેલ છે. આ ઇનિંગ દરમિયાન વિરાટ કોહલી 97 રન બનાવીને રમી રહ્યો હતો. ભારતને જીત માટે 2 રનની જરૂરિયાત હતી. ત્યારે સ્પિનર નસુમ અહમદે વિરાટ કોહલી વિરુદ્ધ બૉલને લેગ સ્ટમ્પ બહાર નાખી દીધો, પરંતુ અમ્પાયર રિચર્ડ કેટલબરોએ લેગ સ્ટેમ્પ બહાર જતા બૉલને વાઇડ ન આપ્યો. તેના આ નિર્ણય પર હવે હોબાળો મચી ગયો છે.

વાઇડ બૉલ માટે ICCનો નિયમ:

રિચર્ડ કેટલબરોને એટલે નિંદાનો સામનો કરવો પડી રહ્યો છે કેમ કે ઘણા લોકોનું માનવું છે કે વિરાટ કોહલીની સદી કરાવવા માટે તેણે બૉલને વાઇડ ન આપ્યો, પરંતુ MCCના વાઇડ બૉલ નિયમ 22.1.2 મુજબ બૉલને વાઇડ કરાર ત્યારે આપવામાં આવશે, જ્યારે બેટ્સમેનની રીચથી બહાર હોય. જો બેટ્સમેન નિર્મલ ક્રિકેટિંગ શૉટ લગાવે છે તો એ બૉલને વાઇડ કરાર આપવામાં નહીં આવે. વિરાટ કોહલીની વાત કરીએ તો તે લેગ સ્ટેમ્પ પર ઊભો હતો અને જ્યારે બૉલ ફેકવામાં આવ્યો તો સ્ટેમ્પ તરફ જતો રહ્યો હતો, જેના કારણે અમ્પાયરે તેને વાઇડ કરાર ન આપ્યો. જો વિરાટ કોહલી સ્ટમ્પ્સ પર ઊભો રહેતો તો બૉલ તેના પેડ પર આવીને ટકરાતો એવામાં કેટલબરોનો આ નિર્ણય સાચો હતો.

મેચની વાત કરીએ તો બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા બાંગ્લાદેશી ટીમને શરૂઆત ખૂબ સારી મળી હતી અને તેણે સીમિત 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 256 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી લિટન દાસે 66, તનજીદ હસને 51 અને મહમુદુલ્લાહે 46 રનની ઇનિંગ રમી. તો 257 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે આ લક્ષ્ય 41.3 ઓવરમાં હાંસલ કરી લીધું. ભારત તરફથી વિરાટ કોહલીએ સદી ફટકારી, જ્યારે શુભમન ગિલે 53 અને રોહિત શર્માએ 48 રનની ઇનિંગ રમી. એ સિવાય કેએલ રાહુલે નોટઆઉટ 34 રન બનાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp