ખરાબ રીતે ફસાયો વિનોદ કાંબલી! નશામાં પત્ની પર ફેંક્યું કુકિંગ પેન

PC: maxmaharashtra.com

પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી એકવાર ફરી વિવાદમાં આવી ગયો છે. વિનોદ કાંબલીની પત્ની એન્ડ્રીયા હેવિટે તેના પર નશામાં મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. વિનોદ કાંબલીની પત્નીએ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી છે.

પત્નીનો આરોપ છે કે, વિનોદ કાંબલીએ નશામાં તેના પર કુકિંગ પેનનું હેન્ડલ ફેંકી દીધું હતું, જેના કારણે તેના માથા પર ઈજા થઈ. રિપોર્ટ મુજબ, આ ઘટના શુક્રવારના રોજ બપોરે 1 થી 1.30 વાગ્યાની વચ્ચે બની હતી જ્યારે કાંબલી કથિત રીતે નશાની હાલતમાં તેના બાંદ્રા સ્થિત ફ્લેટ પર પહોંચ્યો અને તેની પત્નીને અપશબ્દો કહ્યા.

આ મામલે વિનોદ કાંબલીએ નિવેદન આપ્યું છે, તેનું કહેવું છે કે આ અંગે તેને કોઈ જાણકારી નથી.

આ પછી તે દોડીને રસોડામાં ગયો અને કુકિંગ પેનનું હેન્ડલ લઈને તેની પત્ની પર ફેંકી દીધું. બાંદ્રા પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે પોલીસના આવવા પહેલા વિનોદ કાંબલીની પત્નીએ પોતાની ભાભા હોસ્પિટલમાં સારવાર કરાવી હતી.

વિવાદો સાથે રહ્યો છે જૂનો સંબંધ

51 વર્ષના વિનોદ કાંબલીનો વિવાદો સાથે જૂનો સંબંધ રહ્યો છે. થોડા સમય પહેલા જ તેણે એક ઈન્ટરવ્યુમાં નોકરીને લઈને વાત કહી હતી. કાંબલીએ કહ્યું હતું કે તેની પાસે કોઈ કામ નથી અને તે BCCIના પેન્શનના ભરોસા પર જ જીવી રહ્યો છે. હાલમાં થોડા સમય પહેલા જ નશામાં ડ્રાઇવિંગ કરવાને લઈને પણ તે ચર્ચામાં આવ્યો હતો.

વિનોદ કાંબલીએ ભારત માટે 17 ટેસ્ટ રમી છે, જેમાં તેના નામ પર 1084 રન નોંધાયા છે. જ્યારે 104 વનડે મેચમાં તે ભારત માટે 2477 રન બનાવી ચૂક્યો છે. જો ફર્સ્ટ ક્લાસ રેકોર્ડની વાત કરીએ તો તે 129 મેચમાં 9965 રન બનાવી ચૂક્યો છે. વિનોદ કાંબલીએ ભારત માટે છેલ્લી મેચ વર્ષ 2000મા રમી હતી.

બિલ્ડિંગમાં કામ કરી રહેલા સિક્યુરિટી ગાર્ડે જાણકારી આપતાં જણાવ્યું કે, શુક્રવારની બપોરે 2 વાગ્યાની આસપાસ જ્યારે વિનોદ કાંબલી તેના ઘરની બહાર નીકળ્યો હતો, ત્યારે તેના માથામાં ઈજા થઈ હતી અને માથામાંથી લોહી નીકળી રહ્યું હતું. એવામાં જ્યારે સિક્યોરિટી ગાર્ડે તેને આ ઈજા અંગે સવાલ કર્યો તો વિનોદ કાંબલીએ કહ્યું કે, બિલ્ડિંગમાં રહેતા ત્રીજા માળના એક ફ્લેટના માલિક સાથે તેની લડાઈ થઈ છે. પરંતુ સિક્યોરિટી ગાર્ડે કહ્યું કે જો આવું કંઈક થયું હોત તો તેને એ વાતની જાણકારી જરૂરથી મળી હોત.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp