
સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) પહેલાથી જ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023માં સંઘર્ષ કરી રહી છે અને હવે ફ્રેન્ચાઇઝીની મુશ્કેલી હજુ વધવાની છે કેમ કે તેનો સ્ટાર ઓલરાઉન્ડર વૉશિંગટન સુંદર બાકી ટૂર્નામેન્ટ માટે ઉપલબ્ધ નથી. સનરાઇઝર્સ હૈદરાબાદે IPL 2023માં માત્ર 2 મેચ જીતી છે અને હવે દિલ્હી કેપિટલ્સ (DC) વિરુદ્ધ તેની હાલની હાર બાદ ફ્રેન્ચાઇઝીને એક મોટા ઝટકાનો સામનો કરવો પડ્યો છે. સનરાઇઝર્સ હૈદરબાદનો સ્ટાર ઓલરાઉન્ડર વૉશિંગટન સુંદર હેમસ્ટ્રિંગની ઇજાના કારણે IPL 2023થી બહાર થઈ ગયો છે.
સનરાઇઝર્સ હૈદરાબાદે આ ઝટકાનો જાણકારી સોશિયલ મીડિયાના માધ્યમથી આજે એટલે કે 27 એપ્રિલે આપી છે. જો કે, સનરાઇઝર્સ હૈદરાબાદે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં એ વાતનો ખુલાસો કર્યો નથી કે વૉશિંગટન સુંદર ક્યારે અને કેવી રીતે ઇજાગ્રસ્ત થયો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર લખ્યું કે, ‘વૉશિંગટન સુંદર હેમસ્ટ્રિંગની ઇજાના કારણે IPL 2023થી બહાર થઈ ગયો છે. અમે તમારા જલદી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. વશી.’
🚨 INJURY UPDATE 🚨
— SunRisers Hyderabad (@SunRisers) April 27, 2023
Washington Sundar has been ruled out of the IPL 2023 due to a hamstring injury.
Speedy recovery, Washi 🧡 pic.twitter.com/P82b0d2uY3
હૈદરાબાદની આગામી મેચ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ 29 એપ્રિલના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં છે. જો કે, વૉશિંગટન સુંદર આ સીઝનમાં કંઈ ખાસ ફોર્મમાં નહોતો કેમ કે તેણે સનરાઇઝર્સ હૈદરાબાદ માટે 7 મેચોમાં 60 રન બનાવ્યા હતા અને માત્ર 3 વિકેટ લીધી છે. વૉશિંગટન સુંદર ઇજાના કારણે ગત સીઝનમાં પણ ઘણી મેચોમાંથી ચૂકી ગયો હતો. જો IPL 2023માં પોઇન્ટ્સ ટેબલમાં 2 જીત સાથે નવમા નંબર પર છે.
સનરાઇઝર્સ હૈદરાબાદની IPL 2023 માટે ટીમ:
અબ્દુલ સમદ, ઉમરાન મલિક, વૉશિંગટન સુંદર, રાહુલ ત્રિપાઠી, અભિષેક શર્મા, કાર્તિક ત્યાગી, ટી. નટરાજન, ભુવનેશ્વર કુમાર, એડેન માર્કરમ, માર્કો જેનસેન, ગ્લેન ફિલિપ્સ, ફજલહક ફારુકી, હેરી બ્રુક, મયંક અગ્રવાલ, હેનરીક ક્લાસેન, આદિલ રાશિદ, મયંક માર્કંડે, વિવરાંત શર્મા, સમર્થ વ્યાસ, સંવિર સિંહ, ઉપેન્દ્ર સિંહ યાદવ, મયંક ડાગર, નીતિશ કુમાર રેડ્ડી, અકીલ હોસેન, અનમોલરપ્રીત સિંહ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp