સેહવાગનો ચોંકાવનારો ખુલાસો- ગ્રેગ ચેપલે કહેલું કે હું કેપ્ટન બનીશ, પણ મને..

PC: rediff.com

ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ ઑપનર બેટ્સમેન વિરેન્દર સેહવાગે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, તેના સમયમાં ટીમના કોચ પોતાની પસંદના ખેલાડીઓને વધારે મહત્ત્વ આપતા હતા. પછી કોઈ ભારતીય કોચ હોય કે વિદેશી કોચ. બધાની પોત-પોતાની પસંદગી રહેતી હતી અને કોઈ પણ નિષ્પક્ષ રહેતું નહોતું. વિરેન્દર સેહવાગે પોતાનું ઉદાહરણ આપતા કહ્યું કે, જ્યારે ગ્રેગ ચેપલ ભારતીય ટીમના હેડ કોચ બન્યા હતા તો તેમણે નિવેદન આપ્યું હતું કે, વિરેન્દર સેહવાગ ટીમનો કૅપ્ટન હશે, પરંતુ ત્યારબાદ મને ટીમમાંથી જ બહાર કરી દેવામાં આવ્યો હતો.

જો ગ્રેગ ચેપલની વાત કરીએ તો તેમનો કોચિંગ કાર્યકાળ ખૂબ વિવાદોમાં રહ્યો હતો. સૌરવ ગાંગુલી સાથે તેમના ખૂબ વિવાદોના સમાચાર સામે આવ્યા હતા. તેમની કોચિંગમાં જ ભારતીય ટીમને વર્ષ 2007ના વર્લ્ડ કપમાં પહેલા રાઉન્ડથી બહાર થવું પડ્યું હતું. વિરેન્દર સેહવાગના જણાવ્યા મુજબ, ભારતીય ખેલાડીઓને લાગતું હતું કે જ્યારે કોઈ વિદેશી કોચ આવશે તો બધા ખેલાડીઓને એક જ નજરથી જોશે, પરંતુ એવું નહોતું. દરેક કોચની પોત-પોતાની પસંદગીના કેટલાક ખેલાડી રહેતા હતા.

સ્પોર્ટ્સ નેક્સ્ટ સાથે ઇન્ટરવ્યૂમાં વિરેન્દર સેહવાગે કહ્યું કે, સીનિયર ખેલાડીઓએ ભારતીય કોચ સાથે ખૂબ વધારે સમય વિતાવ્યો હતો અને તેમના પોતાના ફેવરિટ ખેલાડી રહેતા હતા. તેઓ પોતાના પસંદગીના ખેલાડીઓનો પક્ષ લેતા હતા. જે ફેવરિટ રહેતા નહોતા, તેમનું આવી બનતું હતું. ખેલાડીને લાગતું હતું કે, વિદેશી કોચ આવશે તો પછી બધાને બરાબરની નજરે જોશે. જો કે એ સત્ય નથી. કેમ કે વિદેશી કોચોના પણ પોતાની પસંદગીના ખેલાડી છે. તેઓ પણ નામ ઉપર જતા હતા. પછી તેંદુલકર હોય, દ્રવિડ હોય, ગાંગુલી હોય કે પછી લક્ષ્મણ. જ્યારે ગ્રેગ ચેપલ આવ્યા તો તેમનું પહેલું નિવેદન એ જ હતું કે સેહવાગ કેપ્ટન બનશે. 2 મહિનામાં કેપ્ટન્સી તો ભૂલી જાઓ, હું ટીમથી જ બહાર હતો.

વિરેન્દર સેહવાગે એક અખબારના ખાસ કાર્યક્રમમાં મજેદાર કિસ્સા સંભળાવ્યા હતા. આ દરમિયાન જ્યારે તેમને ભારતીય ક્રિકેટના ભવિષ્ય બાબતે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, ભારતીય ટીમમાં હવે ધીરે ધીરે બદલાવ થવા જોઈએ, જેમ કે 10-12 વર્ષ અગાઉ થયો હતો. ભારતના મોટા ભાગના સ્ટાર ક્રિકેટર હવે 35 પ્લસની ઉંમરમાં છે. એવામાં એ પ્રકારે 10 વર્ષ અગાઉ તેમને, પછી ગૌતમ ગંભીર અને યુવરાજ સિંહને હટાવીને બદલાવ શરૂ કરવામાં આવ્યા, એવી જ રીતે હવે સિલેક્ટર્સે કરવાની જરૂરિયાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp