- Sports
- વિરાટ કોહલી યુઝ કરે છે આ ઇયરબડ્સ, Amazon પર આટલી છે કિંમત જાણો ફીચર્સ
વિરાટ કોહલી યુઝ કરે છે આ ઇયરબડ્સ, Amazon પર આટલી છે કિંમત જાણો ફીચર્સ
ભારતીય ટીમ હાલમાં વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ પર T20 સીરિઝ રમી રહી છે. ભારતીય ટીમનો દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી T20 ટીમનો હિસ્સો નથી. આ કારણે તે ભારત આવતો રહ્યો છે. ભારત આવવા સાથે જ વિરાટ કોહલીએ નવો લૂક અજમાવ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં વિરાટ કોહલી હેરકટ કરાવતો નજરે પડી રહ્યો છે. આમ તો વિરાટ કોહલીની પોપ્યુલારિટી કોઇથી છૂપી નથી. દરેક જગ્યાએ તમને તેના ફેન્સ જોવા મળી જશે. એટલું જ નહીં તેની હેરસ્ટાઇલથી લઇને તેના લૂક્સને ઘણા લોકો ફોલો કરે છે. આજે અમે આ આર્ટિકલમાં વિરાટ કોહલીના એક ખાસ ગેઝેટના ફિચર્સ અને કિંમત બાબતે બતાવવા જઇ રહ્યા છીએ.

હાલમાં જ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં વિરાટ કોહલી અને વેસ્ટ ઇન્ડીઝનો વિકેટકીપર બેટ્સમેન જોશુઆ ડા સિલ્વા માતા સાથે મળ્યો, ત્યારબાદ તેની માતાની આંખોમાંથી આંસુ છલકાઇ પડ્યા. વિકેટકીપરે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીના ખૂબ વખાણ કર્યા. આ વીડિયોમાં વિરાટ કોહલી એક બ્લેક કલરના ઇયરબડ્સ સાથે નજરે પડ્યા. આ ઇયરબડ્સ ‘Apple’ કંપનીના છે. આ ઇયરબડ્સ ‘Apple’ કંપનીના છે, પરંતુ તે AirPods, AirPods Pro કે AirPods Pro Max નથી.
????????? ? ❤️
— BCCI (@BCCI) July 22, 2023
When Virat Kohli made Josh's mom's day & "year" ?#TeamIndia | #WIvIND | @imVkohli | @windiescricket | @joshuadasilva08 pic.twitter.com/0RL20rRcYL
વિરાટ કોહલીના ઇયરબડ્સ Beats Powerbeats Pro TWS છે. તે ઓફલાઇન અને ઓનલાઇન માર્કેટમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. બિટ્સ કંપનીનું વર્ષ 2014માં એપલ દ્વારા અધિગ્રહણ કરવામાં આવી ચૂક્યું છે. બિટ્સ મ્યૂઝિક અને બિટ્સ ઇલેક્ટ્રોનિક્સના ઘણા પોપ્યુલર હેડફોન, સ્પીકર અને ઓડિયો સોફ્ટવેર ઉપસ્થિત છે. બિટ્સ અત્યારે પણ ભારતીય બહારમાં પોતાની પ્રોડક્ટ્સ વેચી રહી છે. ઓનલાઇન અને ઓફલાઇન માર્કેટથી બિટ્સના પ્રોડક્ટ્સ વેચાણ માટે ઉપલબ્ધ છે, જો કે, Beats TWS earbuds અને હેડ ફોનને Apple Imagine stores પર ઉપલબ્ધ છે.

શું છે કિંમત?
વિરાટ કોહલીના ઇયરબડ્સ જોવામાં Beats Powerbeats Pro TWS earbuds જેવા છે. જે અમેઝોન ઇન્ડિયા પ્લેટફોર્મ પર તે 31,500 રૂપિયામાં ઉપલબ્ધ છે. જો કે, તે TWS ફ્લિપકાર્ટ પર લિસ્ટેડ છે, પરંતુ unavailable શૉ થઇ રહ્યા છે, જેનો અર્થ છે કે તે અત્યારે વેચાણ માટે ઉપલબ્ધ નથી.

