રોહિત શર્માએ મેચની સાથે જીતી લીધું દિલ, આઉટ છતા શ્રીલંકાના કેપ્ટનની સદી થવા દીધી

ભારત અને શ્રીલંકા (IND vs SL) વચ્ચેની વન-ડે સીરિઝની પ્રથમ મેચ ગુવાહાટીમાં રમાઈ હતી. ભારતીય ટીમે આ મેચ 67 રને જીતી લીધી હતી. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ સતત બીજી સદી ફટકારતા 113 રનની ઇનિંગ રમી હતી. તો રોહિત શર્માએ પણ 83 રનનું યોગદાન આપ્યું હતું. બોલિંગમાં ઉમરાન મલિકે ત્રણ વિકેટ ઝડપી હતી. આ બધાની વચ્ચે રોહિત શર્માએ મેચની છેલ્લી ઓવરમાં કંઈક એવું કર્યું જેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.
શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકા 98 રન બનાવીને રમી રહ્યા છે. છેલ્લી ઓવરના ચોથા બોલ પર, મોહમ્મદ શમીએ નોન-સ્ટ્રાઈકર એન્ડ પર બોલ ફેંકતા પહેલા દાસુન શનાકાને રનઆઉટ કર્યો હતો. શનાકા ક્રિઝની બહાર હતો અને તેથી જ શમીએ આવું કર્યું. તેણે અપીલ કરી અને મેદાન પરના અમ્પાયરે ત્રીજા અમ્પાયરની મદદ લીધી. આ દરમિયાન કેપ્ટન રોહિતે આવીને બધા સાથે વાત કરી અને અપીલ પાછી ખેંચવાનો નિર્ણય લીધો. અંતે, શનાકાએ ચોગ્ગો ફટકારીને તેની સદી પૂરી કરી.
રોહિત શર્માને મેચ બાદ પણ આ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં ભારતીય કેપ્ટને કહ્યું- મને ખબર ન હતી કે શમીએ આવું કર્યું, તે 98 રન પર બેટિંગ કરી રહ્યો હતો. તેણે જે રીતે બેટિંગ કરી તે શાનદાર હતી, અમે તેને આ રીતે આઉટ ન કરી શકીએ. અમે એવું નહોતું વિચાર્યું. તેમને ખરેખર સારી રીતે રમ્યા.
Sportsman spirit shown by Shami-Rohit and let Dasun Shanaka to complete his 💯
— 𝐬𝐡𝐚𝐤𝐢𝐛 (@ShakibSarafat) January 10, 2023
🤝❤️#INDvsSL pic.twitter.com/r0SGohPs7v
જ્યારે પણ બેટ્સમેન બોલર નોન-સ્ટ્રાઈક એન્ડ પર બોલ ફેંકે તે પહેલા રનઆઉટ થાય છે ત્યારે વિવાદ ઊભો થાય જ છે. ICCએ ગયા વર્ષે તેને ખેલદિલીની કેટેગરીમાંથી હટાવી દીધી હતી. આ પછી પણ જ્યારે કોઈ બોલર આવા બેટ્સમેનને આઉટ કરવાનો પ્રયાસ કરે છે ત્યારે તેની ટીકા થાય છે. દીપ્તિ શર્માએ ઈંગ્લેન્ડ સામે છેલ્લા બેટ્સમેનને આ રીતે આઉટ કરીને ભારતને જીત અપાવી હતી.
ભારતના રવિચંદ્રન અશ્વિને પણ આ રીતે બેટ્સમેનને આઉટ કર્યા છે. અશ્વિનની સાથે સાથે ઘણા ક્રિકેટ નિષ્ણાતો માને છે કે જ્યારે બોલર ક્રિઝની બહાર હોય ત્યારે નો-બોલ આપવામાં આવે છે. તેવી જ રીતે, જો બેટ્સમેન આઉટ થાય તો રન આઉટ કરવું સંપૂર્ણ રીતે યોગ્ય છે. તો ઘણા તેને રમતની ભાવના વિરુદ્ધ માને છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp