મને પણ WC રમવાની આશા છે અને હવે મોહમ્મદ આમિર પણ પાછો આવી શકે છે: વહાબ રિયાઝ

PC: khabarchhe.com

ભારતમાં આયોજિત થનારા આગામી વન-ડે વર્લ્ડ કપમાં પાકિસ્તાનના ભાગ લેવા પર અત્યારે પણ સંશય યથાવત છે. અત્યાર સુધી ફેન્સના મનમાં આ સવાલ થઇ રહ્યો હતો કે, બાબર આઝમ એન્ડ કંપની ભારતમાં થનારા 50 ઓવરના ટૂર્નામેન્ટમાં સામેલ થશે કે નહીં? જો પાકિસ્તાન વર્લ્ડ કપ માટે ભારતનો પ્રવાસ કરે છે તો બધાની નજરો શાહીન શાહ આફ્રિદીની આગેવાનીવાળા તેના બોલિંગ આક્રમણ પર રહેશે.

શાહીન શાહ આફ્રિદી અને હારિસ રઉફ સિવાય અત્યાર પણ 3 સ્લોટ માટે બાકી બોલરોમાં જબરદસ્ત ફાઇટ જોવા મળી રહી છે. જો કે, આ દરમિયાન પાકિસ્તાનના સીનિયર ફાસ્ટ બોલર વહાબ રિયાઝે પણ એક મોટું નિવેદન આપ્યું છે. એક પાકિસ્તાની ન્યૂઝ સાથે વાત કરતા અનુભવી બોલર વહાબ રિયાઝે કહ્યું કે, મને પણ વન-ડે વર્લ્ડ કપમાં રમવાની આશા છે. બાકી બચેલા સ્લોટ માટે પોતાની પ્રતિસ્પર્ધા તરફ ઇશારો કરતા કહ્યું કે, મોહમ્મદ આમિર ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરી શકે છે.

આપણને મોહમ્મદ આમિરને ફરી પાકિસ્તાન માટે રમતા દેખાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં મોટા બદલાવ થયા છે. ત્યારબાદ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, મોહમ્મદ આમિર પાકિસ્તાન માટે ફરી રમતો દેખાઇ શકે છે. રમીઝ રાજાના કાર્યકાળમાં મોહમ્મદ આમિરે સંન્યાસ લઇ લીધો હતો અને ખુલ્લેઆમ પોતાની નારાજગી દેખાડી હતી અને કહ્યું હતું કે, તે આ મેનેજમેન્ટ અંડર નહીં રમી શકે.

એવામાં હવે મેનેજમેન્ટ બદલાઇ ગયું છે તો બની શકે કે મોહમ્મદ આમિર પણ પોતાનો નિર્ણય બદલી દે. આ બાબતે આગળ વાત કરતા વહાબ રિયાઝે કહ્યું કે, આપણી પાસે શાહીન શાહ આફ્રિદી અને હરિસ રઉફ છે, પરંતુ અન્ય 3 જગ્યા અત્યારે પણ ઉપલબ્ધ છે. હસન અલી, શાહનવાઝ દહાની, નસિમ શાહ, મોહમ્મદ વસીમ જુનિયર જેવા દિગ્ગજ તેના માટે લડી રહ્યા છે. હવે આ લડાઇમાં મોહમ્મદ આમિર પણ પાછો આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે 30 વર્ષીય મોહમ્મદ આમિરે ડિસેમ્બર 2020માં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને ખરાબ વ્યવહારનો સંદર્ભ આપતા ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો હતો. આ નિર્ણય જુલાઇ 2019માં ટેસ્ટ ક્રિકેટથી સંન્યાસ લેવાના તેના નિર્ણય બાદ આવ્યો હતો. તે પાકિસ્તાનની 2019ના વન-ડે વર્લ્ડ કપનો હિસ્સો હતો અને 8 મેચોમાં 17 વિકેટ લઇને સૌથી વધુ વિકેટ લેનારો ખેલાડી પણ બન્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp