
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી 4 મેચોની બોર્ડર ગાવસ્કર ટ્રોફી (GBT 2023)ની પૂર્ણાહુતિ થઇ ગઇ છે. અમદાવાદમાં રમાયેલી છેલ્લી એમચ ડ્રો પર સમાપ્ત થઇ. તેની સાથે જ ભારતીય ટીમે 2-1થી સીરિઝ પોતાના નામે કરી લીધી અને સતત ચોથી વખત પ્રતિષ્ઠિત ટ્રોફી પર કબજો કર્યો. તો મેચ બાદ ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી શાનદાર ખેલ ભાવનાનો પરિચય આપતા ઉસ્માન ખ્વાજા અને એલેક્સ કેરીને પોતાની જર્સી પણ ગિફ્ટમાં આપી હતી.
હવે વિરાટ કોહલીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. અમદાવાદ ટેસ્ટ સમાપ્ત થયા બાદ બધા ખેલાડીઓએ સ્વાભાવિક રૂપે એક-બીજા સાથે હાથ મળાવ્યા. ત્યારબાદ રોહિત શર્મા, વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથ જેવા દિગ્ગજ એક-બીજાને ગળે લગાવતા નજરે પડ્યા. તો વિરાટ કોહલીએ શાનદાર ગેસ્ચર દેખાડતા ઓસ્ટ્રેલિયન ઑપનર બેટ્સમેન ઉસ્માન ખ્વાજા અને એલેક્સ કેરીને પોતાની ટેસ્ટ જર્સી ગિફ્ટ આપી હતી. આ યાદગાર પળ કેમેરામાં કેદ થઇ ગઇ.
King Kohli 👑 had some memorabilia to give to his Australian teammates post the final Test 👏🏼👏🏼
— BCCI (@BCCI) March 13, 2023
Gestures like these 🫶🏼#TeamIndia | #INDvAUS pic.twitter.com/inWCO8IOpe
ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે અને ફેન્સ વિરાટ કોહલીના અંદાજને ખૂબ પસંદ કરી રહ્યા છે. વિરાટ કોહલી અને ઉસ્માન ખ્વાજા બંને બેટ્સમેનોએ અમદાવાદ ટેસ્ટમાં શાનદાર ઇનિંગ રમીને સદી બનાવી. વિરાટ કોહલીએ જ્યાં 186 રન બનાવીને ટેસ્ટમાં પોતાની સદીનું સૂકું સમાપ્ત કર્યું,તો ઉસ્માન ખ્વાજાએ 180 રનની ઇનિંગ રમીને પોતાની ટીમને પહેલી ઇનિંગમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી છેલ્લી ટેસ્ટ ડ્રો પર સમાપ્ત થઇ.
આ મેચમાં ઉસ્માન ખ્વાજા (180 રન) અને કેમરન ગ્રીન (114)ની સદીની મદદથી ઓસ્ટ્રેલિયન ટીમે પહેલી ઇનિંગમાં 480 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે 571 રનનો મોટો સ્કોર ઊભો કર્યો. આ દરમિયાન શુભમાં ગિલ અને વિરાટ કોહલીએ ક્રમશઃ 128 અને 186 રનની શાનદાર ઇનિંગ રમી. તો ઓસ્ટ્રેલિયાએ પાંચમા દિવસે બીજી ઇનિંગમાં 2 વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા, ત્યારબાદ મેચ ડ્રો જાહેર કરી દેવામાં આવી. બીજી તરફ શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે 2 વિકેટે જીત હાંસલ કરવાની સાથે જ ભારતીય ટીમે સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની ફાઇનલમાં જગ્યા બનાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp