
બાંગ્લાદેશમાં ભારતીય ક્રિકેટ ટીમે ટેસ્ટ સીરિઝને 2-0થી જીતી લીધી છે. જીતમાં ચેતેશ્વર પૂજારાની મહત્ત્વની ભૂમિકા રહી. પોતાના સારા પ્રદર્શન માટે તેને ‘પ્લેયર ઓફ ધ સીરિઝ’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. સીરિઝ જીત બાદ પૂર્વ ભારતીય ખેલાડી મોહમ્મદ કૈફે પૂજારાને મજેદાર સલાહ આપી, જે સોશિયલ મીડિયામાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. સીરિઝમાં મળેલી જીત બાદ કમેન્ટ્રી કરી રહેલા મોહમ્મદ કૈફ, સબા કરીમ અને અજય જાડેજાએ ચેતેશ્વર પૂજારાને સવાલ પૂછ્યા હતા.
આ દરમિયાન મોહમ્મદ કૈફે ચેતેશ્વર પૂજારાને કહ્યું કે, યાર તમે 100 બનાવીને ખૂબ સાધારણ સેલિબ્રેશન કરો છો. થોડી બેટ વગેરે ફેરવો, પંચ કરો કેમ કે, આ બધુ ટી.વી. પર દેખાડવામાં આવે છે, તો લોકો યાદ રાખે છે કે ચેતેશ્વર પૂજારા સ્કોર કરી રહ્યા છે. નહીં તો હંમેશાં તમારી સ્ટ્રાઈક રેટની વાત થાય છે, કેટલું ધીમું રહે છે, તેની વાત થાય છે. ભાઈ કંઈ કરો, આ જે ટ્રોફી મળી છે, તેની પપ્પી-બપ્પી લો, સોશિયલ મીડિયા પર નાખો. લોકોને બતાવો કે મેં સારી રમત રમી છે અને કમબેક મેચમાં મેન ઓફ ધ સીરિઝ જીતી છે.
Player of the Series @cheteshwar1 talks us through the match and how he is constantly trying to improve his batting skills 🏏 💬#BANvIND #SonySportsNetwork pic.twitter.com/d6TV130qsf
— Sony Sports Network (@SonySportsNetwk) December 25, 2022
ત્યારબાદ ચેતેશ્વર પૂજારાએ પોતાના સરળ સ્વભાવે જવાબ આપ્યો. તેણે કહ્યું કે, જે તે રન બનાવી રહ્યો છે તેના માટે તે પૂરતું છે. સેલિબ્રેશન મનાવવાથી સારું છે કે વધારેમાં વધારે હું ટીમમાં યોગદાન આપી શકું, તે મારા માટે જરૂરી છે. જો ચેતેશ્વર પૂજારાની વાત કરીએ તો તેણે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, તેનું ફોકસ ટીમ માટે કામ કરવાનું છે. તે સ્ટ્રાઈક રેટ પર ભાર આપતો નથી, પરંતુ ટીમની જરૂરિયાતના હિસાબે આગળ વધે છે.
ચેતેશ્વર પૂજારાએ બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝમાં 4 ઇનિંગમાં 74ની એવરેજથી સૌથી વધુ 222 રન બનાવ્યા હતા. તેણે પહેલી ટેસ્ટ મેચમાં સદી (102*) બનાવી હતી. રસપ્રદ વાત એ હતી કે તે પોતાના ટેસ્ટ કરિયરની સૌથી ફાસ્ટ સદી રહી હતી. ચેતેશ્વર પૂજારાને આ વર્ષે શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ બહાર કરી દેવામાં આવ્યો હતો. તો તેણે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં અવિશ્વસનીય પ્રદર્શન કરીને ટીમમાં જબરદસ્ત વાપસી કરી હતી. ચેતેશ્વર પૂજારાના ટેસ્ટ કરિયરની વાત કરીએ તો તે અત્યાર સુધી 98 ટેસ્ટ મેચોમાં 7014 રન બનાવી ચૂક્યો છે, તેની એવરેજ લગભગ 45ની છે અને 19 ટેસ્ટ સેન્ચુરી તેના બેટથી નીકળી ચૂકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp