
બોલિવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા એક વખત ફરીથી રિષભ પંતના કારણે લાઈમલાઈટમાં છે. ઉર્વશીએ ગુરુવારે પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલનો ફોટો શેર કર્યો હતો. આ પોસ્ટને શેર કર્યા પછી લોકો ક્યાસ લગાવી રહ્યા છે કે ઉર્વશી રૌતેલા હોસ્પિટલમાં ક્રિકેટર પંતને મળવા ગઈ હતી.
હવે ખરેખરમાં ઉર્વશી રિષભ પંતને મળવા ગઈ હતી કે નહીં તેની કોઈ પુષ્ટિ થઈ નથી. પરંતુ જે હોસ્પિટલમાં રિષભ પંત એડમિટ છે, અચાનકથી તે હોસ્પિટલના ફોટાને ઈન્સ્ટા સ્ટોરી પર શેર કરવો લોકોની સમજથી બહાર છે.
યુઝર્સને ચોક્કસથી વિશ્વાસ છે કે ઉર્વશીએ હોસ્પિટલમાં ક્રિકેટરની મુલાકાત કરી છે. એક સમયે રિષભ પંત અને ઉર્વશી એકબીજા સાથે સંબંધમાં હોવાની વાતો જાણવા મળી હતી. પરંતુ બંનેએ પોતાના સંબંધનો ક્યારેય સ્વીકાર કર્યો નથી. પરંતુ બંને જણાની સોશિયલ મીડિયા પર કોલ્ડ વોર લાઈમલાઈટમાં રહી છે. ઉર્વશી રૌતેલા જ્યાં પણ જાય છે, તેની પોસ્ટ કરે છે. રિષભ પંતના નામ પર યુઝર્સ ઘણી વખત એક્ટ્રેસને ટ્રોલ કરતા રહે છે.
This is simply mental harassment or does she need a Psychiatrist?
— KARTIK VIKRAM (@iamkartikvikram) January 5, 2023
If in place of her #RishabhPant did something like this he would have been behind the bars and rn everyone would have been walking with placards
Do men don't have Rights?#UrvashiRautela
Cheap publicity pic.twitter.com/sf13e5RfQg
ઉર્વશી રૌતેલાની ઘણી પોસ્ટથી લાગી રહ્યું છે કે તે જાતે ટ્રોલ્સને તેની પાછળ પડવા માટે ઈન્વાઈટ કરે છે. જેમ કે હવે હોસ્પિટલનો ફોટો શેર કરવાનો મતલબ શું છે. તે પણ એ હોસ્પિટલ જેમાં ક્રિકેટર રિષભ પંતને એડમિટ કર્યો છે. યુઝર્સ તેને ચીપ પબ્લિસિટી બતાવી રહ્યા છે. ઉર્વશી તો રિષભ પંતના નામથી ટ્રોલ તો થઈ જ રહી હતી, તેની માતા પણ લોકોના નિશાને આવી હતી. એક્ટ્રેસની માતાએ રિષભ પંતને ટૂંક સમયમાં જલદીથી સારા થવાની પોસ્ટ શેર કરી હતી.
જેને જોયા પછી લોકોએ તેની માતા મીરા રૌતેલાને પણ ટ્રોલ કરવામાં પાછળ છોડ્યા ન હતા. મીરા રૌતેલાએ રિષભ પંત માટે લખ્યું હતું- સોશિયલ મીડિયાની અફવાઓ એક તરફ અને તમારું સ્વસ્થ થઈને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઉત્તરાખંડનું નામ રોશન કરવું બીજી તરફ. સિદ્ધબલિબાબા તમારી પર ખાસ કૃપા કરે. તમે બધા લોકો પણ પ્રાર્થના કરો. જ્યારે તેમની આલોચના થઈ તો એક્ટ્રેસની માતાએ તેનો પણ બેધડક જવાબ આપ્યો હતો. તેમણે લખ્યું હતું- જો પોતાનું મૂલ્ય ખબર પડી જાય તો બીજા દ્વારા કરવામાં આવેલી નિંદા આપણને અડી પણ શકતી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp