વિરાટ કોહલી ખરાબ સમયમાં અનુષ્કાથી પણ ચિડાઇ જતો હતો, કહ્યું આ ખોટું કર્યું

વિરાટ કોહલીએ એક ઇન્ટર્વ્યુમાં ક્રિકેટમાં પોતાના ખરાબ સમયને યાદ કર્યો. તેણે કહ્યું કે, એ સમયે હું મારી પત્ની અનુષ્કા શર્મા સાથે પણ ખોટું કરી રહ્યો હતો. વિરાટે કહ્યું કે, જીવનમાં ફ્રસ્ટ્રેશન એટલું વધી ગયું હતું કે, હું ચિડાઇ ગયો હતો અને વાત વાત પર મોટા અવાજે વાત કરતો હતો. વિરાટે કહ્યું કે, તે પોતાની નબળાઇઓનો સામનો નહોતો કરી રહ્યો. થોડા દિવસો પહેલા વિરાટ કોહલીની મેન્ટલ હેલ્થ ડિસ્ટર્બ થવાની ખબરો આવી રહી હતી. તેણે એક મહિનાનો બ્રેક પણ લીધો હતો. હવે ફરીથી વિરાટ તેના પર બોલી રહ્યો છે.

મંગળવારે વિરાટ કોહલીએ શ્રીલંકા સામે રમાયેલી પહેલી ODI સીરીઝમાં સેન્ચુરી મારી હતી. 87 બોલમાં 113 રન બનાવ્યા હતા. થોડા સમય પહેલા તે આઉટ ઓફ ફોર્મ હતો. જેના કારણે તે માનસિક રૂપે પણ હેરાન થઇ ગયો હતો. તેણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, મારા કેસમાં સ્વીકાર કરવાનું અને ફ્રસ્ટ્રેશન ઘેરાતું જઇ રહ્યું હતું. હું એકદમ ચિડચિડો અને ગુસ્સા વાળો થઇ ગયો હતો. તે મારી પત્ની અને નજીકના લોકો સાથે પણ ઠીક ન હતો કરી રહ્યો. આ એ લોકો સાથે ખોટું છે જે તમને સપોર્ટ કરે છે. તેથી મારે જવાબદારી લેવી જોઇતી હતી.

વિરાટ કોહલીએ કહ્યું કે, હું ક્રિકેટથી દૂર થઇ રહ્યો હતો. મારા અટેચમેન્ટ્સ અને મારી ઇચ્છાઓ હાવી થઇ ગઇ હતી. ત્યારે મને અનુભવ થયો કે, હું જે છું તેનાથી દૂર ન ભાગી શકું. મારે પોતાને સાચું બોલવું જ પડશે, ભલે હું નબળો છું, નથી રમી રહ્યો, હું સૌથી ખરાબ ખેલાડી છું, મારે આ વાતનો સ્વીકાર કરવો જ પડશે. હું તેનાથી દૂર ન ભાગી શકું. વિરાટે એક ઇન્ટર્વ્યુમાં કહ્યું હતું કે, 10 વર્ષમાં પહેલી વખત આવું થયું હતું કે, જ્યારે તેણે ક્રિકેટ બેટ ન પકડી હોય.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્ન 11મી ડિસેમ્બર, 2017ના રોજ થયા હતા. બન્ને એક એડ ફિલ્મ શૂટ પર મળ્યા હતા. ત્યાર બાદ તેમણે થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યું. ત્યાર બાદ તેમના બ્રેકઅપની ખબર પણ આવી હતી. પછી અચાનક લગ્નની તસવીરો શેર કરીને તેમણે ફેન્સને સરપ્રાઇઝ આપ્યું હતું. બન્નેની દિકરી વામિકા ગઇ 11મી જાન્યુઆરીના રોજ 2 વર્ષની થઇ છે.

About The Author

Related Posts

Top News

ગુજરાત ભાજપના મહિલા ધારાસભ્યએ BJPના જ સાંસદને કહી દીધું- માનહાનિનો કેસ કરીશ

ભરૂચમાં ભાજપના જ સાંસદ અને મહિલા ધારાસભ્ય વચ્ચ બબાલ શરૂ થઇ છે. બંને નેતાઓ વચ્ચે વાકયુદ્ધ શરૂ થયું છે. ભરૂચના ...
Politics 
ગુજરાત ભાજપના મહિલા ધારાસભ્યએ BJPના જ સાંસદને કહી દીધું- માનહાનિનો કેસ કરીશ

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.