કોહલીએ લીધો પંગો! શું BCCI લેશે એક્શન? કોન્ટ્રાક્ટની એક શરત બની પરેશાનીનું કારણ

PC: icccricketschedule.com

ભારતીય ટીમ એશિયા કપની તૈયારીમાં લાગી ગઈ છે. કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત એશિયા કપ માટે પસંદગી પામેલા મોટા ભાગના ખેલાડી બેંગ્લોર પહોંચી ગયા છે. કેમ્પ બાદ 30 ઑગસ્ટના રોજ શ્રીલંકા જવા રવાના થશે. 24 ઑગસ્ટ ગુરુવારે મોટા ભાગના ખેલાડીઓના યો-યો ટેસ્ટ થયા. તેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા સહિત ઘણા ખેલાડી સામેલ થયા અને આ ત્રણેય ટેસ્ટ પાસ પણ કરી લીધી. આ દરમિયાન પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ યો યો ટેસ્ટનો સ્કોર સોશિયલ મીડિયા પર શેર કરી દીધો

તેને ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના કોન્ટ્રાક્ટના નિયમનું ઉલ્લંઘન માનવામાં આવી રહ્યું છે. બોર્ડ અધિકારીએ તેને લઈને હવે મોટી વાત કહી છે. એક અંગ્રેજી અખબાર સાથે વાત કરતા BCCIના સીનિયર અધિકારીએ કહ્યું કે, ખેલાડીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોઈ પણ ગોપનીય મામલાને પોસ્ટ કરતા બચવા માટે મૌખિક રૂપે કહેવામાં આવ્યું છે. તેઓ ટ્રેનિંગ દરમિયાનની તસવીરો પોસ્ટ કરી શકે છે, પરંતુ સ્કોર પોસ્ટ કરવાથી કોન્ટ્રાક્ટના નિયમોનું ઉલ્લંઘન હશે.

એ અગાઉ વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર યો-યો ટેસ્ટ પાર પાસ કરવાની ખુશી જાહેર કરતા લખ્યું ,કે 'તેનો સ્કોર 17.2 રહ્યો.' ભારતીય ટીમની 6 દિવસની કન્ડિશનિંગ 24 ઑગસ્ટથી શરૂ થઈ. પહેલા દિવસે બધાનું યો-યો ટેસ્ટ થયું અને ફિટનેસના સ્ટાન્ડર્ડને ચેક કરવામાં આવ્યું. ખેલાડી સતત ક્રિકેટ રમી રહ્યા છે. એટલે યો-યો સ્કોર અલગ-અલગ હોય શકે છે. ટીમ મેનેજમેન્ટે ખેલાડીઓને કહ્યું કે, તેઓ ઓછામાં ઓછા નક્કી કરવામાં આવેલા ફિટનેસ સ્ટાન્ડર્ડને પૂરા કરે.

શ્રીલંકામાં એશિયા કપ અગાઉ, જે ખેલાડીઓનો 13 દિવસનો ફિટનેસ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો, તેમનું બ્લડ ટેસ્ટ લેવામાં આવશે અને સાથે જ આખા શરીરનું ચેકઅપ પણ થશે. ટ્રેનર તેમની ફિટનેસને ચેક કરશે અને જે માનાંકો પર ખરા નહીં ઉતરે, તેમને રમતા રોકી શકાય છે, જેમ કે વર્લ્ડ કપ નજીક હોવાના કારણે BCCI કોઈ જોખમ લેવા માગતુ નથી. જે ખેલાડી વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસ પરથી ફર્યા છે અને આયરલેન્ડ પ્રવાસે ગયા નથી, તેમને 13 દિવસના ફિટનેસ પ્રોગ્રામને પૂરો કરવા કહેવામાં આવ્યું છે.

તેમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા સાથે સાથે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમી પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ સતત ખેલાડીઓની ઇજાથી ઝઝૂમી રહી છે.ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા સિવાય કે.એલ. રાહુલ અને શ્રેયસ ઐય્યર ઇજાથી વાપસી કરી રહ્યા છે. જો કે, કે.એલ. રાહુલ અત્યારે પણ પૂરી રીતે ફિટ નથી. એશિયા કપની મેચો 30 ઑગસ્ટથી શરૂ થઈ રહી છે. ભારતીય ટીમ પોતાની પહેલી મેચમાં 2 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન સામે રમશે.

ત્યારબાદ 4 સપ્ટેમ્બરના રોજ નેપાળ સાથે મેચ થવાની છે. ગ્રુપની ટોપ-2 ટીમો સુપર-4માં જશે એટલે જો ભારતીય ટીમ ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી તો તેને એશિયા કપમાં કુલ 6 મેચો રમવી પડી શકે છે. ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બરના રોજ થવાની છે. ત્યારબાદ વર્લ્ડ કપ અગાઉ ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સાથે 3 મેચોની વન-ડે સીરિઝ રમવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp