ICCના નિયમો વિરુદ્વ છે વિરાટ કોહલીની વિકેટ, જુઓ અમ્પાયરે કંઇ રીતે આપ્યો આઉટ

PC: aajtak.in

ભારત અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દિલ્હીમાં ચાલી રહેલી ટેસ્ટ મેચમાં વિવાદ થયો છે. ટેસ્ટ મેચના બીજા દિવસે જ્યારે ભારતીય ટીમની બેટિંગ ચાલી રહી હતી, એ દરમિયાન વિરાટ કોહલીને LBW આઉટ આપી દેવામાં આવ્યો. અમ્પાયરે જે પ્રકારે વિરાટ કોહલીને આઉટ આપ્યો, તેના પર હોબાળો થયો કેમ કે બૉલ પેડ પર નહીં, પરંતુ બેટ પર પહેલા લાગ્યો હતો. વિરાટ કોહલી અને ભારતીય ટીમ આ નિર્ણયથી ખુશ નહોતા. વિરાટ કોહલીને કઈ રીતે આઉટ આપવામાં આવ્યો, અમ્પાયર્સનો તેના પર શું નિર્ણય હતો અને ICCનો તેને લઈને શું નિયમ છે, ચાલો આ આર્ટિકલમાં જાણીએ.

કઈ રીતે આઉટ થયો વિરાટ કોહલી?

ભારતીય ટીમ જ્યારે સંકટમાં હતી, ત્યારે વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજાએ સાથે મળીને પાર્ટનરશિપ કરી. ભારતની ઇનિંગની 50મી ઓવરમાં વિરાટ કોહલીને અમ્પાયર દ્વારા LBW આઉટ આપવામાં આવ્યો. ઓસ્ટ્રેલિયન સ્પિનર કુહ્નેમેને આર્મ બૉલ ફેક્યો, જેના પર વિરાટ કોહલી સીધો રમી રહ્યો હતો. તે ડિફેન્સ કરી રહ્યો હતો. આ દરમિયાન બૉલ બેટ-પેડ પર લાગ્યો. તેના પર ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ અપીલ કરી દીધી અને મેદાન પર ઊભા અમ્પાયરે વિરાટ કોહલીને આઉટ આપી દીધો, પરંતુ વિરાટ કોહલીનું કહેવું હતું કે, તેની બેટ પહેલા લાગી છે અને બૉલ પેડ પર પછી લાગ્યો છે.

વિરાટ કોહલીએ અહીં રિવ્યૂ લીધું, જ્યારે રિપ્લે જોવામાં આવી તો તેમ પણ લાગ્યું કે બેટ પહેલા લાગી છે. રિવ્યૂમાં તેને અમ્પાયર્સ કોલ કહેવામાં આવ્યો, એવામાં થર્ડ અમ્પાયરે ફિલ્ડ અમ્પાયરના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો.

શું કહે છે ICCનો નિયમ?

વિરાટ કોહલીને LBW આઉટ આપવામાં આવ્યો, જ્યારે બૉલ તેના બેટ-પેડ પર લાગ્યો. રિવ્યૂમાં એમ લાગી રહ્યું હતું કે બેટ પહેલા લાગી છે, પરંતુ અમ્પાયરને લાગ્યું કે પેડ પહેલા લાગ્યું છે. એ છતા વિરાટ કોહલીને આઉટ આપવામાં આવ્યો. જો કે, એવી બાબતે જો ICCનો નિયમ જોઈએ તો અહીં વિરાટ કોહલી સાથે ખોટું થયું છે. ICC નિયમ હેઠળ 36.2.2 મુજબ LBW દરમિયાન જો બૉલ બેટ્સમેન અને બેટ પર એક સાથે લાગે છે તો તેને બેટ પર લાગેલો માનવો જોઈએ. સ્પષ્ટ છે કે નિયમ કહે છે કે એવી સ્થિતિમાં બેટ પર બૉલ લાગેલો માનવો જોઈએ, પરંતુ વિરાટ કોહલીના મામલે એમ ન થયું.

LBWના નિયમ મુજબ, જો બેટ પર બૉલ લાગે છે તો LBW આઉટ નહીં આપી શકાય. વિરાટ કોહલીને જ્યારે આઉટ આપવામાં આવ્યો, એ સમયે મેદનના મોટી સ્ક્રીન પર રિવ્યૂ દેખાડવામાં આવી રહ્યું હતું. વિરાટ કોહલી અમ્પાયરના નિર્ણયથી હેરાન નજરે પડ્યો અને તેણે ગુસ્સો પણ કાઢ્યો. જ્યારે વિરાટ કોહલી ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો તો તેણે ટીમ સાથે મળીને રિપ્લે જોઈ. વિરાટ કોહલી, રાહુલ દ્રવિડ અને વિક્રમ રાઠોડ દરેક અમ્પાયરના આ નિર્ણયની નિંદા કરી રહ્યા હતા. દિલ્હી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ પહેલા બેરિંગ કરતા પહેલી ઇનિંગમાં 263 રન બનાવ્યા હતા, જવાબમાં ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં 262 રન બનાવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp