
ભારતે રવિવારે શ્રીલંકાને 317 રનના મોટા અંતરથી ધૂળ ચટાડી હતી અને તેની સામેની ત્રણ વનડે મેચની સીરિઝને 3-0થી જીતીને તેમના સૂપડા સાફ કરી દીધા હતા. ભારતની આ જીતનો હીરો વિરાટ કોહલી રહ્યો, જેણે 166 રનની નોટઆઉટ ઈનિંગ રમીને ભારતે 390ના સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં જ્યારે ભારતીય ટીમ શ્રીલંકાને 73 રન પર ઓલ આઉટ કર્યા પછી એક બીજાના સાથે હાથ મિલાવી રહ્યા હતા ત્યારે મેદાન પર વિરાટ કોહલીનો જબરો ફેન બધી સુરક્ષાને પાર કરી સીધો મેદાનમાં કોહલી પાસે પહોંચી ગયો હતો.
Fan boy moment ❤️🔥#ViratKohli𓃵 #viratkholi #INDvSL #fanboy #BCCI #Trivandrum @imVkohli pic.twitter.com/xbOiISDzqV
— Athul Shaji (@athulshaji79) January 15, 2023
ફેનને આ રીતે ટીમ તરફ ભાગતો આવતા દોઈ પહેલા તો બધા ખેલાડીઓ હેરાન રહી ગયા હતા કારણ કે આ સુરક્ષા સાથે જોડાયેલો મામલો હતો. પરંતુ જ્યારે આ ફેન જઈને સીધો વિરાટ કોહલીને પગે લાગે છે તો બધા સમજી ગયા કે તે કિંગ કોહલીનો જબરો ફેન છે. આ ફેને વિરાટ કોહલીને પગે લાગવાની સાથે ફોટો પણ પડાવ્યો હતો. સૂર્યકુમાર યાદવે વિરાટ કોહલીની સાથે આ ફેનનો ફોટો ખેંચી તેના સપનાને પૂરું કર્યું હતું. જોકે તેના પછી સુરક્ષાકર્મી આ ફેનને મેદાનની બહાર લઈ ગયા હતા.
આ ઘટનાનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યો છે. શ્રીલંકા સામેની ત્રીજી વનડે ઈન્ટરનેશનલ મેચની વાત કરીએ તો વિરાટકોહલી(166) અને શુભમન ગિલ(116)ના લાજવાબ શતકની મદદથી ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરતા બોર્ડ પર 390 રન બનાવવામાં ટીમ સફળ રહી હતી. આ વિશાળ સ્કોરનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકન ટીમ માત્ર 73 રનમાં જ ઢેર થઈ ગઈ હતી. મહેમાનોના ત્રણ જ બેટ્સમેનો બે અંકના આંકડાને પાર કરવામાં સફળ રહ્યા હતા.
આ દરમિયાન ભારત માટે બોલિંગમાં મોહમ્મદ સિરાઝ ચમક્યો હતો અને તેણે ચાર વિકેટ લીધી હતી. જ્યારે કુલદીપ યાદવ અને મોહમ્મદ શમીએ 2-2 વિકેટ લેવામાં સફળતા મેળવી હતી. ભારતે વનડે સીરિઝ પહેલા શ્રીલંકાને T20 સીરિઝમાં પણ 2-1થી માત આપી હતી. શ્રીલંકા પછી હવે ભારતીય ટીમ 18 જાન્યુઆરીના ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ત્રણ મેચની વનડે સીરિઝ રમવાની છે, જેના પછી કીવી ટીમ સાથે ત્રણ મેચની T20 સીરિઝ પણ રમવાની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp