Video: શાર્દુલ ઠાકુરે જણાવ્યું કેવી રીતે તે દર વખતે વિકેટ લેવામાં થાય છે સફળ

PC: sportsburnout.com

પ્રથમ વન-ડેમાં ઝિમ્બાબ્વેને 10 વિકેટથી હરાવ્યા બાદ બીજી મેચમાં પણ ભારતે ઝિમ્બાબ્વેનો તે જ હાલ કર્યો હતો. 146 બોલ રહેતા 5 વિકેટથી મેચ તો જીતી જ લીધી, સાથે જ સીરિઝમાં પણ 2-0 થી અજેય વૃદ્ધિ કરી છે. બીજી વન-ડેમાં દીપક ચાહરના સ્થાને શાર્દુલ ઠાકુરને રમવાની તક મળી હતી અને તેને આ તકને બેકાર નથી જવા દીધી. શાર્દુલે મેચમાં શાનદાર બોલિંગ કરી અને સૌથી વધુ 3 વિકેટ લીધી. મેચના પછી મોહમ્મદ સિરાજે BCCI ટીવી માટે શાર્દુલ ઠાકુરનો ઇન્ટરવ્યૂ લીધો અને તેને વિકેટ લેવાનું રાજ પૂછ્યું, તેના પર શાર્દુલે ખૂબ જ ઇન્ટરરેસ્ટિંગ જવાબ આપ્યો.

શાર્દુલ ઠાકુરે બીજી વન-ડેમાં 7 ઓવરમાં 38 રન આપીને 3 વિકેટ લીધી હતી. શાર્દુલને ‘મેન વિદ ધ ગોલ્ડન આર્મ’ કહેવાય છે. એટલે કે, જ્યારે કેપ્ટનને વિકેટની જરૂર હોય અને બોલ તેને આપવામાં આવે તો, પરિણામ ટીમના પક્ષમાં જ આવે છે. તે મહત્તમ અવસરે વિકેટ હાંસલ કરવામાં સફળ રહે છે.

યોગ્ય લેન્થ પર બોલ ફેંકવાનો પ્લાન હતો: શાર્દુલ

શાર્દુલ ઝિમ્બાબ્વેના વિરુદ્ધ પહેલી વન-ડે મેચ નહોતો રમ્યો, તેને બીજી મેચમાં દીપક ચહરની જગ્યાએ પ્લેઇંગ XIમા શામેલ કરવામાં આવ્યો હતો. આના પર સિરાજે ઇન્ટરવ્યૂમાં તેને પ્રશ્ન પૂછ્યો કે, તમે પહેલી વન-ડે રમી ન હતી, બીજી મેચ માટે કેવી રીતે તૈયારી કરી? શું પ્લાન હતો આ મેચ માટે? તેના પર શાર્દુલે કહ્યું કે, ‘હું ફર્સ્ટ ચેન્જ પર બોલિંગ માટે આવ્યો હતો. તેના પહેલા સિરાજ અને પ્રસિદ્ધને બોલિંગ કરતા જોઈ રહ્યો હતો. તમારા લોકોની બોલિંગની જે લાઈન-લેન્થ હતી. તેને જોયું અને પછી તે જ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કે, કંઈ લેન્થ પર બેટ્સમેનને રમવામાં પરેશાની થઇ રહી છે. બસ, આ જ સિમ્પલ પ્લાન હતો.’

‘ભગવાનની કૃપા છે કે વિકેટ મળ્યા છે’

આના પછી સિરાજે તેને બીજો પ્રશ્ન પૂછ્યો કે, તમે જ્યારે પણ બોલિંગ માટે આવો છો, ટીમને બ્રેકથ્રુ અપાવો છો, તેનું શું રહસ્ય છે? આના પર શાર્દુલે કહ્યું કે, ‘પ્રયત્ન તો હંમેશાં વિકેટ લેવાનો જ રહે છે, તેના પર થોડી ભગવાનની કૃપા છે કે, વિકેટ મળી રહ્યા છે. આ સારું જ છે, જેવી રીતે પણ વિકેટ મળી રહી છે. કેમ કે, આનાથી ટીમને લાભ થશે. મારો હંમેશાં પ્રયત્ન રહે છે કે હું મેચ વિનિંગ પર્ફોમન્સ આપું.’

સીમ પોઝિશન પર કામ કરી રહ્યો છું : સિરાજ

આના પછી શાર્દુલે સિરાજને પ્રશ્ન પૂછ્યો કે, તમે પણ હંમેશાં વિકેટ લેવામાં સફળ રહો છો, તમે પણ ‘મેન વિદ ગોલ્ડન આર્મ’ છો. એવો શું હાથમાં જાદુ છે કે, તમારી આંગળીઓમાં બોલ બંને બાજુએ સ્વીંગ થાય છે? આના પર સિરાજે જવાબ આપ્યો કે, ‘હું સીમ પર બોલને ફેંકવાનો પ્રયત્ન કરું છું. નેટ્સ પર પણ હું આની જ પ્રેક્ટિસ કરી રહ્યો છું. ખાસ રીતે આઉટ સ્વિંગની અને હાલમાં બોલ હાથમાંથી સારી રીતે રીલિઝ થઇ રહી છે અને મેચમાં પણ આવું જ થઇ રહ્યું છે. એટલે જ વિકેટ લેવામાં સફળ થઇ રહ્યો છું.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp