અંબાણીની કંપનીએ ખરીદ્યા BCCIના મીડિયા રાઇટ્સ, 5966 કરોડ રૂપિયા ચૂકવશે

PC: cnbctv18.com

ભારતમાં થનારી ઘરેલુ ક્રિકેટ મેચો માટે ટી.વી. અને ડિજિટલ મીડિયા રાઇટ્સ વેચાઈ ગયા છે. પાંચ વર્ષો માટે ટી.વી. અને ડિજિટલ રાઇટ્સ રિલાયન્સ (વાયકોમ 18)એ ખરીદ્યા છે. હવે ભારતીય ટીમની ઘરેલી મેચોનું સીધું પ્રસારણ ટી.વી. પર સ્પોર્ટ્સ 18 નેટવર્ક કરશે. તો મોબાઈલ અને લેપટોપ પર જિયો સિનેમા ભારતીય ટીમની ઘરેલુ મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ કરશે. ગત વખત વર્ષ 2018માં ડિઝ્ની પ્લસ હોટસ્ટારે મીડિયા રાઇટ્સ હાંસલ કર્યા હતા. તેના માટે ડિઝ્નીએ 6,138 કરોડ રૂપિયા (પ્રતિ મેચ 60 કરોડ રૂપિયા) ચૂકવ્યા હતા.

આ વખત વાયકોમ 18 આગામી 5 વર્ષો માટે 5,966 કરોડ રૂપિયાની ચૂકવણી કરશે. જોવા જઈએ તો વાયકોમ 18, પ્રતિ મેચ 67.8 કરોડ રૂપિયા (કુલ 88 મેચ) ચૂકવશે. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI)એ મીડિયા રાઇટ્સ ઇ-ઓક્શનના માધ્યમથી વેચ્યા છે. મીડિયા રાઇટ્સ ખરીદવાની રેસમાં વાયકોમ 18 સિવાય ડિઝ્ની પ્લસ હોટસ્ટાર અને સોની સામેલ હતા. આ પાંચ વર્ષના ચક્રમાં 88 ઘરેલુ મેચ થશે, જેમાં 25 ટેસ્ટ, 27 વન-ડે અને 36 T20 ઇન્ટરનેશનલ મેચ સામેલ છે. આ મેચોમાં ભારતીય મહિલા ટીમની મેચ સામેલ નથી.

વાયકોમ 18ને મહિલા ટીમની મેચોના પ્રસારણ અધિકાર ફ્રીમાં મળ્યા છે. BCCIના મીડિયા રાઇટ્સના નવા ચક્રની શરૂઆત સપ્ટેમ્બરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સીરિઝથી શરૂ થશે. આ સીરિઝમાં ઓસ્ટ્રેલિયાને ભારત વિરુદ્ધ 3 મેચોની વન-ડે સીરિઝ રમવાની છે. આ ત્રણેય મેચોનું પ્રસારણ ટી.વી. પર સ્પોર્ટ્સ 18 નેટવર્ક કરશે. તો જિયો સિનેમા મોબાઈલ અને લેપટોપ પર આ મેચોનું પ્રસારણ દેખાડશે.

ઇ-ઓક્શનમાં ટી.વી. રાઇટ્સ માટે બેઝ પ્રાઇઝ પ્રતિ મેચ 20 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા, જ્યારે ડિજિટલ અધિકારો માટે બેઝ પ્રાઇઝ 25 કરોડ રૂપિયા હતી. BCCIએ કહ્યું હતું કે જો દરેક મેચ માટે વેલ્યૂ 60 કરોડ રૂપિયાથી ઓછી થઈ જાય તો તેને ઇ-ઓક્શન રદ્દ કરવાનો અધિકાર રહેશે. હવે BCCIને એક મેચ માટે 67.8 કરોડ રૂપિયા મળશે.

મીડિયા રાઇટ્સ:

ICC ઇવેન્ટ (વર્ષ 2024 થી વર્ષ 2027):

ટી.વી.- Zee/સોની.

ડિજિટલ: હોટસ્ટાર.

ભારતની ઘરેલુ મેચ:

ટી.વી.-સ્પોર્ટ્સ 18.

ડિજિટલ: જિયો સિનેમા.

IPL (વર્ષ 2023-2028):

ટી.વી.- સ્ટાર સ્પોર્ટ્સ.

ડિજિટલ: જિયો સિનેમા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp