સદી બાદ બોલ્યો કોહલી-બહારના લોકો મારી બાબતે શું વિચારે છે મને કોઇ ફરક પડતો નથી

PC: BCCI

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વિરુદ્ધ મેચમાં પોતાની સદી લગાવવાને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે. વિરાટ કોહલીના જણાવ્યા મુજબ, તે પોતાને કોઈ વસ્તુ માટે વધારે ક્રેડિટ આપતો નથી અને તેની બાબતે બહારના લોકો શું કહે છે તેનાથી પણ તેને કોઈ ફરક પડતો નથી. તે બસ પરિસ્થિતિઓના હિસાબે બેટિંગ કરવાનો પ્રયાસ કરે છે. વિરાટ કોહલીએ સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મેચમાં ટાર્ગેટનો પીછો કરતા જબરદસ્ત ઇનિંગ રમી.

તેણે માત્ર 63 બૉલમાં 12 ફોર અને 4 સિક્સની મદદથી 100 રન બનાવ્યા અને ટીમને એક તરફી મેચમાં જીતાડી દીધી. આ વિરાટ કોહલીના કરિયરની છઠ્ઠી સદી છે અને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સદી લગાવવાની બાબતે હવે તેણે ક્રિસ ગેલન રેકોર્ડની બરાબરી કરી લીધી છે. મેચ બાદ તેણે આ શાનદાર સદીને લઈને મોટું નિવેદન આપ્યું હતું. વિરાટ કોહલીએ કહ્યું કે, આ મારી છઠ્ઠી IPL સદી છે. હું પોતાની જાતને ક્યારેય આટલું બધું ક્રેડિટ આપતો નથી કેમ કે હું પોતાને પહેલાથી જ ખૂબ સ્ટ્રેસમાં રાખું છું.

તેણે આગળ કહ્યું કે, બહારના લોકો શું કહે છે, મને તેનાથી જરાય ફેર પડતો નથી. આ તેમના પોતાના મંતવ્યો છે. જ્યારે તમે આ પ્રકારની પરિસ્થિતિમાં હોવ છો તો ખબર પડે છે કે મેચ કેવી રીતે જીતવાની છે. હું ઘણા સમયથી એમ કરી રહ્યો છું. એવું નથી કે જ્યારે હું રમું છું તો પોતાની ટીમને મેચ જીતાડતો નથી. હું પરિસ્થિતિઓના હિસાબે રમવામાં વધારે ગર્વ અનુભવું છું. ઉલ્લેખનીય છે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આ મેચમાં જીત બાદ પોતાની પ્લેઓફમાં જવાની આશા યથાવત રાખી છે. હવે તેણે પોતાની અંતિમ લીગ મેચમાં ગુજરાત ટાઈટન્સ (GT) વિરુદ્ધ જીત હાંસલ કરવી પડશે.

મેચની વાત કરીએ તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે સીમિત 20 ઓવરમાં ક્લાસેનની સદી (104 રન) અને હેરી બ્રુકની 27 રનની મદદથી 5 વિકેટ ગુમાવીને 186 રન બનાવ્યા હતા. 187 રનનો પીછો કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે 19.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. બેંગ્લોર તરફથી વિરાટ કોહલીએ સદી ફટકારી હતી, જ્યારે કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે 71 રનની ઇનિંગ રમી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp