- Sports
- અમ્પાયરે આપ્યો આઉટ, મેદાનમાં અમ્પાયર સાથે જ લડવા લાગ્યો આ ખેલાડી, જુઓ VIDEO
અમ્પાયરે આપ્યો આઉટ, મેદાનમાં અમ્પાયર સાથે જ લડવા લાગ્યો આ ખેલાડી, જુઓ VIDEO
IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી ચૂકેલ એક ખેલાડી વિવાદમાં આવી ગયો છે. ક્લબ મેચ દરમિયાન તેને આઉટ આપવામાં આવ્યો, જેના પર તેણે અમ્પાયરો અને વિરોધી ટીમના ખેલાડીઓ સાથે દલીલ કરવાનું શરૂ કર્યું. તેના કારણે લગભગ સાડા પાંચ મિનિટ સુધી મેચ રોકી દેવામાં આવી હતી.

મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં રમનાર એક ખેલાડી વિવાદમાં આવી ગયો છે. ક્લબ ક્રિકેટ મેચમાં અમ્પાયર દ્વારા આઉટ આપ્યા પછી તેણે માત્ર અમ્પાયર સાથે જ દલીલ કરી ન હતી પરંતુ તે વિરોધી ટીમના ખેલાડીઓ સાથે પણ ઝઘડતો જોવા મળ્યો હતો. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે ઘણી વખત સમજાવવા છતાં તે પેવેલિયન તરફ જતો અને પછી ફરી પાછો મેદાનમાં આવતો. સાડા પાંચ મિનિટથી વધુ સમય માટે રમત રોકી દેવામાં આવી હતી અને મેદાનમાં તેનું નાટક ચાલુ રહ્યું હતું. આ ખેલાડીનું નામ છે બાબા અપરાજિત.

હકીકતમાં, મેચ જોલી રોવર્સ CC અને યંગ સ્ટાર્સ ક્રિકેટ ક્લબ વચ્ચે રમાઈ રહી હતી. આ દરમિયાન અમ્પાયર દ્વારા વિવાદાસ્પદ રીતે LBW આઉટનો નિર્ણય આપવામાં આવ્યો હતો. ત્યાર પછી આ મામલે બેટ્સમેન અપરાજિત મેદાન છોડતા પહેલા અમ્પાયર અને વિપક્ષી ખેલાડીઓ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. પરંતુ ત્યાર પછી અમ્પાયરોએ આ નિર્ણયને LBWમાંથી કેચ આઉટમાં બદલ્યો હતો.

આ ઘટના ત્યારે બની જ્યારે અપરાજિત 34 રન પર બેટિંગ કરી રહ્યો હતો અને જોલી રોવર્સ CCના કેપ્ટન હરિ નિશાંતનો ટર્ન બોલ બેટ્સમેનના પેડ્સ પર વાગ્યો અને ફોરવર્ડ શોર્ટ લેગ પર G.S. રાજુ દ્વારા કેચ પકડવામાં આવ્યો હતો. બોલર અને બેટ્સમેનની નજીક ઉભેલા ફિલ્ડરોએ તરત જ અપીલ કરી, જેના પર અમ્પાયરે આઉટ આપ્યો. જોકે, અપરાજિતને આશ્ચર્ય થયું. તેણે તરત જ વિરોધ શરૂ કર્યો.
અપરાજિત બચાવ કરતો રહ્યો, પરંતુ અમ્પાયર પોતાના નિર્ણય પર અડગ હતો. આ દરમિયાન વિપક્ષી ખેલાડીઓ અપરાજિત અને બંને અમ્પાયરો વચ્ચે ચર્ચા શરૂ થઈ હતી. પેવેલિયન પરત ફરતી વખતે અપરાજિત અમ્પાયર સાથે દલીલ કરતો રહ્યો. પરંતુ અહીં આનો અંત નથી આવ્યો, કારણ કે તે વચ્ચે વચ્ચે પાછો જતો રહેતો અને અડધા રસ્તે પાછો આવતો હતો, અને દલીલ કરવાનું શરૂ કરતો હતો. અપરાજિત સાતમી ઓવરમાં બેટિંગ કરવા આવ્યો ત્યારે યંગ સ્ટાર્સ 32/2 હતો.
'The Umpire's decision is final’
— FanCode (@FanCode) August 9, 2023
Baba Aparajith: Hold my bat! pic.twitter.com/A4Cd6sOV8g
તેણે સાઈ સુદર્શન સાથે ત્રીજી વિકેટ માટે 42 રન જોડ્યા. તેની ટીમ આખરે ચાર વિકેટથી મેચ જીતવામાં સફળ રહી હતી, જેમાં સુદર્શને 92 બોલમાં અણનમ 67 રન બનાવ્યા હતા. જો કે, આ મેચના પરિણામ કરતાં વધુ ચર્ચા બાબા અપરાજિતના વર્તનની થઈ રહી છે.

