કોહલી-ગંભીર જ નહીં, IPLમાં આ ખેલાડીઓ વચ્ચે થઈ છે ઝપાઝપી, જાણો 3 મોટા ઝઘડા અંગે
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટૂર્નામેન્ટ હંમેશાં હાઇ વૉલ્ટેજ મેચો માટે જાણીતું છે. ટૂર્નામેન્ટમાં માત્ર દર્શકોને જ નહીં, પરંતુ ખેલાડીઓને પણ પોતાનો પિત્તો ગુમાવતા જોયા છે. આ સમયે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ના મેન્ટર ગૌતમ ગંભીર અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વચ્ચે ઝઘડો ચર્ચામાં છે. બેંગ્લોરે સોમવાર (1 મે)ના રોજ રમાયેલી મેચમાં લખનૌની ટીમને 18 રને હરાવી. આ મેચ બાદ હાથ મળાવવા દરમિયાન વિરાટ કોહલી અને લખનૌના બેટ્સમેન નવીન-ઉલ હક ફરી ઝઘડી પડ્યા.
આ દરમિયાન કોહલીની ગંભીર સાથે પણ તીખી બહેસ થઈ. ખેલાડીઓએ વચ્ચે બચાવ કર્યો હતો, પરંતુ આ એકલી લડાઈ નથી જે IPL ઇતિહાસમાં થઈ છે. આ અગાઉ પણ ખેલાડીઓ વચ્ચે ઘણા ઝઘડા જોવા મળ્યા છે. એક વખત તો હરભજન સિંહ અને શ્રીસંત વચ્ચે મારામારી પણ થઈ હતી. ભજ્જીએ શ્રીસંતને થપ્પડ મારી દીધી હતી. એ ઝઘડાઓમાં રવિચંદ્રન અશ્વિનનું નામ સૌથી આગળ છે. IPL ઇતિહાસમાં સૌથી મોટો ઝઘડો મુંબઈના હરભજન અને કિંગ્સ ઇલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ)ના શ્રીસંત વચ્ચે થઈ હતી. જે IPL 2008માં થઈ હતી.
આ ઘટના બાદ મુંબઇએ મેચ જીતી હતી અને ફિલ્ડ પર શ્રીસંત રડતો દેખાયો હતો. હરભજને શ્રીસંતને થપ્પડ મારી હતી, જેથી તેને બાકી બચેલી એ સીઝનની મેચ માટે બેન કરી દેવામાં આવ્યા હતા, પરંતુ હવે બંને સારા મિત્ર છે. IPL ઇતિહાસમાં વધુ એક મોટી લડાઈ બેંગ્લોરના વિરાટ કોહલી અને મુંબઈના કાયરન પોલાર્ડ વચ્ચે થઈ હતી. મેચમાં જ્યારે કોહલીએ પોલાર્ડને આઉટ કર્યો તો ગુસ્સે ભરાયેલા પોલાર્ડે પોતાની બેટ તેની તરફ ફેકી હતી. ત્યારે કોહલી અને પોલાર્ડ વચ્ચે તીખી બહેસ થઈ હતી. ત્યારે સાથી ખેલાડીઓએ વચ્ચે બચાવ કર્યો હતો.
IPL 2020માં દિલ્હીના અશ્વિન અને બેંગ્લોરના આરોન ફિન્ચ વચ્ચે તીખી બહેસ થઈ હતી. ત્યારે બોલિંગ દરમિયાન અશ્વિને બૉલ નાખવા માટે રનઅપ લીધું હતું, પરંતુ તેણે જોયું કે, ફિન્ચ પહેલા જ પીચથી બહાર નીકળી ગયો હતો. ત્યારે અશ્વિને વચ્ચે જ રોકાઈને ફિન્ચને વોર્નિંગ આપી દીધી હતી. ત્યારે બંને વચ્ચે તીખી બહેસ થઈ. IPL 2013માં કોલકાતાના તાત્કાલીન કેપ્ટન ગંભીર અને બેંગ્લોરના કોહલી વચ્ચે ખતરનાક ઝઘડો થયો હતો. સુનિલ નરીનના બૉલ પર કોહલીનો કેચ ગંભીરે પકડ્યો હતો.
ત્યારે કોહલી ગંભીર તરફ જતો નજરે પડ્યો અને તેણે કંઈક વાતો કહેતા પોતાની તરફ બોલાવ્યો. આ ઘટના બાદ બંને ખેલાડીઓ પર દંડ લગાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મોટી લડાઇઓ અને વિવાદ હંમેશાં જ IPLના ઇતિહાસનો હિસ્સો રહ્યો છે. વાસ્તવમાં ફેન્સે આ પ્રકારની ઘણી ઘટનાઓ જોઈ છે જ્યારે કેટલાક ઝઘડા તરત જ સમાપ્ત થઈને સોલ્વ થઈ ગયા. જ્યારે કેટલાક લાંબા પ્રતિબંધ અને દંડ સાથે ઇતિહાસમાં નોંધાયા. IPL આયોજકોએ હંમેશાં મેદાન પર સંયમ બનાવી રાખવાના મહત્ત્વ પર ભાર આપ્યો છે અને ખેલાડીઓ પાસે પણ તેના પાલનની આશા રાખે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp