સેહવાગે ટ્વીટ કરીને એમ શા માટે કહ્યું કે-બેંકમાં નોટ બદલી શકો છો, પણ ધોનીને નહીં

PC: hindustantimes.com

ગુજરાત ટાઈટન્સ (GT) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની ફાઇનલ મેચ રમાઈ હતી. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો જલવો જોવા મળ્યો. ધોનીએ ફરી એક વખત બતાવ્યું કે, તેનાથી બેસ્ટ વિકેટકીપર IPLમાં અત્યાર સુધી કોઈ નથી. ધોનીએ રવીન્દ્ર જાડેજાની ઓવરમાં શુભમન ગિલને જે પ્રકારે સ્ટમ્પ આઉટ કર્યો, એ જોવા લાયક પળ હતી. મહેન્દ્ર સિંહ ધોનીએ એક રીતે વીજળીની ઝડપે સ્ટમ્પિંગ કરી. આ સ્ટમ્પિંગ દરમિયાન ધોનીનો રીએક્શન ટાઇમ 0.1 સેકન્ડથી ઓછો હતો.

રવીન્દ્ર જાડેજાનો એ બૉલ ટર્ન લઈ લઈ રહ્યો હતો, એવામાં શુભમન ગિલે આગળ વધીને ડિફેન્સિવ શૉટ રમવાનો પ્રયાસ કર્યો. જો કે ગિલ આ પ્રયાસમાં પૂરી રીતે બિટ થયો અને મહેન્દ્ર સિંહ ધોનીએ એક પળમાં બેલ્સ ઉડાવી દીધી. રિપ્લેથી જાણકારી મળી કે ગિલ સમય પર પીચ પર પગ લાવી શક્યો નથી. મહેન્દ્ર સિંહ ધોનીની આ સ્ટમ્પિંગ પર ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરેન્દર સેહવાગે ટ્વીટ કરી. ‘ખૂબ સુંદર! તમે બેંકથી નોટ બદલી શકો છો, પરંતુ વિકેટ પાછળ એમએસ ધોની નહીં બદલી શકો. નહીં બદલી શકો.. મહેન્દ્ર સિંહ ધોની હંમેશાંની જેમ તેજ.’

ભારતીય ટીમના સફળ કેપ્ટનસમાંથી એક મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના ક્રિકેટ કરિયરમાં વિકેટ પાછળથી અત્યાર સુધી 180 ખેલાડીઓને પોવેલિયન મોકલ્યા છે. જેમાંથી 42 સ્ટમ્પિંગ સિવાય 138 કેચ સામેલ રહ્યા છે. મહેન્દ્ર સિંહ ધોની IPLનો સૌથી સફળ વિકેટકીપર છે. દિનેશ કાર્તિક 169 શિકાર સાથે આ બાબતે બીજા નંબરે છે. મેચની વાત કરીએ તો ગુજરાત ટાઈટન્સે ટોસ હારીને પહેલા બેટિંગ કરતા સીમિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા.

સાઈ સુંદર્શને 47 બૉલમાં 96 રનની વિસ્ફોટક ઇનિંગ રમી, જેમાં 8 ફોર અને 6 સિક્સ સામેલ રહ્યા. તો વિકેટકીપર બેટ્સમેન ઋદ્ધિમાન સાહાએ 39 બૉલનો સામનો કરતા 54 રન બનાવ્યા. એ સિવાય શુભમન ગિલે 39 અને કેપ્ટન હાર્દિક પંડ્યાએ નોટઆઉટ 21 રન બનાવ્યા હતા. 215 રનનો પીછો કરવા ચેન્નાઈ સુપર કિંગ્સ મેદાનમાં ઉતરી જ હતી કે પહેલી જ ઓવરમાં વરસાદે ખલેલ પહોંચાડી. ઘણા સમય સુધી મેચ રોકાઈ રહી અને પછી મેચમાં ઓવર ઘટાડીને 15 ઓવરની કરી દેવામાં આવી. ચેન્નાઈને 15 ઓવરમાં ચેન્નાઈએ 171 રનનો ટારગેટ મળ્યો જેને ચેન્નાઈએ છેલ્લા બૉલ પર હાંસલ કરીને પાંચમી વખત ટ્રોફી પોતાના નામ કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp