BCCIએ લીધો મોટો નિર્ણય, ન્યૂઝીલેન્ડ સામે T20 સીરિઝમાંથી બહાર થશે બે સ્ટાર ખેલાડી
ટીમ ઈન્ડિયા હાલના સમયે શ્રીલંકાની સામે ત્રણ મેચની T20 સીરિઝ રમી રહી છે, ત્યારબાદ બંને ટીમોની વચ્ચે ત્રણ વન ડે મેચ રમાવાની છે. શ્રીલંકા બાદ ન્યુઝીલેન્ડની ટીમ ભારતનો પ્રવાસ કરશે. ન્યૂઝીલેન્ડનો ભારત પ્રવાસ 18 જાન્યુઆરીથી શરૂ થશે, આ દરમિયાન બંને ટીમો ત્રણ વનડે અને ત્રણ T20 મેચ રમશે. આ સીરિઝ પહેલા એક મોટી જાણકારી સામે આવી રહી છે. BCCI ટીમના બે સ્ટાર ખેલાડીઓને આ T20 સીરિઝમાંથી બહાર કરી શકે છે.
ન્યૂઝીલેન્ડ T20 સીરિઝમાંથી બહાર કરવામાં આવશે આ 2 ખેલાડીઓને
ટીમ ઈન્ડિયા 27 જાન્યુઆરીથી ન્યૂઝીલેન્ડ સામે ત્રણ T20 મેચ રમશે. રિપોર્ટ મુજબ, આ સીરિઝમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી ટીમનો ભાગ નહીં હશે. BCCI 2024, T20 વર્લ્ડ કપની તૈયારીઓને જોતાં આ મોટો નિર્ણય લેવા જઈ રહ્યું છે. અહીં તમને જણાવી દઈએ કે, રોહિત શર્મા અને વિરાટ કોહલીને શ્રીલંકાની સામે રમાઈ રહેલી T20 સીરીઝમાં પણ જગ્યા નથી મળી.
BCCIના અધિકારીએ આપી મોટી જાણકારી
BCCIના એક ટોચના અધિકારીએ ઇનસાઇડસ્પોર્ટ સાથે વિરાટ કોહલી અને રોહિત શર્મા વિશે વાત કરતાં કહ્યું, 'દુર્ભાગ્યથી, તેમને ન્યૂઝીલેન્ડ સીરિઝ માટે પસંદ અથવા તેમનો વિચાર કરવામાં નહીં આવશે. આ તેમને ટીમમાંથી બહાર કરવા અથવા કંઈપણ બીજું કરવા માટે નથી કરવામાં આવી રહ્યું, અમને લાગે છે કે અમારે ભવિષ્ય માટે એક સારી ટીમ બનાવવાની જરૂરત છે. બાકી અંતે જોવામાં આવશે કે, પસંદગીકારો શું નિર્ણય લે છે.' જ્યારે, ભુવનેશ્વર કુમાર, R અશ્વિન અને મોહમ્મદ શમીને આ સીરિઝમાંથી બહાર રાખવામાં આવી શકે છે.
વનડે સીરિઝમાં જોવા મળશે
ટીમ ઈન્ડિયા 10 જાન્યુઆરીથી શ્રીલંકાની સામે ત્રણ મેચની વનડે સીરિઝ રમશે. રોહિત શર્મા અને વિરાટ કોહલીને આ વનડે સીરીઝ માટે ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે, 18 જાન્યુઆરીથી ન્યુઝીલેન્ડની સામે ત્રણ મેચની વનડે સીરિઝ થવાની છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, બંને ખેલાડીઓ આ સીરિઝમાં પણ ટીમનો ભાગ બનશે, પરંતુ T20મા હવે તેમને તક મળવી મુશ્કેલ છે.
ન્યુઝીલેન્ડનો ભારત પ્રવાસ
તારીખ મેચ સ્થળ
18 જાન્યુઆરી પ્રથમ વનડે હૈદરાબાદ
21 જાન્યુઆરી 2જી વનડે રાયપુર
24 જાન્યુઆરી ત્રીજી વનડે ઈન્દોર
27 જાન્યુઆરી પ્રથમ T20 રાંચી
29 જાન્યુઆરી બીજી T20 લખનૌ
1 ફેબ્રુઆરી 3જી T20 અમદાવાદ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp