અકરમે જણાવ્યું શા માટે પાકિસ્તાની બોલરો બુમરાહ-શમી જેવા ખતરનાક નથી

PC: thehindu.com

વર્લ્ડ કપ 2023માં ભારતીય બોલરોએ કમાલની બોલિંગ કરી છે. ઈંગ્લેન્ડ સામેની મેચમાં જસપ્રીત બૂમરાહ અને મોહમ્મદ શમીએ પોતાની બોલિંગથી હંગામો મચાવી દીધો છે. ઈંગ્લેન્ડ સામેની મેચમાં ભારતે પહેલા બેટિંગ કરતા 229 રન જ બનાવ્યા હતા. ત્યાર પછી ભારતીય બોલરોએ આ નાના ટાર્ગેટને ડિફેન્ડ કરી ભારતને મેચ જીતાડી દીધી. જસપ્રીત બૂમરાહે 3 વિકેટ લીધી તો મોહમ્મદ શમીએ 4 વિકેટ પોતાના નામે કરી હતી. કુલદીપ યાદવે 2 વિકેટ તો રવિન્દ્ર જાડેજાએ 1 વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડે ભારતને 100 રને હરાવી વર્લ્ડ કપમાં પોતાની સતત છઠ્ઠી જીત હાંસલ કરી લીધી છે.

ભારતીય બોલરોની આ કમાલની બોલિંગ જોઇને પૂર્વ પાકિસ્તાની બોલર વસીમ અકરમ પણ ચોંકી ગયા છે. પાકિસ્તાની ચેનલ A સ્પોર્ટ્સ પર વાત કરતા પૂર્વ પાક બોલરે એક ખાસ સવાલનો જવાબ આપ્યો જેમાં તેને પૂછવામાં આવ્યું હતું કે પાકિસ્તાની બોલર ભારતના બૂમરાહ અને શમી જેવા ખતરનાક શા માટે નથી. જેના પર વસીમે રિએક્ટ કર્યું અને  જવાબ આપ્યો છે.

સ્વિંગના સુલતાનના નામથી વિખ્યાત વસીમે પોતાના વિચાર રજૂ કરતા કહ્યું કે, આ મોટો સવાલ છે. બૂમરાહ એક એવો બોલર છે જે ક્યારેક ક્યારેક જ વર્લ્ડ ક્રિકેટમાં આવે છે. આ સવાલનો જવાબ આપવો મુશ્કેલ છે કે આપણા બોલરો તેમની જેમ સારી બોલિંગ શા માટે નથી કરતા. વસીમે પોતાની વાત આગળ લઇ જતા કહ્યું કે, બૂમરાહ ટેસ્ટ ક્રિકેટ રમે છે, જ્યારે આપણા બોલરો લાંબી સંસ્કરણની ક્રિકેટ વધારે રમતા નથી. ટેસ્ટ ક્રિકેટ તમને દરેક પરિસ્થિતિમાં વિકેટ લેવાનું શીખવાડે છે.

અકરમ કહે છે કે, ઈજાગ્રસ્ત થયા પછી બૂમરાહ વનડે પણ રમી રહ્યો છે અને તે ટેસ્ટ ક્રિકેટ પણ રમે છે. વનડે અને ટેસ્ટમાં તે એટલો જ સફળ છે. જ્યાં સુધી તમે લાંબી ક્રિકેટમાં બેટ્સમેનોને આઉટ નહીં કરો, ત્યાં સુધી તમે નાની ફોર્મેટમાં પણ સફળ રહી શકો નહીં. તમારે 10 થી 40 ઓવર સુધી વનડેમાં સારી બોલિંગ કરવાની રહે છે. જ્યારે તમે ટેસ્ટ રમશો ત્યારે જ તમને તેનો અનુભવ થશે.

વસીમે કહ્યું કે, ભલે બૂમરાહની બોલિંગ એક્શન અલગ છે અને તેનાથી એને મદદ મળે છે પણ જે રીતે તે પોતાની બોલિંગને કન્ટ્રોલ કરે છે, એ તેની મહેનતને દર્શાવે છે. તેમાં શંકાને કોઇ સ્થાન નથી કે તે આ સમયે દુનિયાનો સૌથી મોટો બોલર છે.

જણાવીએ કે, આ વર્લ્ડ કપમાં પાકિસ્તાની બોલિંગ સરેરાશ નજર આવી છે. માત્ર શાહીન જ એક એવો બોલર છે જે વર્લ્ડ કપમાં વધારે વિકેટ લેનારા બોલરોની લિસ્ટમાં ચોથા સ્થાને છે. તેના નામે 13 વિકેટ છે. તો બૂમરાહે 6 મેચમાં 14 અને શમીએ 2 મેચમાં 9 વિકેટ લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp