
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલી વન-ડે મેચમાં કે.એલ. રાહુલનો જલવો જોવા મળ્યો. મુંબઈ વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં કે.એલ. રાહુલે નોટઆઉટ 75 રનની શાનદાર ઇનિંગ રમીને ભારતીય ટીમને 5 વિકેટે જીત અપાવવામાં મદદ કરી. રાહુલે 91 બૉલની ઇનિંગમાં 7 ફોર અને 1 સિક્સ લગાવ્યો. તેણે પોતાની આ ઇનિંગથી ટીકાકારોના મોઢા હાલ પૂરતા બંધ કરાવી દીધા છે. રાહુલની આ શાનદાર ઇનિંગથી ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર વેંકટેશ પ્રસાદ પણ ખૂબ પ્રભાવિત નજરે પડ્યા.
પહેલી મેચની સમાપ્તિ બાદ વેંકટેશ પ્રસાદે કે.એલ. રાહુલના ભરપેટ વખાણ કર્યા. ટ્વીટર પર તેમણે લખ્યું કે, કે.એલ. રાહુલની શાનદાર ઇનિંગ અને દબાવમાં ઉત્કૃષ્ટ સંયમ. રવીન્દ્ર જાડેજાનો સુંદર સપોર્ટ અને ભારત માટે એક સારી જીત. કે.એલ. રાહુલને લઈને વેંકટેશ પ્રસાદની આ ટ્વીટ વાયરલ થઈ ગઇ છે. ઉલ્લેખનીય છે કે, વેંકટેશ પ્રસાદ જ છે જેમણે ટેસ્ટ ક્રિકેટમાં ખરાબ ફોર્મ માટે કે.એલ. રાહુલની ખૂબ નિંદા કરી હતી. ત્યારે તેઓ ભારતના પૂર્વ ઑપનર બેટ્સમેન આકાશ ચોપરા સાથે સોશિયલ મીડિયા પર એક તીખી બહેસમાં પણ સામેલ થયા હતા.
Excellent composure under pressure and a brilliant innings by KL Rahul.
— Venkatesh Prasad (@venkateshprasad) March 17, 2023
Top knock. Great support by Ravindra Jadeja and a good win for India.#INDvAUS pic.twitter.com/tCs74rBiLP
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન વેંકટેશ પ્રસાદે ઘણી બધી ટ્વીટ્સ કરીને કે.એલ. રાહુલને સિલેક્શન અને ખરાબ ફોર્મ પર ખૂબ સવાલ ઉઠાવ્યા હતા. વેંકટેશ પ્રસાદે કહ્યું હતું કે, રાહુલ ટીમમાં હોવાથી અન્ય પ્રતિભાશાળી ક્રિકેટરોને અવસર મળી રહ્યો નથી. વેંકટેશ પ્રસાદે એક ટ્વીટમાં લખ્યું હતું કે, ‘કે.એલ. રાહુલની પ્રતિભા અને કુશળતાને લઈને મારા મનમાં ખૂબ સન્માન છે, પરંતુ દુઃખની વાત છે કે તેનું પ્રદર્શન દયનીય છે. તેમણે તો આકાશ ચોપરાને પણ છોડ્યા નહોતા જેમણે કે.એલ. રાહુલનો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
તેમાં કોઈ શંકા નથી કે, રાહુલ છેલ્લા એક વર્ષથી ટેસ્ટ ફોર્મ ખૂબ જ ખરાબ છે. વર્ષ 2022ની શરૂઆતથી રાહુલે 6 ટેસ્ટની 11 ઇનિંગ્સમાં માત્ર 175 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 15.90 ની રહી છે અને તેના નામે માત્ર એક અડધી સદી છે. 47 મેચ રમવા છતા રાહુલની ટેસ્ટ કરિયરમાં એવરેજ માત્ર 33.44ની છે. ખરાબ ફોર્મના કારણે રાહુલને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ છેલ્લી 2 ટેસ્ટની પ્લેઇંગ ઇલેવનમાંથી ડ્રોપ કરી દેવામાં આવ્યો હતો. ટેસ્ટ ક્રિકેટની વિરુદ્ધ વન-ડેમાં રાહુલ શાનદાર કરી રહ્યો છે. ડિસેમ્બર 2022થી તેણે પાંચમા નંબર પર બેટિંગ કરતા ખૂબ લાઇમલાઇટ મેળવી છે. આ દરમિયાન તેણે 7 વન-ડે મેચમાં 280 રન બનાવ્યા છે અને તેની એવરેજ 50 કરતા ઉપરની રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp