સેહવાગ બની શકે છે નવા ચીફ સિલેક્ટર, પણ એક જગ્યાએ ફસાયો છે પેંચ

PC: hindustantimes.com

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI)ના પૂર્વ ચીફ સિલેક્ટર બાદ ચેતન શર્માએ ચીફ સિલેક્ટરના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હાલના સમયમાં શિવ સુંદર દાસને ભારતીય ટીમના વચગાળાના ચીફ સિલેક્ટર બનાવવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, પૂર્વ ભારતીય ખેલાડી વિરેન્દર સેહવાગને ચીફ સિલેક્ટર બનાવને લઈને વાત કરવામાં આવી છે. એક રિપોર્ટ મુજબ, વિરેન્દર સેહવાગને સિલેક્શન કમિટીમાં નોર્થ ઝોનના પ્રતિનિધત્વ કરવા અને ચેતન શર્માની જગ્યાએ ભારતીય ટીમના મુખ્ય સિલેક્ટરના રૂપમાં નિમણૂક કરવા કહેવામાં આવ્યું છે, પરંતુ ઓછી સેલેરીના કારણે વિરેન્દર સેહવાગ ચીફ સિલેક્ટર બનવા માટે રસ દાખવી રહ્યા નથી.

BCCI તરફથી સિલેક્શન કમિટીના ચીફને વાર્ષિક 1 કરોડ રૂપિયાની સેલેરી આપવામાં આવે છે, જ્યારે કમિટીના બાકી 4 સભ્યોને 90 લાખ રૂપિયા વાર્ષિક આપવામાં આવે છે. આ અગાઉ વિરેન્દર સેહવાગે ખુલાસો કરતા કહ્યું હતું કે, BCCIએ તેને ચીફ સિલેક્ટર બનાવવા માટે રસ દેખાડ્યો હતો, પરંતુ ત્યારબાદ આ રોલ અનિલ કુંબલેને આપવામાં આવ્યો. તો આ બાબતની જાણકારી રાખનારા એક જાણકારે જણાવ્યું કે, વિરેન્દર સેહવાગ ઓછી સેલેરીના કારણે ચીફ સિલેક્ટરના પદને નકારી શકે છે.

BCCIના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી PTI સાથે વાત કરતા કહ્યું હતું કે, ‘COAના સમયે વિરુને ચીફ કોચ પદ માટે અરજી કરવા માટે કહેવામાં આવ્યું હતું અને પછી તે અનિલ કુંબલે પાસે ગઇ. એ સંભાવના નથી કે તે પોતે એપ્લાઈ કરશે અને વેતન પેકેજ પણ એવું કઈ નથી જે તેના કદના કોઈ વ્યક્તિ માટે નાણાકીય રૂપે વ્યવહાર્ય હશે.’ મીડિયા રિપોર્ટ મુજબ, એવું નથી કે BCCI સિલેક્શન સમિતિના અધ્યક્ષને ઓછામાં ઓછા 4-5 કરોડ રૂપિયાની ચૂકવણી નહીં કરી શકે. એ વાસ્તવમાં હિતોના ટકરાવ અને આ મુદ્દાઓમાંથી કોઈને હલ કરી શકે છે જે મુખ્ય ખેલાડીઓને સિલેક્શન સમિતિમાં આવવા બાબતે વિચારતા પણ રોકે છે.

BCCIએ સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર જણાવ્યું છે કે, BCCIમાં આ સમયે સિલેક્શન કમિટીમાં એક પદ ખાલી છે, જેના માટે વેકેન્સી પડી છે. BCCIએ ટ્વીટ કરીન જણાવ્યું કે, બોર્ડમાં અત્યારે સિલેક્શન કમિટીમાં એક પદ ખાલી છે. સાથે જ સ્ટેટ ક્રિકેટ એસોસિએશનમાં હેડ ઓફ સ્પોર્ટ્સ એન્ડ મેડિસિન/અકાદમી ફિઝિયોનું પદ પણ ખાલી છે. BCCIએ અરજી કરવા માટે લિંક પણ શેર કરી છે. જે પણ ઉમેદવારે અરજી કરવી હોય, તે BCCIના ટ્વીટર પર આપેલી લિંક પર ક્લિક કરીને ભરી શકે છે. BCCIએ બધા પદો માટે યોગ્યતા અને તેમના દાયિત્વને પણ વિસ્તારથી બતાવ્યા છે. અરજી કરવાની છેલ્લી તારીખ 11 જુલાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp