26th January selfie contest

જયદેવ ઉનડકટ માટે WTCમાં અકરમને છે મોટી આશા, જાણો શું કહ્યું

PC: news18.com

ભારતીય ટીમના ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને લઈને પાકિસ્તાનન પૂર્વ દિગ્ગજ ક્રિકેટર વસીમ અકરમે મોટી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, જયદેવ ઉનડકટને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (WTC)ની ફાઇનલમાં માટે ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવો જોઈએ. વસીમ અકરમે તેની પાછળનું મોટું કારણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, જયદેવ ઉનડકટ પાસે હવે એટલો અનુભવ થઈ ગયો છે કે તેને દરેક મેચમાં રમાડવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, વસીમ અકરમ જ્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના કોચ હતા, ત્યારે જયદેવ ઉનડકટ પણ એ જ ટીમમાં હતો.

એ દરમિયાન વસીમ અકરમ પાસેથી તેને ઘણું બધુ શીખવાનું મળ્યું હતું. એક સ્પોર્ટ્સ વેબસાઇટ સાથે ખાસ વાતચીત કરતા વસીમ અકરમે કહ્યું કે, ‘જયદેવ ઉનડકટ હવે એ સ્ટેજ પર આવી ગયો છે, જ્યાં તેણે રેગ્યૂલર રમવું જોઈએ. તેણે કેપ્ટન તરીકે રણજી ટ્રોફી પણ જીતી છે. હું તેને ત્યારથી જાણું છું જ્યારે તે 18 વર્ષના યુવા બોલર તરીકે મારી પાસે આવ્યો હતો અને ઘણું બધુ શીખવા માગતો હતો. વસીમ અકરમે કહ્યું કે, તે ખૂબ વિનમ્ર હતો અને શીખવા માગતો હતો. મોહમ્મદ શમી મને એરપોર્ટ પર પિક કરવા માટે આવતો હતો.

મને ખૂબ ખુશી છે કે તેણે જે શીખ્યું તેના કારણે આજે તે આટલો મોટો ખેલાડી બની ચૂક્યો છે. જયદેવ ઉનડકટ બૉલને સ્વિંગ કરાવે છે અને આ જ કારણે ઇંગ્લેન્ડમાં તે ખૂબ સફળ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 7 જૂનથી 11 જૂન (12 જૂન રિઝર્વ ડે) વચ્ચે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ 2021-23ની ફાઇનલ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ટીમ પર નજર નાખીએ તો મોટા ભાગના એ જ ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે જે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રહ્યા હતા.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે ભારતીય ટીમ:

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કે.એલ. રાહુલ, કે.એસ. ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp