મોહમ્મદ કૈફે ચેતેશ્વર પૂજારાને આપી મજેદાર સલાહ-ટ્રોફીની પપ્પી લો અને..

બાંગ્લાદેશમાં ભારતીય ક્રિકેટ ટીમે ટેસ્ટ સીરિઝને 2-0થી જીતી લીધી છે. જીતમાં ચેતેશ્વર પૂજારાની મહત્ત્વની ભૂમિકા રહી. પોતાના સારા પ્રદર્શન માટે તેને ‘પ્લેયર ઓફ ધ સીરિઝ’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. સીરિઝ જીત બાદ પૂર્વ ભારતીય ખેલાડી મોહમ્મદ કૈફે પૂજારાને મજેદાર સલાહ આપી, જે સોશિયલ મીડિયામાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. સીરિઝમાં મળેલી જીત બાદ કમેન્ટ્રી કરી રહેલા મોહમ્મદ કૈફ, સબા કરીમ અને અજય જાડેજાએ ચેતેશ્વર પૂજારાને સવાલ પૂછ્યા હતા.

આ દરમિયાન મોહમ્મદ કૈફે ચેતેશ્વર પૂજારાને કહ્યું કે, યાર તમે 100 બનાવીને ખૂબ સાધારણ સેલિબ્રેશન કરો છો. થોડી બેટ વગેરે ફેરવો, પંચ કરો કેમ કે, આ બધુ ટી.વી. પર દેખાડવામાં આવે છે, તો લોકો યાદ રાખે છે કે ચેતેશ્વર પૂજારા સ્કોર કરી રહ્યા છે. નહીં તો હંમેશાં તમારી સ્ટ્રાઈક રેટની વાત થાય છે, કેટલું ધીમું રહે છે, તેની વાત થાય છે. ભાઈ કંઈ કરો, આ જે ટ્રોફી મળી છે,  તેની પપ્પી-બપ્પી લો, સોશિયલ મીડિયા પર નાખો. લોકોને બતાવો કે મેં સારી રમત રમી છે અને કમબેક મેચમાં મેન ઓફ ધ સીરિઝ જીતી છે.

ત્યારબાદ ચેતેશ્વર પૂજારાએ પોતાના સરળ સ્વભાવે જવાબ આપ્યો. તેણે કહ્યું કે, જે તે રન બનાવી રહ્યો છે તેના માટે તે પૂરતું છે. સેલિબ્રેશન મનાવવાથી સારું છે કે વધારેમાં વધારે હું ટીમમાં યોગદાન આપી શકું, તે મારા માટે જરૂરી છે. જો ચેતેશ્વર પૂજારાની વાત કરીએ તો તેણે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, તેનું ફોકસ ટીમ માટે કામ કરવાનું છે. તે સ્ટ્રાઈક રેટ પર ભાર આપતો નથી, પરંતુ ટીમની જરૂરિયાતના હિસાબે આગળ વધે છે.

ચેતેશ્વર પૂજારાએ બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં 4 ઇનિંગમાં 74ની એવરેજથી સૌથી વધુ 222 રન બનાવ્યા હતા. તેણે પહેલી ટેસ્ટ મેચમાં સદી (102*) બનાવી હતી. રસપ્રદ વાત એ હતી કે તે પોતાના ટેસ્ટ કરિયરની સૌથી ફાસ્ટ સદી રહી હતી. ચેતેશ્વર પૂજારાને આ વર્ષે શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ બહાર કરી દેવામાં આવ્યો હતો. તો તેણે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં અવિશ્વસનીય પ્રદર્શન કરીને ટીમમાં જબરદસ્ત વાપસી કરી હતી. ચેતેશ્વર પૂજારાના ટેસ્ટ કરિયરની વાત કરીએ તો તે અત્યાર સુધી 98 ટેસ્ટ મેચોમાં 7014 રન બનાવી ચૂક્યો છે, તેની એવરેજ લગભગ 45ની છે અને 19 ટેસ્ટ સેન્ચુરી તેના બેટથી નીકળી ચૂકી છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.