અફઘાનિસ્તાને રચ્યો ઇતિહાસ, પાકિસ્તાન સામે સીરિઝ જીત્યું, જુઓ સેલિબ્રેશન વીડિયો

PC: twitter.com/ACBofficials

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી બીજી T20 મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પાકિસ્તાન તરફથી ઓપનિંગ બેટ્સમેન સૈમ અયુબ, ફાજલહક ફારુકીની ઓવરના બીજા જ બૉલ પર ગુરબાજના હાથમાં કેચ પકડાવી બેઠો હતો અને પાકિસ્તાનને શૂન્યના સ્કોર પર જ પહેલો ઝટકો લાગ્યો. તેના બીજા જ બૉલ પર શફીક LBW કરાર આપી દીધો અને સતત 2 ઝટકો આપીને ફઝલહક ફારુકીએ પાકિસ્તાનની બેટિંગનો પાયો હલાવી નાખ્યો.

ટીમની ઇનિંગને સંભાળવાનો પ્રયત્ન કરતા હેરિસ પણ માત્ર 15 રન બનાવીને જ આઉટ થઇ ગયો. પાકિસ્તાન તરફથી એકમાત્ર બેટ્સમેન ઈમાદ વસિમે 57 બૉલમાં 64 રનોની શાનદાર ઇનિંગ રમી અને નોટઆઉટ રહ્યો અને તેનો સારી રીતે સાથ આપ્યો શાદાબ ખાને. શાદાબ ખાને 3 ફોરની મદદથી 25 બૉલમાં 32 રનની ઇનિંગ રમી અને પાકિસ્તાન સીમિત 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 130 રન જ બનાવી શકી. જવાબમાં રાશીદ ખાનની કેપ્ટન્સીવાળી અફઘાનિસ્તાનની ટીમે 1 બૉલ બાકી રહેતા 7 વિકેટે મેચ જીતીને ઇતિહાસ રચી નાખ્યો.

અત્યાર સુધી અફઘાનિસ્તાને પાકિસ્તાન વિરુદ્ધ કોઈ પણ ઇન્ટરનેશનલ સીરિઝ જીતી નથી. શારજાહનું મેદાન અફઘાનિસ્તાની ટીમ માટે ઇતિહાસ બનવા માટે તૈયાર બેઠું હતું. પહેલી T20 મેચમાં પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યા બાદ અફઘાનિસ્તાને પાકિસ્તાન વિરુદ્ધ પહેલી ઇન્ટરનેશનલ જીત હાંસલ કરી, પરંતુ બીજી T20 મેચને જીતીને સીરિઝ પર કબજો કરવાનું અફઘાનિસ્તાન માટે ઐતિહાસિક રહ્યું. અફઘાનિસ્તાન તરફથી રહમાનુલ્લાહ ગુરબાજે 44 રનોનીની ઇનિંગ રમી, એ સિવાય ઈબ્રાહીમ જાદરાને 38 રન બનાવ્યા તો નજીબુલ્લાહ (નોટઆઉટ 23) અને મોહમ્મદ નબી (નોટઆઉટ 9 બૉલમાં 14 રન) બનાવીને જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી.

આ સાથે જ અફઘાનિસ્તાને પાકિસ્તાન સાથે અપમાનનો બદલો લઈ લીધો છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે એશિયા કપમાં શારજાહના જ મેદાન પર થયેલી મેચમાં પાકિસ્તાની ટીમે અફઘાનિસ્તાનની ટીમને એક વિકેટે હરાવી દીધી હતી, એ મેચ દરમિયાન બંને ટીમોના ખેલાડીઓ વચ્ચે તણાવ પણ જોવા મળ્યો હતો. પાકિસ્તાની ખેલાડી આસિફ અલી અફઘાની બોલર ફરીદ અહમદને મારવા માટે બેટ પણ ઉપાડી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp