સેહવાગે આ પાકિસ્તાની પૂર્વ ખેલાડીના કર્યા ભરપેટ વખાણ, કહ્યું-તેનાથી સારો મિડલ...

PC: twitter.com

પૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દર સેહવાગે પૂર્વ પાકિસ્તાની કેપ્ટન અને બેટ્સમેન ઇંઝમામ ઉલ હક પર મોટું નિવેદન આપ્યું છે. વિરેન્દર સેહવાગે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, દરેક સચિન તેંદુલકરની વાત કરે છે, પરંતુ હું ઇંઝમામ ઉલ હકને એશિયાનો મિડલ ઓર્ડરનો સૌથી શાનદાર બેટ્સમેન માનું છું. ઇંઝમામ ઉલ હક ખૂબ સારો હતો. સચિન તેંદુલકર તો બેટ્સમેનોની લીગથી જ ઉપર હતા. તેમને તો આપણે કાઉન્ટ નહીં કરી શકીએ, પરંતુ એશિયામાં મેં ઇંઝમામ ઉલ હકથી સારો બેટ્સમેન જોયો નથી.

વિરેન્દર સેહવાગે આગળ કહ્યું કે, વર્ષ 2003-04માં જ્યારે પ્રતિ ઓવર 8 રન બનાવવા વાકી ખીર હતી, એ જમાનામાં તે કહેતો હતો કે ચિંતા ન કરો.. આરામથી બનાવી લઈશું. 10 ઓવરમાં 80 રન બનાવવામાં ઘણી બધી ટીમો ગભરાઈ જતી હતી, પરંતુ એ સમયે ઇંઝમામ ઉલ હક લગભગ 8ની એવરેજથી રન બનાવતા શાંત રહેતો હતો. તે કહેતો હતો કે બની જશે, ચિંતા ન કરો. ઇંઝમામ ઉલ હક પાકિસ્તાનના અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાંથી એક છે.

તેણે વર્ષ 1991 થી વર્ષ 2007 સુધી 120 ટેસ્ટ, 378 વન-ડે અને એક T20 ઇન્ટરનેશનલ મેચોમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કર્યું. તે વર્ષ 1992માં પાકિસ્તાનની વર્લ્ડ વિજેતા ટીમનો હિસ્સો હતો. હાલમાં જ ઇંઝમામ ઉલ હકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની ડેટા આધારિત સિલેક્શન નીતિ પર નિરાશા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે, નવી સિલેક્શન સમિતિ બાબતે મારી શંકાઓ છે અને ક્રિકેટ જગતના ઘણા બાહ્ય લોકો એવું જ અનુભવે છે. જો તેમણે એ ક્રિકેટરોને સામેલ કર્યા હોત, જે મેદાનમાં જઈને પ્રદર્શન જોતા, તો એ સારું હોત.

તેણે આગળ કહ્યું હતું કે, મેં ડેટા આધારી સિલેક્શન બાબતે ક્યારેય સાંભળ્યું નથી, ન તો ક્યાંય સંભવ છે. સિલેક્શન મેદાનમાં પ્રદર્શનના આધાર પર કરવું જોઈએ. મારી પાસે ક્રિકેટનું જે જ્ઞાન છે, મને નથી લાગતું કે આ સારું પગલું છે. ગયા મહિને પાકિસ્તાન બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી નવી સિલેક્શન સમિતિમાં મુખ્ય સિલેક્ટર હારુન રશિદ, ટીમ ડિરેક્ટર મિકી આર્થર, હેડ કોચ ગ્રાન્ટ બ્રેડબર્ન અને હસન ચીમા સામેલ છે.  ઇંઝમામ ઉલ હકના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેણે પાકિસ્તાન માટે 120 ટેસ્ટ, 378 વન-ડે અને 1 T20 મેચ રમી છે, જેમાં તેણે ક્રમશઃ 8,830 અને 11,739 રન બનાવ્યા છે. ટેસ્ટમાં તેના નામે 25 જ્યારે વન-ડેમાં 10 સદી નોંધાયેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp