49મી સદી બાદ ભાવુક થયો કોહલી, બોલ્યો- હું તેમને ટી.વી. પર જોઇને મોટો થયો..

ક્રિકેટના મેદાનમાં ઘણી શાનદાર ઇનિંગ રમ્યા છતા વિરાટ કોહલી સચિન તેંદુલકરનો ફેન છે. તેણે પોતાના આદર્શ ખેલાડીને 49 વન-ડે સદીના રેકોર્ડની બરાબરી કર્યા બાદ, કોઇ પણ હિચકિચાટ વિના સ્વીકાર્યું કે, તે ત્યારેય પણ મુંબઇના આ દિગ્ગજ (સચિન)ની બરાબરી નહીં કરી શકે. કોહલીના વન-ડે કરિયરની 49મી સદીની મદદથી ભારતીય ટીમે 5 વિકેટના નુકસાન પર 326 રન બનાવ્યા, બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ 27.1 ઓવરમાં 83 રન પર સમેટાઇ ગઇ.
મેન ઓફ ધ મેચ વિરાટ કોહલીએ પોતાના 35મા જન્મદિવસને યાદગાર બનાવ્યા બાદ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં કહ્યું કે, ‘પોતાના હીરોના રેકોર્ડની બરાબરી કરવાનું ખૂબ મોટું સન્માન છે. તે બેટિંગની બાબતે પરફેક્ટ રહ્યો છે. આ એક ભાવનાત્મક ક્ષણ છે. હું એ દિવસોને જાણું છું, જ્યાંથી હું આવ્યો છું, હું એ દિવસોને જાણું છું, જ્યારે મેં તેમને ટી.વી. પર જોયા છે. તેમની પાસેથી પ્રસંશા મેળવી મારા માટે ખૂબ મહત્ત્વ ધરાવે છે. વિરાટ કોહલીની સદી બાદ સચિન તેંદુલકરે X (અગાઉ ટ્વીટર) પર લખ્યું કે, ‘શાનદાર રમત દેખાડી વિરાટ.’
‘આ વર્ષની શરૂઆતમાં મને 49 થી 50 (વર્ષ) થવામાં 365 દિવસ લાગ્યા. આશા રાખું છું કે તું 49 થી 50 સદી સુધી પહોંચશે અને આગામી થોડા દિવસોમાં મારો રેકોર્ડ તોડશે. શુભેચ્છા.’ વિરાટ કોહલીને જ્યારે આ બાબતે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, 'તેંદુલકરનો સંદેશ ખૂબ ખાસ છે. અત્યાર માટે આ બધુ ઘણું છે. ફેન્સે આ મેચને તેના માટે ખૂબ ખાસ બનાવી દીધી છે. આ એક પડકારપૂર્ણ મેચ હતી. સંભવતઃ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીની સૌથી મુશ્કેલ ટીમ સામે રમતા સારું પ્રદર્શન કરવાની પ્રેરણા મળી.’
તેણે કહ્યું કે, ‘લોકોએ મારા જન્મદિવસને હજુ ખાસ બનાવી દીધો. મને તેમના માટે કંઇક બીજું કરવાનું અનુભવ થયો. જ્યારે ઓપનર બેટ્સમેન એ (તેજ) અંદાજમાં શરૂઆત કરે છે તો તમને લાગે છે કે પીચ ખૂબ સરળ છે. બૉલ જૂનો થયા બાદ પરિસ્થિતિમાં બદલાવ આવ્યો. ટીમ મેનેજમેન્ટથી મને અંત સુધી બેટિંગ કરવાનો સંદેશ મળ્યો હતો. હું એ દૃષ્ટિકોણથી ખુશ હતો. જ્યારે અમે 315 રન પાસે પહોંચ્યા હતા, ત્યારે મને લાગ્યું હતું કે, આ સારો સ્કોર છે.’
વિરાટ કોહલીએ આગળ કહ્યું કે, હું રેકોર્ડ નહીં, પરંતુ બસ રન બનાવવા માગું છું. હું ક્રિકેટ રમવાનો આનંદ લઉં છું, જે હવે વધુ મહત્ત્વપૂર્ણ છે અને હું ટીમ માટે ફરીથી યોગદાન આપવામાં સક્ષમ છું. હું ખુશ છું કે હવે હું ફરીથી તે કરી શકું છું, જે હું એટલા વર્ષોથી કરતો આવી રહ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp