ગૌતમ ગંભીરે રોહિત શર્માની કેપ્ટન્સીની તુલના આ પૂર્વ કેપ્ટન સાથે કરી

PC: BCCI

ભારતીય ટીમના પૂર્વ ઓપનર બેટ્સમેન ગૌતમ ગંભીરે રોહિત શર્માની કેપ્ટન્સીને લઈને મોટી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, રોહિત શર્માની કેપ્ટન્સીની અંદર કોઈ પોતાનુ ટેમ્પલેટ સેટ કર્યો નથી અને તે વિરાટ કોહલીના સેટ કરવામાં આવેલા ટેમ્પલેટ પર જ ચાલી રહ્યો છે. ગૌતમ ગંભીરના જણાવ્યા મુજબ, રોહિત શર્મા, વિરાટ કોહલી જેવી જ કેપ્ટન્સી કરી રહ્યો છે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાને દિલ્હી ટેસ્ટ મેચમાં હરાવીને 4 મેચોની સીરિઝમાં 2-0થી લીડ હાંસલ કરી લીધી છે.

હવે બંને ટીમો વચ્ચે 1 માર્ચથી ત્રીજી ટેસ્ટ મેચ ઈન્દોરમાં રમાવાની છે. ભારતીય ટીમે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 2-0થી લીડ હાંસલ કરી લીધી છે અને ત્રીજી ટેસ્ટ મેચ જીતીને તે પોતાની સીરિઝ જીતવા માગશે. સ્ટાર સ્પોર્ટ્સ પર વાતચીત કરવા દરમિયાન ગૌતમ ગંભીરે રોહિત શર્માની કેપ્ટન્સીને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના પર ગૌતમ ગંભીરે કહ્યું કે, ‘ઈમાનદારીથી કહું તો મારું હંમેશાં એ માનવાનું રહ્યું છે કે રોહિત શર્મા એક જબરદસ્ત કેપ્ટન છે, પરંતુ ખાસ કરીને આ ફોર્મેટમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની કેપ્ટન્સી વચ્ચે વધારે ફરક નથી.

તેમણે આગળ કહ્યું કે, વિરાટ કોહલીએ જ આ ટેમ્પલેટની શરૂઆત કરી હતી. વિરાટ કોહલીએ જ્યારે પણ આ ટેસ્ટ ટીમની કેપ્ટન્સી કરી તો તેણે શાનદાર રીતે ટીમને લીડ કરી અને રોહિત શર્મા કદાચ આ જ ટેમ્પલેટને ફોલો કરી રહ્યો છે. ઈમાનદારીથી કહું તો રોહિત શર્માએ પોતાનું ટેમ્પલેટ બનાવ્યું નથી. જે પ્રકારે વિરાટ કોહલીએ રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાને મેનેજ કર્યા હતા આવી જ રીતે રોહિત શર્માએ પણ કર્યું છે. ગૌતમ ગંભીરના જણાવ્યા મુજબ, વિરાટ કોહલીની જેમ જ રોહિત શર્મા પણ અશ્વિન અને જાડેજાને પરિસ્થિતિઓના આધાર પર યુઝ કરે છે. તેમણે કહ્યું કે, રોહિત ક્યારેક તો કેપ્ટન્સીમાં ખૂબ ડિફેન્સિવ થઈ જાય છે અને ક્યારેય પોતાની રીતે સેટ કરતો નથી.

સ્ટાર સ્પોર્ટ્સ પર મેચ બાદ વાતચીત દરમિયાન ગંભીરને પૂછવામાં આવ્યું કે, વિરાટ કોહલીના 25,000 ઇન્ટરનેશનલ રનોના આંકડાને પાર કરવા બાબતે તેમનું શું કહેવું છે, જેનો તેમણે વખાણ કરતા જવાબ આપ્યો, તેમાં કોઈ શંકા નથી કે 50 ઓવરના ફોર્મેટનો વિશેષજ્ઞ છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં પણ તેના નામે 27 સદી અને 28 અડધી સદી છે. 25,000 રનનો અર્થ નિરંતરતા છે. એમ નથી કે આ દરમિયાન ઉતાર-ચડાવ આવ્યા ન હોય, પરંતુ ઉતાર-ચડાવ છતા આટલા કન્સિસ્ટેન્ટ થઈ શકે છે કેમ કે તમારી રમત પણ બદલાય છે. તમારો વલણ, ટેક્નિક, તાકત, નબળાઈઓ, આઉટ થવાની રીત અને ભાવનાઓ બધુ બદલાઈ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp