આપણી પણ ઈજ્જત છે, આપણે વર્લ્ડ કપ માટે ભારત ન જવું જોઈએ: કામરાન અકમલ

પાકિસ્તાન 2023 એશિયા કપનું આયોજન પોતાના દેશમાં કરવા માટે લાગે છે કે ચુકી જશે, કારણ કે, BCCIએ પહેલાથી જ કહી દીધું છે કે, ભારતીય ટીમ રમવા માટે પાકિસ્તાન નહિ જાય. જો ભારતની મેચ અન્ય સ્થળે યોજાય તો પણ પાકિસ્તાન તેનું આયોજન કરવાનો અધિકાર પોતાની પાસે જ રાખશે. અહીં તમને બતાવી દઈએ કે, એશિયા કપનું પાછલા બે વખતનું આયોજન પણ અન્ય દેશમાં જ કરવામાં આવ્યું હતું.

એશિયા કપના આયોજન સ્થળનો અંતિમ નિર્ણય માર્ચ સુધી ટાળવામાં આવ્યો છે. પરંતુ તે નક્કી છે કે, ભારત પાડોસી દેશની યાત્રા નહિ કરે. ડિસેમ્બર 2022માં PCBના ચેરમેન પદેથી હાંકી કાઢવામાં આવેલા રમીઝ રાજાએ તે વખતે, BCCIના પાકિસ્તાનનો પ્રવાસ નહિ કરવાના નિર્ણય પર, ભારતમાં યોજાનારા વર્લ્ડ કપમાંથી ખસી જવાની ધમકીની પ્રતિક્રિયા આપી હતી.

પાકિસ્તાનના ઘણા પૂર્વ ખેલાડીઓએ રમીઝ રાજાની આ પ્રતિક્રિયાને સમર્થન આપ્યું હતું. તેમાં એક વધુ ખેલાડીનો ઉમેરો થવા જઈ રહ્યો છે, હવે પાકિસ્તાનના કામરાન અકમલે પણ રમીઝ રાજાના પગલે ચાલીને કહ્યું હતું કે, તેના દેશની પણ કઈ ઈજ્જત છે, અને જો રોહિત શર્માના નેતૃત્વવાળી ભારતીય ટીમ એશિયા કપની બહાર થઇ જાય છે તો, આપણે પણ ભારતનો પ્રવાસ નહિ કરવો જોઈએ.

કામરાને વધુમાં કહ્યું કે, 'જો ભારત આપણા દેશમાં યોજાનારા એશિયા કપમાં રમવા આવવા માટે તૈયાર ન હોય તો, આપણે પણ ભારતમાં આયોજિત થનારા વર્લ્ડ કપ 2023માં રમવા માટે ભારત ન જવું જોઈએ. આપણી પણ ઈજ્જત છે, આપણે પણ વિશ્વ ચેમ્પિયન રહી ચુક્યા છીએ. રેન્કિંગમાં ટોપ પર રહ્યા છીએ.' કામરાને કહ્યું કે, 'આપણે ક્રિકેટના દરેક સ્વરૂપમાં જીત મેળવી છે અને સાથે સાથે ચેમ્પિયન ટ્રોફી પણ જીતી છે. આ બે સરકારો વચ્ચેનો મામલો છે, જ્યાં સુધી તેઓ એક જ નિર્ણય પર નહિ આવે, ત્યાં સુધી કોઈ પણ ટીમ એકબીજાને ત્યાં નહિ જાય, આપણે તે જોવું જોઈએ કે આવું ક્યાં સુધી ચાલે છે.'

અહીં તમને બતાવી દઈએ કે, એશિયા કપ 2023 સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં 50 ઓવરના સ્વરૂપમાં રમાશે. એશિયા કપ પછી તરત ભારત ઓક્ટોબર-નવેંબરમાં વિશ્વ કપનું આયોજન કરશે, પાકિસ્તાન તેમાં ભાગ લેશે કે નહિ, તે બાબતે તેમના તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, અને તે જોવાનું રહ્યું કે, તેઓ ભારત દેશના પ્રવાસે આવે છે કે નહિ. તમને બતાવી દઈએ કે, લીલી જર્સીવાળી પાકિસ્તાન ટીમે છેલ્લે T20 વિશ્વ કપ માટે 2016માં ભારતનો પ્રવાસ કર્યો હતો.

About The Author

Related Posts

Top News

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.