- Sports
- સેહવાગે પોતાની ડ્રીમ વન-ડે ઈલેવનના 5 ખેલાડીઓનું કર્યું સિલેક્શન, 3 ભારતીય સામેલ
સેહવાગે પોતાની ડ્રીમ વન-ડે ઈલેવનના 5 ખેલાડીઓનું કર્યું સિલેક્શન, 3 ભારતીય સામેલ
ભારતીય ટીમના દિગ્ગજ વિસ્ફોટક ઓપનર બેટ્સમેન વિરેન્દર સેહવાગે પોતાની ડ્રીમ વન-ડે ઇલેવનમાં 3 ભારતીય ખેલાડીઓનું સિલેક્શન કર્યું છે. એ સિવાય એક ખેલાડી તેણે ઓસ્ટ્રેલિયા અને એક ખેલાડી ન્યૂઝીલેન્ડનો સિલેક્ટ કર્યો છે. વિરેન્દર સેહવાગે પોતાના ડ્રીમ વન-ડે ઇલેવનના પહેલા 5 ખેલાડીઓમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહનું સિલેક્શન કર્યું છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ છેલ્લા એક દશકથી ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે અને ખૂબ રન બનાવ્યા છે.

વિરાટ કોહલી સદીઓની બાબતે ખૂબ આગળ છે તો રોહિત શર્મા વન-ડેમાં ત્રિપલ સેન્ચુરી લગાવી ચૂક્યો છે. જસપ્રીત બુમરાહની વાત કરવામાં આવે તો તેણે પણ પોતાની બોલિંગથી ખૂબ સફળતા હાંસલ કરી છે. તેણે અત્યાર સુધી ઇન્ટરનેશનલ કરિયરમાં 324 વિકેટ પોતાના નામે કરી છે. વિરેન્દર સેહવાગે એ સિવાય ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર અને ન્યૂઝીલેન્ડના મિડલ ઓર્ડર બેટ્સમેન ગ્લેન ફિલિપ્સનું પણ સિલેક્શન કર્યું છે. ગ્લેન ફિલિપ્સ મિડલ ઓર્ડરમાં પોતાની શાનદાર ઇનિંગ્સમાં માટે જાણીતો છે.
ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયા તરફથી ખૂબ રન બનાવી ચૂક્યો છે. તેણે વર્લ્ડ કપની 18 મેચોમાં 62ની એવરેજથી 992 રન બનાવ્યા છે અને આ દરમિયાન 4 સદી લગાવી ચૂક્યો છે અને આ દરમિયાન 4 સદી પણ લગાવી ચૂક્યો છે. તો ઓવરઓલ ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેને ઓસ્ટ્રેલિયા તરફથી અત્યાર સુધી 109 ટેસ્ટ, 143 વન-ડે અને 99 T20 મેચ રમી છે, જેમાં તેને ક્રમશઃ 8487, 6030 અને 2894 રન બનાવ્યા છે. ટેસ્ટમાં તેના નામે 25, વન-ડેમાં 19 અને T20માં એક સદી નોંધાયેલી છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેનોમાં સામેલ વિરેન્દર સેહવાગે ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. વન-ડે ઇન્ટરનેશનલના પોતાના કરિયરમાં વિરેન્દર સેહવાગે 251 મેચોમાં 15 સદી અને 38 અડધી સદીની મદદથી 8273 રન બનાવ્યા. વન-ડેમાં એક સમયે પોતાના નામે સર્વોચ્ચ સ્કોર (219)નો વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયેલો હતો, જેને પછીથી રોહિત શર્માએ તોડ્યો હતો. વિરેન્દર સેહવાગે 6 વખત વન-ડેમાં નર્વસ નાઇટીઝનો શિકાર પણ થયો છે, જેમાં એક વખત તે 99 રન પર નોટઆઉટ પણ રહ્યો.

