મેચ દરમિયાન સચિન તેંદુલકરે સેહવાગને ચેતવણી આપેલી જો હવે ગીત ગાયું તો...

PC: timesnownews.com

સચિન તેંદુલકર અને વિરેન્દર સેહવાગની ઓપનિંગ જોડીએ ઘણા વર્ષો સુધી વિરોધી ટીમને પરેશાન કરી છે. વર્ષ 2003 અને વર્ષ 2011ના વન-ડે વર્લ્ડ કપમાં સચિન તેંદુલકર અને વિરેન્દર સેહવાગ જ ભારત માટે ઓપનિંગ બેટ્સમેન તરીકે પહેલી પસંદ હતા. જ્યાં વર્ષ 2003માં ભારતીય ટીમ વન-ડે વર્લ્ડ કપમાં પહોંચી હતી, તો વર્ષ 2011માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ભારતના વર્લ્ડ કપ ગ્રુપ મેચ દરમિયાન સચિન તેંદુલકર સાથે બેટિંગ કરવા બાબતે એક મજેદાર કહાની શેર કરી છે.

44 વર્ષીય પૂર્વ ભારતીય બેટ્સમેન વિરેન્દર સેહવાગે જણાવ્યું કે, સચિન તેંદુલકરને ઓવરો વચ્ચે વાતચીત કરવાની ટેવ હતી, પરંતુ વિરેન્દર સેહવાગને બેટિંગ કરતા ગીત ગાવાનું પસંદ હતું, જેથી તે બેટિંગ પર વધુ ફોકસ કરી શકતો હતો. વિરેન્દર સેહવાગે જણાવ્યું કે, મેચ દરમિયાન સચિન તેંદુલકરે તેને ચેતવણી પણ આપી હતી કે જો તે આ પ્રકારે ગાતો રહેશે તો તેઓ ગુસ્સે થઈ જશે. વિરેન્દર સેહવાગે એક સ્પોર્ટ ચેનલ પર વાતચીત કરતા જણાવ્યું કે, ‘અમે વર્ષ 2011ના વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમી રહ્યા હતા.

હું બેટિંગ કરતા ગીત ગાઈ રહ્યો હતો અને તેઓ પણ એ સમયે સારા ટચમાં હતા. તેમને ઓવરો વચ્ચે વાત કરવાની ટેવ હતી, પરંતુ હું જરાય વાત કરી રહ્યો નહોતો. હું માત્ર એટલે ગાઈ રહ્યો હતો કેમ કે તેનાથી મને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે. એ 3 ઓવર સુધી ચાલતું રહ્યું. ચોથી ઓવર બાદ તેઓ (સચિન તેંદુલકર) પાછળથી આવ્યા અને મને બેટથી માર્યો. તેમણે મને કહ્યું કે, તને કિશોર કુમાર બનાવી દઇશ, જો આવી જ રીતે ગીત ગાતો રહ્યો. વિરેન્દર સેહવાગની એ વાત સાંભળીને કમેન્ટેટર રવિ શાસ્ત્રી અને જતીન સપ્રૂ પણ પોતાની જાતને હસતા ન રોકી શક્યા.

પૂર્વ ઑપનર બેટ્સમેને કહ્યું કે, તે પોતે વિચારી રહ્યો હતો કેમ એક બંને બેટ્સમેનો વચ્ચે સારી પાર્ટનરશિપ થઈ રહી છે એટલે વાત કરવા માટે વધારે કશું જ નથી. સચિન તેંદુલકર બોલરો અને ઓવરો વચ્ચે તેમની રણનીતિઓ બાબતે વાત કરવા માગતા હતા, પરંતુ તેમણે એ સાંભળવાની જહેમત ઉઠાવી કે તે તેમણે શું કહેવું છે. વિરેન્દર સેહવાગે કહ્યું કે, મને હતું કે અમે સારી બેટિંગ કરી રહ્યા છીએ. પછી શું વાત કરવાની જરૂરિયાત છે. એવી રીતે ચાલવા દો. 20 ઓવરમાં અમે એ સમયે 140-150નો સ્કોર બનાવી લીધો હતો.

જ્યારે પણ ઓવર પૂરી થતી તો સચિન તેંદુલકર બોલરો અને તેમની રણનીતિઓ બાબતે વાત કરવા માગતા હતા, પરંતુ હું એ બધાની ચિંતા કરતો નહોતો. ઉલ્લેખનીય છે કે ICC વન-ડે વર્લ્ડ કપ 2011 દરમિયાન ભારતને એક હારનો સામનો કરવો પડ્યો હતો, જે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ હતી. બંને ઑપનર બેટ્સમેનોએ સારું પ્રદર્શન દેખાડ્યું હતું. વિરેન્દર સેહવાગે 73 રનની ઇનિંગ રમી હતી, તો સચિન તેંદુલકરે 111 રન બનાવ્યા હતા. બંનેએ મળીને 142 રનોની પાર્ટનરશિપ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp