ચાર્ટર પ્લેનથી ભારત આવ્યો વિરાટ કોહલી, લોકોએ કેમ ઝાટકી કાઢ્યો

PC: instagram.com

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અત્યાર સુધી વેસ્ટઈન્ડીઝના પ્રવાસે હતો. ટેસ્ટ સીરિઝ પછી કોહલીએ વનડે સીરિઝ રમવાની હતી. પણ કોહલી માત્ર પહેલી જ વનડે રમ્યો અને તેમાં પણ એણે બેટિંગ કરી નહોતી. છેલ્લી બે મેચોમાં કોહલીને આરામ આપવામાં આવ્યો. ત્યાર પછી જ્યારે વનડે સીરિઝ ખતમ થઇ ગઇ તો વિરાટ કોહલીએ ચાર્ટર પ્લેનથી વેસ્ટઈન્ડીઝથી ભારત આવવાનું નક્કી કર્યું. જોકે, અમુક લોકોને આ વાત પસંદ આવી નહીં અને કોહલીના આ નિર્ણયની ટીકા કરી રહ્યા છે.

ભારત અને વેસ્ટઈન્ડીઝની વચ્ચે ટી20 સીરિઝ ચાલી રહી છે. પણ કોહલી સહિત અન્ય સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. છેલ્લી બે વનડેમાં કોહલી અને કેપ્ટન રોહિત શર્માને આરામ આપવામાં આવવાના નિર્ણયની ટીકા કરવામાં આવી હતી. પૂર્વ ખેલાડીઓનું માનવું હતું કે વનડે વર્લ્ડ કપ નજીક છે એવામાં એક્સપરિમેન્ટ કરવું યોગ્ય નથી.

છેલ્લી બે વનડેમાં કેપ્ટન્સી કરનારા પંડ્યાએ કહ્યું હતું કે વર્લ્ડ કપ પહેલા ભારતના યુવા ખેલાડીઓને તક આપવા માટે રોહિત અને કોહલીને આરામ આપવાની જરૂર છે.

ગુરુવારે વિરાટ કોહલીએ તેની બે તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. જેમાંથી એકમાં તે ચાર્ટર પ્લેનની બહાર ઊભો છે. જ્યારે બીજી તસવીરમાં તે પ્લેનમાં બેઠો છે. સોશિયલ મીડિયા પર અમુક લોકોને આ વાત પસંદ આવી નહી કે કોહલી એકલો વેસ્ટઈન્ડીઝથી ભારત ચાર્ટર પ્લેનમાં આવ્યો. લોકોનું કહેવું છે કે કોહલી પર્યાવરણનું ધ્યાન રાખી રહ્યો નથી. ચાર્ટર પ્લેન દ્વારા કાર્બન એમિશન વધારે થાય છે અને આ જ કારણ છે કે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટનની ટીકા થઇ રહી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Virat Kohli (@virat.kohli)

વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, મારી ફ્લાઇટની વ્યવસ્થા કરવા અને સારી સેવા આપવા માટે એસીએસ એરચાર્ટર અને કેપ્ટન અબૂ પટેલનો આભાર. ઘણાં ફેન્સ અને ટ્વીટર પર લોકોએ આના પર ટિપ્પણીઓ કરી છે.

એક યૂઝરે લખ્યું કે, એક ચાર્ટર્ડ ફ્લાઇટ. વિચારેલું કે કોહલી આવુ નહીં કરે કારણ કે તેને વાયુ પ્રદૂષણની ઘણી ચિંતા છે. પણ તેની આ હીપોક્રેસી બહાર આવી ગઇ. તો અન્ય એક યૂઝરે લખ્યું કે, તે અને તેની પત્ની અન્ય ગામોની તુલનામાં વધારે કાર્બન ઉત્સર્જિત કરે છે અને પછી તહેવારો પર સામાન્ય નાગરિકોને ગ્લોબલ વોર્મિંગ પર મફતનું જ્ઞાન આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp