Video: LSGની મેચમાં ફરી બવાલ, આ કારણે વચ્ચે જ અટકાવવી પડી મેચ

PC: hindustantimes.com

IPL 2023ની 58મી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમવામાં આવી રહી છે. આ મેચમાં ટોસ જીતીને સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન એડેન માક્રમે પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. હૈદરાબાદ માટે શરૂઆત સારી રહી. જોકે, અભિષેક શર્મા (7) સસ્તામાં આઉટ થઈ ગયો પરંતુ, અનમોલપ્રીત સિંહ (36) અને રાહુલ ત્રિપાઠી (20) એ ઇનિંગને ઝડપથી આગળ વધારી. ત્યારબાદ વિકેટ પડતી ગઈ પરંતુ, ટીમનો રનરેટ નીચે ના ગયો. હેનરિક ક્લાસેને ફરી એક ઉપયોગી ઇનિંગ રમી અને શાનદાર 47 રન બનાવ્યા પરંતુ, તેની ઇનિંગનો અંત એવો ના રહ્યો જેવો રહેવો જોઈતો હતો. એક એવો વિવાદ થયો જેના કારણે તેની લય બગડી ગઈ અને ફરી તે ગેમ શરૂ થતા જ આઉટ થઈ ગયો.

હેનરિક ક્લાસેને 27 બોલમાં 47 રન બનાવીને નોટઆઉટ હતો અને ઇનિંગની 19મી ઓવર ફેંકી રહ્યો હતો આવશે ખાન. આ ઓવરમાં ક્લાસેન પહેલી ચાર બોલ પર એક છગ્ગો અને એખ ચોગ્ગો લગાવી ચુક્યો હતો. પછી વિવાદ થયો ઓવરની ત્રીજી બોલ પર. આવેશ ખાનની આ બોલ ફુલટોસ હતી અને સ્પષ્ટ કમરની ઉપર દેખાઈ રહ્યો હતો. અબ્દુલ સમદ બેટ્સમેન હતો અને તેણે તેના પર આ રિવ્યૂ લીધો. પરંતુ, થર્ડ અમ્પાયરે તેને ફેર ડિલીવરી આપી. તેનાથી બંને બેટ્સમેન ખૂબ જ નિરાશ દેખાયા. બંનેએ અમ્પાયર્સ સાથે તેના પર ખૂબ જ ચર્ચા પણ કરી. ત્યારબાદ બીજી બોલ પર ક્લાસેને ચોગ્ગો મારી દીધો. ફરી સામે આવ્યો વિવાદ. જેના કારણે આશરે પાંચ મિનિટ કરતા વધુ સમય સુધી મેટ અટકી રહી.

નો બોલને લઇને હૈદરાબાદના ફેન્સ ખૂબ જ નિરાશ દેખાયા. ત્યારબાદ જાણકારી અનુસાર, લખનૌ સુપર જાયન્ટ્સના ડગઆઉટ પર કંઇક ફેંકવામાં આવ્યું. ક્રિકબઝની જાણકારી અનુસાર, નટ બોલ્ટ લખનૌના ડગઆઉટ તરફ ફેંકવામાં આવ્યા. અહીં મેચ અટકી ગઈ અને બંને ફીલ્ડ અમ્પાયર્સ પણ ડગઆઉટ તરફ ચાલ્યા ગયા. આ કારણે મેચ અટકી રહી હતી કે ત્યાં જ ક્રાઉડ કોહલી... કોહલીના નારા લગાવવા માંડ્યું. આ IPLમાં લખનૌ અને RCBની મેચ દરમિયાન વિરાટ કોહલી, નવીન ઉલ હક અને ગૌતમ ગંભીરની લડાઈ ખૂબ જ ચર્ચામાં રહી હતી. આ વિવાદ પર વિસ્તૃત જાણકારી ના મળી શકી પરંતુ, ઇનિંગ બાદ ક્લાસેને કહ્યું કે, ઈમાનદારીથી કહ્યું તો ક્રાઉડ પાસે તમે આવી આશા ના રાખી શકો. આ કારણે મારી લય બગડી અને અમ્પાયરિંગ પણ સારી ના રહી. તેની અસર એ પડી કે મેચ શરૂ થયા બાદ બીજી જ બોલ ક્લાસેને ડોટ રમી અને પછી તે 47ના સ્કોર પર જ આઉટ થઈ ગયો.

આ મેચની વાત કરીએ તો પહેલા રમતા સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે 6 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા છે. પ્લેઓફની દ્રષ્ટિએ લખનૌ સુપર જાયન્ટ્સ અને હૈદરાબાદ બંને માટે અહીં જીતવુ જરૂરી છે. જે પણ આજે હારશે તેની અંતિમ ચારની આશા લગભગ પૂરી થઈ જશે. આ મેચમાં અગાઉની મેચમાં હૈદરાબાદને જીત અપાવનારા અબ્દુલ સમદે ફરી એકવાર મહત્ત્વની ઇનિંગ રમી અને 25 બોલ પર જ નોટઆઉટ 37 રન બનાવ્યા જેમા ચાર છગ્ગા સામેલ હતા. ક્લાસેને 47 અને અનમોલપ્રીત સિંહે પણ 36 રનોનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. લખનૌ માટે કેપ્ટન ક્રુણાલ પંડ્યાએ 4 ઓવરમાં 24 રન આપીને બે વિકેટ લીધી અને સર્વશ્રેષ્ઠ બોલર રહ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp