166 રન બનાવીને કોહલીએ રચ્યો ઈતિહાસ, વિશ્વના 5 સૌથી સફળ ખેલાડીઓમાં શામેલ

PC: outlookindia.com

વિરાટ કોહલીને વન-ડે ક્રિકેટના સૌથી સફળ ખેલાડીઓમાંથી એક માનવામાં આવે છે. શ્રીલંકાની સામે રમાઈ રહેલી વન-ડે સીરિઝની ત્રીજી મેચ દરમિયાન વિરાટ કોહલીએ વન-ડે ક્રિકેટનો વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામ પર કરી લીધો છે. વિરાટ કોહલીની હવે વિશ્વના 5 સૌથી સફળ વન-ડે બેટ્સમેનોના લિસ્ટમાં એન્ટર થઈ ગયો છે. તેણે શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી મહેલા જયવર્ધનને પાછળ છોડી દીધો છે. આજે તેણે શ્રીલંકા સામે 166 રનની ઈનિંગ રમી હતી.

વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ

વિરાટ કોહલીનું શાનદાર ફોર્મ આ સીરિઝમાં પણ ચાલુ છે. તેણે આ મેચ પહેલા 267 વન-ડે મેચોમાં 12588 રન બનાવ્યા હતા. શ્રીલંકાની સામે ત્રીજી વન-ડે મેચમાં, તેણે 62 રનના આંકડાને સ્પર્શતાની સાથે જ વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં મહેલા જયવર્ધનને પાછળ છોડી દીધો છે. વિરાટની આ ઈનિંગ પહેલા મહેલા જયવર્ધન વન-ડેમાં 5મો સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન હતો, પરંતુ વિરાટે હવે આ સ્થાન મેળવી લીધું છે.

ટેસ્ટ અને T20મા પણ શાનદાર રેકોર્ડ

ટેસ્ટ અને T 20મા પણ વિરાટ કોહલીના આંકડા ખૂબ જ શાનદાર છે. વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 104 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેમણે 48.91ની એવરેજથી 8119 રન બનાવ્યા છે, આ દરમિયાન તેની બેટથી 28 અડધી સદી અને 27 સદી જોવા મળી છે. જ્યારે, 115 T20 મેચોમાં, તેણે 52.74ની સરેરાશથી 4008 રન બનાવ્યા છે.

વન-ડેમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી

વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં સચિન તેંડુલકર સૌથી આગળ છે. સચિન તેંડુલકરના નામ પર વન-ડેમાં કુલ 18426 રન દાખલ છે. આ પછી શ્રીલંકાના કુમાર સંગાકારાનું નામ આ લિસ્ટમાં આવે છે. તેણે વન-ડેમાં કુલ 14234 રન બનાવ્યા છે. જ્યારે, રિકી પોન્ટિંગે વન-ડેમાં 13704 રન બનાવ્યા છે અને સનથ જયસૂર્યાએ 13430 રન બનાવ્યા છે.

વિરાટ કોહલીની છેલ્લી પાંચ ઇનિંગ્સ (વન-ડેમાં)

V બાંગ્લાદેશ, 5 રન
V બાંગ્લાદેશ, 113 રન
V શ્રીલંકા, 113 રન
V શ્રીલંકા, 4 રન
V શ્રીલંકા, 166 રન

વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ સદી

સચિન તેંડુલકર - 463 મેચ, 49 સદી
વિરાટ કોહલી - 268 મેચ, 46 સદી
રિકી પોન્ટિંગ - 375 મેચ, 30 સદી
રોહિત શર્મા - 238 મેચ, 29 સદી
સનથ જયસૂર્યા - 445 મેચ, 28 સદી

વન-ડેમાં ભારત માટે સૌથી વધુ સદી

સચિન તેંડુલકર - 463 મેચ, 49 સદી
વિરાટ કોહલી - 268 મેચ, 46 સદી
રોહિત શર્મા - 238 મેચ, 29 સદી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી

સચિન તેંડુલકર - 664 મેચ, 100 સદી
વિરાટ કોહલી - 486 મેચ, 74 સદી
રિકી પોન્ટિંગ - 560 મેચ, 71 સદી

વિરાટ કોહલીએ આ સાથે જ પોતાના નામ પર એક મોટો રેકોર્ડ પણ કરી લીધો છે. હવે તે વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલામાં પાંચમા નંબર પર પહોંચી ગયો છે. સક્રિય ખેલાડીઓમાં તેના નામ પર જ સૌથી વધુ રન છે, વિરાટ કોહલીએ તેની આ સદીની ઇનિંગ્સમાં મહેલા જયવર્ધનના રેકોર્ડને તોડ્યો છે.

વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ રન (ટોપ-5)

1 સચિન તેંડુલકર - 463 મેચ, 18426 રન
2 કુમાર સંગાકારા - 404 મેચ, 14234 રન
3 રિકી પોન્ટિંગ - 375 મેચ, 13704 રન
4 સનથ જયસૂર્યા - 445 મેચ, 13430 રન
6 વિરાટ કોહલી - 268 મેચ, 12702 રન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp