માંજરેકરે કહ્યું- યુવા ખેલાડીઓના કારણે કોહલી પર ખૂબ દબાણ છે

PC: twitter.com/imVkohli

વિરાટ કોહલીને શ્રીલંકા વિરુદ્ધ આગામી T20 સીરિઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. તેને માત્ર વન-ડે ટીમમાં જ જગ્યા મળી છે. તેને લઈને પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે મોટી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, યુવા ખેલાડી જેટલા પણ છે હવે તેમના કારણે વિરાટ કોહલી ઉપર દબાવ રહેશે કે સતત સારું પ્રદર્શન કરે. શ્રીલંકા વિરુદ્ધ વન-ડે અને T20 સીરિઝ માટે ભારતીય ટીમમાં ખૂબ બદલાવ થયા છે. બાંગ્લાદેશ વિરુદ્ધ ઇજાના કારણે રમી ન શકનાર કેપ્ટન રોહિત શર્માની પણ વાપસી થઈ છે.

તે વન-ડે સીરિઝમાં ટીમની કેપ્ટન્સી સંભાળશે. એ સિવાય કે.એલ.રાહુલને ઉપકેપ્ટન્સી પદ પરથી હટાવી દેવામાં આવ્યો છે અને હવે આ જવાબદારી હાર્દિક પંડ્યાને આપવામાં આવે છે જે ભારતની T20 સીરિઝમાં કેપ્ટન્સી કરશે. બાંગ્લાદેશ વિરુદ્ધ વન-ડે સીરિઝમાં ન રમનાર રિષભ પંતને શ્રીલંકા વિરુદ્ધ વન-ડે સીરિઝથી બહાર રાખવામાં આવ્યો છે. એ સિવાય તેને T20 સીરિઝ માટેની ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો નથી. તેને ઇજા થઈ છે.

વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજોને માત્ર વન-ડે ટીમમાં જ પસંદ કરવામાં આવ્યા છે, જ્યારે T20 ટીમમાં મોટા ભાગના યુવા ખેલાડીઓને ચાંસ આપવામાં આવ્યો છે. વિરાટ કોહલીને લઈને સંજય માંજરેકરે મોટી પ્રતિક્રિયા આપી છે. એક સ્પોર્ટ્સ વેબસાઇટ સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે, વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. હું એજ ઈચ્છતો હતો કે, તે જેટલું વધારે થઈ શકે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમે. તે દરેક મેચ માટે પૂરી રીતે તૈયાર રહે.

સંજય માંજરેકરે કહ્યું કે, હવે વિરાટ કોહલીને એ ખેલાડીઓ તરફથી જબરદસ્ત કમ્પિટિશન મળશે, જેમને તેની જગ્યાએ ચાન્સ મળી રહ્યો છે. આપણે જોયું છે કે ચાંસ મળવા પર ઇશાન કિશન અને સંજુ સેમસન જેવા ખેલાડી શું કરી શકે છે. જે પ્રકારનો વિરાટ કોહલીનો વર્લ્ડ કપ ગયો હતો, ત્યારબાદ તે અત્યારે પણ T20 સેટઅપનો હિસ્સો હશે અને મારું એમ માનવું છે કે તે પોતે T20 રમવા માગતો હશે.

ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી બાંગ્લાદેશ વિરુદ્ધની સીરિઝમાં ફ્લોપ રહ્યો હતો. ટેસ્ટ સીરિઝમાં તેનું પ્રદર્શન ખૂબ નિરાશાજનક રહ્યું હતું. આ જ કારણ છે કે વિરાટ કોહલી 6 વર્ષ બાદ કરિયરના સૌથી ખરાબ ટેસ્ટ રેન્કિંગ પર પહોંચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp