કોહલીએ પોતાની 73મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી, સચિનના આ રેકોર્ડની કરી બરાબરી

વિરાટ કોહલીનું અસલ ફોર્મ મંગળવારે શ્રીલંકા સામેની વન-ડે મેચમાં દેખાયું હતું અને કોહલીએ પોતાની 73મી આંતરારાષ્ટ્રીય સદી ફટકારવાની સાથે ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સચિન તેંદુલકરના એક રેકોર્ડની પણ બરાબરી કરી છે. ગુવાહાટીમાં શ્રીલંકા સામેની પ્રથમ વનડેમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી છે. આ સાથે તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 73 સદી થઈ ગઈ છે. અગાઉ, કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 72 સદી ફટકારી હતી અને પ્રથમ ODIમાં શ્રીલંકા (IND vs SL) સામેની શાનદાર સદી તેની કારકિર્દીની 73મી સદી છે. સાથે જ, આ તેની ODI ક્રિકેટમાં 45મી સદી છે.

આ સિવાય તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 100 સદી ફટકારનાર ભારતના સચિન તેંદુલકરના એક રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે. હકીકતમાં, સચિન તેંદુલકરે ભારતની ધરતી પર 20 સદી ફટકારી છે, જ્યારે કોહલીએ ઘરઆંગણે 19 સદી ફટકારી હતી અને શ્રીલંકા સામેની પ્રથમ વનડેમાં સદી ફટકારીને કોહલીએ સચિનના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. આ પહેલા કોહલીએ વર્ષ 2022ના અંતમાં બાંગ્લાદેશ સામે રમાયેલી વનડે શ્રેણીમાં પણ સદી ફટકારી હતી. ત્યારબાદ તેણે રિકી પોન્ટિંગના 71 સદીના રેકોર્ડને પાર કરીને 72 આંતરરાષ્ટ્રીય સદી ફટકારવાનું કારનામું કર્યું હતું.

ગયા વર્ષે T20 વર્લ્ડ કપ 2022 દરમિયાન પાકિસ્તાન સામેની મેચમાં કોહલીએ ભારતને અશક્ય જીત અપાવી હતી. જેમાં કોહલીએ 53 બોલમાં 82 રનની યાદગાર ઇનિંગ રમી હતી. ભારતની જીત બાદ કોહલીની એક તસવીર વાયરલ થઈ હતી જેમાં તે ભગવાનનો આભાર માની રહ્યો હતો.

કારણ કે આ પહેલા વિરાટ લગભગ 3 વર્ષ સુધી કોઈપણ ફોર્મેટમાં સદી ફટકારી શક્યો ન હતો. જેના કારણે તેને ઘણી ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. પરંતુ એશિયા કપ 2022માં તેણે અફઘાનિસ્તાન સામે સદી ફટકારીને ફોર્મમાં પરત ફરવાના સંકેત આપ્યા હતા.

આસામના ગુવાહાટીમાં મંગળવારે રમાઇ રહેલી શ્રીલંકા સામેની પહેલી વન-ડે મેચમાં ટીમ ઇન્ડિયાની પહેલાં બેટીંગ આવી હતી. રોહિત શર્મા અને શુભમન ગીલે જબરદસ્ત શરૂઆત કરી હતી. રોહિતે 83 અને શુભમન ગીલે 70 રન ફટકાર્યા હતા. એ પછી વિરાટ કોહલીએ જબરદસ્ત ઇનિંગ રમીને 113 રન ફટકાર્યા હતા. ભારતીય ટીમે 50 ઓવરમાં 7 વિકેટના નુકશાને 373 રન બનાવ્યા હતા અને શ્રીલંકાની ટીમને 374 રન બનાવવાનો ટાર્ગેટ આપ્યો હતો.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.