વિરાટ કોહલી પર BCCIએ કેમ ફટકાર્યો મેચ ફીના 10 ટકા દંડ

PC: postsen.com

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પર ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મેચ દરમિયાન આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મેચ ફીના 10 ટકા દંડ લગાવવામાં આવ્યો છે. ચેન્નઈએ સોમવારે રમાયેલી આ મેચમાં આઠ રનથી જીત મેળવી હતી. IPL દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વિરાટ કોહલીએ IPL આચાર સંહિતાના અનુચ્છેદ 2.2 અંતર્ગત નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

IPL દ્વારા જાહેર કરવામાં આવેલા આ નિવેદનમાં જોકે વિસ્તારથી એ નથી જણાવવામાં આવ્યું કે, વિરાટ કોહલી પર કઈ ઘટના માટે દંડ લગાવવામાં આવ્યો છે. વિરાટ કોહલીએ ચેન્નઈ સુપર કિંગ્સના મધ્યક્રમના બેટ્સમેન શિવમ દુબેના આઉટ થવા પર અતિ ઉત્સાહમાં સેલિબ્રેશન કર્યું હતું અને સંભવતઃ તેને આચાર સંહિતાનું ઉલ્લંઘન માનવામાં આવ્યું હોય. શિવમ દુબેએ 27 બોલમાં 52 રન બનાવ્યા હતા. જેની મદદથી ચેન્નઈએ પહેલા બેટિંગ કરતા છ વિકેટ પર 226 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો.

IPLએ પોતાના નિવેદનમાં કહ્યું, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના બેટ્સમેન વિરાટ કોહલી પર ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ બેંગલુરુમાં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ મેચ દરમિયાન IPL આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ મેચ ફીના 10 ટકા દંડ લગાવવામાં આવ્યો છે. તેમા કહેવામાં આવ્યું છે કે, વિરાટ કોહલીએ IPL આચાર સંહિતાના અનુચ્છેદ 2.2 અંતર્ગત લેવલ એકના અપરાધનો સ્વીકાર કર્યો છે. આચાર સંહિતાના લેવલ એકના ઉલ્લંઘનમાં મેચ રેફરીનો નિર્ણય અંતિમ હોય છે. તે અંતર્ગતનો દંડ મુંબઈ ઇન્ડિયન્સના ઋતિક શૌકીન પર ગત IPL મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ લગાવવામાં આવ્યો હતો.

જણાવી દઈએ કે, સારી શરૂઆત છતા વિરાટ કોહલી ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ વ્યક્તિગત રીતે સારું રમી ના શક્યો. આકાશ સિંહ વિરુદ્ધ એક ચોગ્ગો માર્યા બાદ કોહલી બદકિસ્મત રહો. તેનો બોલ તેની બેટ સાથે લાગીને સ્ટંપ્સમાં લાગી ગયો. તેણે પહેલી જ ઓવરમાં ડગ આઉટમાં પાછા જવા માટે મજબૂર થવુ પડ્યું હતું. આ હાર સાથે જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) હવે પોઇન્ટ ટેબલમાં સાતમાં સ્થાન પર પહોંચી ગયુ છે જ્યારે, ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ ત્રીજા સ્થાન પર પહોંચી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp