વોર્નરે મને કહેલું ટીમમાં તારું સ્થાન નિશ્ચિત નથી, તને બહાર કરી દેવાશે: ધવન

PC: cricreads.com

ટીમ ઈન્ડિયાનો ઓપનર શિખર ધવન તેની સ્પષ્ટવક્તા માટે જાણીતો છે. દરમિયાન, શિખર ધવને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં તેના ભૂતપૂર્વ સનરાઈઝર્સ સાથી ડેવિડ વોર્નર સાથે સંબંધિત એક રસપ્રદ વાર્તા શેર કરી છે. શિખર ધવને ખુલાસો કર્યો છે કે, ડેવિડ વોર્નર તેને સ્લેજ કરતો હતો. આ સાથે શિખર ધવને એ પણ ખુલાસો કર્યો છે કે, તે કેવી રીતે ઓસ્ટ્રેલિયન સ્ટારની સ્લેજનો જવાબ આપતો હતો.

સૂત્રો સાથેની વાતચીતમાં શિખર ધવને ખુલાસો કર્યો હતો કે, ડેવિડ વોર્નર ટેસ્ટ મેચો દરમિયાન તેને સ્લેજ કરતો હતો. શિખર ધવને કહ્યું, 'વિરોધીઓ તમને માનસિક રીતે તોડવાની કોશિશ કરશે, ખાસ કરીને ટેસ્ટ મેચોમાં. વોર્નર આવું ઘણું કરતો હતો. તે મને કહેતો હતો કે, ભારતીય ટીમમાં તારું સ્થાન નિશ્ચિત નથી. તમને બહાર કાઢવામાં આવશે. પણ પછી, હું પણ તેને પાછો સ્લેજ કરતો.

શિખર ધવને વધુમાં કહ્યું, 'ડેવિડ વોર્નરને એક સમયે જુગાર રમવાની લત લાગી હતી. એટલે હું એની એ નસ દબાવતો. હું જવાબ આપતો કે, 'તમે ફરીથી જુગાર રમવા પાછા જશો, તમે ફરીથી એક વ્યસની બની જશો. તમે તમારી માલિકીની દરેક વસ્તુ વેચી નાંખશો. જુઓ, આ પ્રતિસ્પર્ધા છે! આવી વસ્તુઓ થતી રહે છે.

અહીં તમને જણાવી દઈએ કે, શિખર ધવન વર્ષ 2018 સુધી તમામ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો અભિન્ન હિસ્સો હતો. તે IPL દરમિયાન SRH માટે ડેવિડ વોર્નર સાથે ઘણી સીઝન રમતા જોવા મળ્યો છે. ડાબોડી બેટ્સમેન 16 મેચમાંથી 10 જીત સાથે 2014માં સનરાઈઝર્સ હૈદરાબાદને પ્લે-ઓફમાં લઈ ગયો હતો. જો કે, આમ કર્યું હોવા છતાં, તેને આગલી સિઝનમાં સુકાની પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો.

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓપનર શિખર ધવન 2018 સુધી તમામ ફોર્મેટમાં ટીમનો અભિન્ન હિસ્સો રહ્યો હતો. ટેસ્ટ ટીમમાંથી તેને બાકાત રાખ્યા બાદ, ધવને મર્યાદિત-ઓવરના ફોર્મેટમાં ભારતીય ટીમ માટે મહત્ત્વની ભૂમિકા ભજવવાનું ચાલુ રાખ્યું હતું અને તેમાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઓસ્ટ્રેલિયા સામેની ગ્રૂપ મેચ દરમિયાન ટૂર્નામેન્ટમાં આંગળીની ઈજાને કારણે 2019ના વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં તેના અભિયાનને ટૂંકાવીને પરત ફર્યો હતો. 2021માં, ધવને T20I ટીમમાં પોતાનું સ્થાન ગુમાવ્યું હતું અને આ વર્ષની શરૂઆતમાં, શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાં પણ ટીમમાંથી ગેરહાજર રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp