સેહવાગે એમ શા માટે કહ્યું કે-લખનૌ સુપર જાયન્ટ્સે પોતાના પગ પર ગોળી મારી
ભારતના પૂર્વ ક્રિકેટર વિરેન્દર સેહવાગે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ના ક્વિન્ટન ડીકોકને ડ્રોપ કરવાના નિર્ણય માટે તેને ફટકાર લગાવી છે. લખનૌ સુપર જાયન્ટ્સે મુંબઈ ઇન્ડિયન્સ (MI) વિરુદ્ધ એલિમિનેટર મેચમાં ઑપનર બેટ્સમેન ક્વિન્ટન ડીકોકને ટીમમાં સામેલ કર્યો નહોતો. જેના પર વિરેન્દર સેહવાગે કહ્યું કે, લખનૌ સુપર જાયન્ટસે પોતાના જ પગ પર ગોળી મારી લીધી. લખનૌ સુપર જાયન્ટ્સ માટે ક્વિન્ટન ડીકોક ગત સીઝનમાં સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન હતો.
તેણે 15 મેચોમાં 508 રન બનાવ્યા હતા. જો કે, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં ક્વિન્ટન ડીકોકને પોતાના અવસર માટે રાહ જોવી પડી. ક્વિન્ટન ડીકોકને IPL 2023ની સીઝનના બીજા હાંફમાં પહેલો અવસર મળ્યો, એ મેચ ગુજરાત ટાઈટન્સ (GT) વિરુદ્ધ હતી અને તેણે આ મેચમાં 70 રન બનાવ્યા હતા. કાઈલ મેયર્સ અને કે.એલ. રાહુલની જગ્યાએ તેને અવસર મળ્યો હતો. ક્વિન્ટન ડીકોકે 4 મેચોમાં 140 રન બનાવ્યા. કૃણાલ પંડ્યાએ કહ્યું કે, ક્વિન્ટન ડીકોકને ડ્રોપ કરવો હંમેશાં મુશ્કેલ નિર્ણય રહેવાનો છે.
કાઈલ મેયર્સનો અહીં રેકોર્ડ સારો છે તો અમે તેને આજે રમાડવા બાબતે વિચાર્યું. તેમના બેટ્સમેનોએ ફાસ્ટ બોલરો વિરુદ્ધ સારી રીતે રમત દેખાડી. તો વિરેન્દર સેહવાગે એક સ્પોર્ટ્સ વેબસાઇટ સાથે વાત કરતા કૃણાલ પંડ્યાના નિર્ણયનો મજાક બનાવતા કહ્યું કે, ચેન્નાઈમાં તેનો રેકોર્ડ સારો છે, પરંતુ એ વાતની કોઈ ગેરંટી નથી કે તે ખેલાડી આ દિવસે સારું કરશે. વર્તમાન ફોર્મ પણ મહત્ત્વ ધરાવે છે અને લખનૌ સુપર જાયન્ટ્સે આ નિર્ણયથી પોતાને જ ગોળી મારી લીધી.
વિરેન્દર સેહવાગે કહ્યું કે, મારો પણ ચેન્નાઈમાં સારો રેકોર્ડ છે કેમ કે મેં 319 બનાવ્યા છે, પરંતુ તેનો અર્થ એ નથી કે હું આજે જઈશ અને સ્કોર બનાવી દઇશ. હાલનુ ફોર્મ પણ મહત્ત્વ ધરાવે છે અને મને લાગે છે કે લખનૌ સુપર જાયન્ટસે પોતાના પગમાં પોતે જ ગોળી મારી લીધી. જો કે બુધવારે લખનૌ સુપર જાયન્ટ્સે તેને પ્લેઇંગ ઇલેવન અને સબ્સ્ટિટ્યુટ લિસ્ટથી જ બહાર કરી દીધો. કાઈલ મેયર્સ અને માંકડ સાથે રમવાનો નિર્ણય લખનૌ માટે ખોટો સાબિત થયો. એલિમિનેટર મેચમાં લખાનઔને 81 રનથી હારનો સામનો કરવો પડ્યો અને આ સતત બીજી વખત થયું છે કે, લખનૌ સુપર જાયન્ટ્સને IPLની એલિમિનેટરથી બહાર થવું પડ્યું હોય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp