ડીવિલિયર્સે કહ્યું-પહેલી વખત જ્યારે કોહલીને મળ્યો તો થોડો અહંકારી અને ઘમંડી હતો

PC: circleofcricket.com

દક્ષિણ આફ્રિકન પૂર્વ દિગ્ગજ બેટ્સમેન અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) માટે ઘણી સીઝન સુધી રમનારા એબી ડી વિલિયર્સે વિરાટ કોહલીને લઈને જ નિવેદન આપ્યું છે તેનાથી દરેક હેરાન છે. એબી ડી વિલિયર્સે પહેલા વિરાટ કોહલીને અહંકારી અને ઘમંડી ગણ્યો હતો. તેણે કહ્યું કે, જ્યારે પહેલી વખત વર્ષ 2011માં તેની મુલાકાત વિરાટ કોહલી સાથે થઈ હતી ત્યારે વિરાટ કોહલીની અંદર ઘમંડ હતો. વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સ ઘણા વર્ષો સુધી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે એક સાથે રમ્યા અને આ બંને ખેલાડીઓ વચ્ચે એક અલગ પ્રકારનો બોન્ડ છે.

બંને દિગ્ગજો વચ્ચે ખૂબ સારી મિત્રતા છે. જો કે, જ્યારે વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સનો પહેલી વખત સામનો થયો હતો તો દક્ષિણ આફ્રિકન બેટ્સમેનના મનમાં વિરાટ કોહલીને લઈને સારો પ્રભાવ નહોતો. એબી ડી વિલિયર્સે જણાવ્યું કે, હું આ સવાલનો જવાબ અગાઉ પણ આપી ચૂક્યો છું. મારા હિસાબે જ્યારે હું વિરાટ કોહલીને પહેલી વખત મળ્યો હતો તો તે થોડો અહંકારી અને ઘમંડી હતો. જો કે, જ્યારે મેં સારી રીતે થોડો વધુ સારી રીતે જાણ્યો તો પછી તેના માટે મારા મનમાં ઇજ્જત વધી ગઈ.

એબી ડી વિલિયર્સે જણાવ્યું કે, મારા હિસાબે જ્યારે હું પહેલી વખત તેને મળ્યો હતો તો તે એક પ્રકારના બેરિયરમાં બંધાયેલો હતો, પરંતુ જ્યારે બેરિયર તૂટ્યું તો મને એક વ્યક્તિ તરીકે તેને સારી રીતે જાણવાનો ચાંસ મળ્યો. મારું પહેલું ઇમ્પ્રેશન હતું કે, તેણે થોડું જમીન પર રહેવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ક્રિસ ગેલ અને એબી ડી વિલિયર્સને સન્માનિત કરવા માટે ‘RCB Unbox’ નામથી એક ઇવેન્ટનું આયોજન કર્યું હતું. ઇવેન્ટનું આયોજન બેંગ્લોરના એમ. ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં કરવામાં આવ્યું, જેમાં હજારોની સંખ્યામાં દર્શક પહોંચ્યા હતા.

આ દરમિયાન એબી ડી વિલિયર્સ અને ક્રિસ ગેલને હૉલ ઓફ ફેઇમમાં સામેલ કરવામાં આવ્યા અને તેમની જર્સી (એબી ડી વિલિયર્સની જર્સી નંબર 17 અને ક્રિસ ગેલની જર્સી નંબર 333) નંબરને રિટાયર કરી દીધી હતી. એબી ડી વિલિયર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે 144 મેચ રમી અને લગભગ 5000 રન બનાવ્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પોતાનું અભિયાન મુંબઈ ઇન્ડિયન્સ (MI) વિરુદ્ધ એમ. ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં શરૂ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp