માંજરેકરે કહ્યું- કોહલી બલીનો બકરો બની ગયો છે, યાદ છે સચિન સાથે....
2019 વર્લ્ડ કપમાં ભારતને નંબર 4ના બેટ્સમેનની ગેરહાજરી સાલી હતી. ત્યાર પછી ટીમના પૂર્વ હેડકોચ અને ખેલાડી રહેલા રવિ શાસ્ત્રીએ જણાવેલું કે, તે સમયના ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદ સાથે તેમની ચર્ચા થઇ હતી. તે સમયે અમે કોહલીને નંબર 4 પર મોકલવાનું વિચારી રહ્યા હતા. એશિયા કપ 2023 માટે ટીમના સિલેક્શન પહેલા શાસ્ત્રીએ ફરી એકવાર આ વાત યાદ કરી અને કહ્યું કે કોહલીને નંબર 4 પર મોકલી શકાય છે.
હાલમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા પણ નંબર 4 પોઝિશનને લઇ પરેશાન દેખાયો હતો. રોહિતે સ્વીકારેલું કે, યુવરાજ સિંહ પછી ટીમ ઈન્ડિયાને આ બેટિંગ ઓર્ડર માટે કોઈ કાયમી નામ મળ્યું નથી. આ બધાની વચ્ચે ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે પણ વિરાટ કોહલીને નંબર 4 પર મોકલવો કે નહીં તેને લઇ પોતાની વાત રજૂ કરી છે.
માંજરેકરનું માનવું છે કે, આ પ્રકારનો ખેલવાડ વિરાટ કોહલીના બેટિંગ ઓર્ડર સાથે કરવું જોઇએ નહીં. એટલું જ નહીં સંજય માંજરેકરે આ દરમિયાન 2007ના વનડે વર્લ્ડ કપની યાદ અપાવી. જેમાં સચિન તેંદુલકર ફ્લોપ રહ્યા હતા અને ભારત નોકઆઉટ સુધી પણ પહોંચી શક્યું નહોતું.
2007 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયામાં સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ, વિરેન્દ્ર સેહવાગ, સચિન તેંદુલકર, ધોની અને હરભજન સિંહ જેવા મોટા નામ હતા. ભારતીય ટીમને ટૂર્નામેન્ટ પહેલા વર્લ્ડ કપના નોકઆઉટમાં પહોંચનાર પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી. આમાં ટીમ મેનેજમેન્ટે સૌરવ ગાંગુલી અને સચિન તેંદુલકરની ઓપનિંગ જોડીને તોડી હતી અને તેંદુલકરને નંબર 4 પર બેટિંગ કરવા મોકલ્યો હતો. ભારતે લીગ મેચમાં જે બે મેચ ગુમાવી હતી તેમાં સચિને 7 અને 0 રનની ઈનિંગ રમી હતી. 2023 વર્લ્ડ કપ પહેલા ઈશાન કિશનને બેટિંગ ઓર્ડરમાં ફિટ કરવા માટે વિરાટ કોહલીને નંબર 4 પર મોકલવાની સલાહ પર માંજરેકર ખૂબ વરસ્યો છે. તેને આ વાત પસંદ આવી નથી.
માંજરેકરે કહ્યું કે, બેટિંગ ઓર્ડરમાં ઈશાન કિશનને જેટલી ફિટ કરવાની વાત કરવામાં આવશે એટલું કોહલીને બહાર જેવો અનુભવ થશે. એવું લાગી રહ્યું છે કે કોહલી બલીનો બકરો બની ગયો છે. તમે તેને બેટિંગમાં નંબર-4 પર ઉતારશો અને બધી પ્રોબ્લેમ્સ ખતમ થઇ જશે. ભારતીય ટીમ સાથે આવી મુશ્કેલીઓ થતી આવી છે. 2007 વર્લ્ડ કપમાં રાહુલ દ્રવિડ અને ગ્રેગ ચેપલે મળીને સચિન તેંદુલકરને નંબર 4 પર બેટિંગ કરવા મોકલ્યા હતા. જેથી વિરેન્દર સેહવાગ ઈનિંગની શરૂઆત કરી શકે. પણ આનાથી મોટો વિવાદ પેદા થઇ ગયો હતો. આમ, વિરાટ જેવા દિગ્ગજ ખેલાડી પર છે કે તે શું નંબર 4 પર બેટિંગ કરવા માગે છે કે નહીં. આ સાધારણ ઉપાય લાગી શકે છે, પણ આનાથી વિરાટને પરેશાની થઇ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp