ધોનીને વારંવાર સંન્યાસ પર સવાલ પૂછાતા ગુસ્સે થયો સેહવાગ, જુઓ શું કહ્યું

PC: BCCI

ભારતીય ટીમના પૂર્વ ઑપનર બેટ્સમેન વિરેન્દર સેહવાગે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીને વારંવાર સંન્યાસનો સવાલ પૂછવાને લઈને તીખી પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે, મહેન્દ્ર સિંહ ધોનીને આખરે કેમ વારંવાર સંન્યાસનો સવાલ પૂછવામાં આવે છે. વિરેન્દર સેહવાગના જણાવ્યા મુજબ, વારંવાર એક જ સવાલ પૂછવાનો કોઈ અર્થ નથી. મહેન્દ્ર સિંહ ધોનીએ ગયા વર્ષે કહ્યું હતું કે, તે પોતાની છેલ્લી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મેચ ચેન્નાઈમાં રમવા માગે છે.

હવે આ સીઝનમાં IPL મેચોનું આયોજન ચેન્નાઈમાં પણ થઈ રહ્યું છે અને ફેન્સ એમ માનીને ચાલી રહ્યા છે કે મહેન્દ્ર સિંહ ધોનીની આ છેલ્લી સીઝન હોય શકે છે. આ જ કારણ છે કે, મહેન્દ્ર સિંહ ધોની આ સીઝનમાં જ્યાં પણ રમવા જાય છે તેના માટે ફેન્સનો પૂરો સપોર્ટ મળે છે. લખનૌમાં પણ મેચ દરમિયાન તેને એ સવાલ પૂછવામાં આવ્યો હતો. ટોસ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોનીને પૂછવામાં આવ્યું કે, આ તમારી IPLનું છેલ્લું વર્ષ છે, તમે તેને કઈ રીતે જોઈ રહ્યા છો?

આ સવાલના જવાબમાં મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે, તમે પોતે જ આ નિર્ણય લીધો છે કે આ મારી છેલ્લી IPL છે. મહેન્દ્ર સિંહ ધોનીના આ જવાબથી સ્ટેડિયમમાં ચહેરાઓ પર ખુશીની લહેર પ્રસરી ગઈ અને તેમને આશા જાગી કે મહેન્દ્ર સિંહ ધોની આગામી IPL સીઝનમાં પણ રમી શકે છે. તો પૂર્વ ક્રિકેટર વિરેન્દર સહવાગનું માનવું છે કે, મહેન્દ્ર સિંહ ધોનીને સંન્યાસને લઈને વારંવાર સવાલ ન પૂછવા જોઈએ. તેણે એક સ્પોર્ટ્સ વેબસાઇટ સાથે આ બાબતે વાતચીત કરી હતી.

વિરેન્દર સેહવાગે કહ્યું કે, મને સમજ પડતી નથી કે તેઓ આ બાબતે પૂછે જ શા માટે છે? જો આ તેનું છેલ્લું વર્ષ હોય ત્યારે પણ તમે તેને કેમ પૂછો છો. આ તેનો નિર્ણય છે અને તેને કરવા દો. કદાચ તેઓ મહેન્દ્ર સિંહ ધોની પાસે આ સવાલનો જવાબ કઢાવવા માગતા હોય કે શું વાસ્તવમાં આ તેની છેલ્લી સીઝન છે? હવે ધોનીની આ સીઝન છેલ્લી છે કે નહીં એ તો માત્ર એ જ જાણે છે. આ સીઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રદર્શન સારું રહ્યું છે અને તે પોઇન્ટ્સ ટેબલમાં 10માંથી 5 મેચ જીતી અને એક મેચમાં નિર્ણય આવી શકતા 11 પોઇન્ટ્સ સાથે ત્રીજા નંબર પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp