પાકિસ્તાને જય શાહના કર્યા ભરપેટ વખાણ, જાણો કેમ

PC: sportstiger.com

એશિયા કપ 2023 માટે 15 જૂનના રોજ તારીખોની જાહેરાત કરી દેવામાં આવી. આ વખત એશિયા કપ હાઇબ્રીડ મોડલ હેઠળ પાકિસ્તાન અને શ્રીલંકામાં રમાશે. પાકિસ્તામમાં 4 અને શ્રીલંકન જમીન પર 9 મેચ રમાશે. એશિયા કપ 31 ઑગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી રમાશે. ટૂર્નામેન્ટની તારીખોની જાહેરાત થયા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચીફ નજમ સેઠીની ખુશીનું ઠેકાણું રહ્યું નથી. PCB ચીફ નજમ સેઠીએ જ ‘હાઇબ્રીડ મોડલનો પ્રસ્તાવ આપ્યો હતો.

આ મોડલ હેઠળ નજમ સેઠીએ ભારત વિરુદ્ધ મેચને છોડીને પાકિસ્તાનની ગ્રુપ મેચ, તેમના દેશમાં આયોજિત કરાવવાની ડિમાન્ડ કરી હતી, તો ભારતને પોતાની મેચ બીજા દેશમાં રમવાની વાત કહી હતી. એશિયા કપની મેચ પાકિસ્તાન સાથે સાથે ભલે શ્રીલંકામાં આયોજિત થશે, પરંતુ તેની સત્તાવાર મેજબાની પાકિસ્તાનની જ હશે. નજમ સેઠીએ હોસ્ટિંગ રાઇટ્સ મળ્યા બાદ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ જય શાહના વખાણ કર્યા છે.

તેમણે કહ્યું કે, મને ખુશી છે કે, એશિયન ક્રિકેટ કાઉન્સિલે એશિયા કપ 2023 માટે મારા હાઇબ્રીડ મોડલનો સ્વીકાર કર્યો. તેનો અર્થ છે કે, PCB આ ટૂર્નામેન્ટના હોસ્ટના રૂપમાં કાયમ રહેશે અને શ્રીલંકા સાથે મળીને મેચોનું આયોજન કરશે. તે ભારતીય ક્રિકેટ ટીમના પાકિસ્તાનના પ્રવાસ ન કરવાના કારણે આવશ્યક હતું. અમારા ફેન્સ 15 વર્ષોમાં પહેલી વખત પાકિસ્તાનમાં ભારતીય ક્રિકેટ ટીમને રમતા જોવાનું પસંદ કરતા પરંતુ અમે BCCIની સ્થિતિ સમજીએ છીએ. PCBની જેમ BCCIને પણ બીજા દેશોનો પ્રવાસ કરવા માટે સરકારની મંજૂરીની જરૂરિયાત હોય છે.

વર્ષ 2008 બાદ આ પહેલી વખત હશે જ્યારે કોઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ ટૂર્નામેન્ટની મેચ પાકિસ્તાનમાં થશે. 15 વર્ષ અગાઉ પાકિસ્તાને એશિયા કપની મેજબાની કરી હતી. નજમ સેઠીએ જય શાહના વખાણ કરતા કહ્યું કે, હું એશિયન ક્રિકેટ કાઉન્સિલને મજબૂત કરવા માટે જય શાહના પ્રયાસોના વખાણ કરું છું. આમારો પ્રયાસ સામૂહિક રૂપે એક-બીજાના હિતોની રક્ષા કરવી અને ઊભરતા એશિયન દેશોને અવસર અને મંચ પ્રદાન કરવાનું છે. ઉલ્લેખનીય છે કે, આ વખત એશિયા કપ 50 ઓવર્સ ફોર્મેટમાં રમાશે.

એશિયા કપ 2023માં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળ ભાગ લેવા જઈ રહ્યા છે. ભારત, નેપાળ અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં સામેલ છે, તો શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન બીજા ગ્રુપમાં રહેશે. બંને ગ્રુપમાંથી 2-2 ટીમો સુપર-4માં જશે. પછી સુપર-4 રાઉન્ડ રોબિન ફોર્મેટ હેઠળ કુલ 6 મેચ રમાશે. ત્યારબાદ 2 ટીમો ફાઇનલમાં પહોંચશે અને તેની વચ્ચે જ ફાઇનલ મેચ થશે. આ પ્રકારે એશિયા કપ 2023માં ફાઇનલ સહિત કુલ 13 મેચ રમાશે. પાકિસ્તાનમાં મેચ લાહોરમાં થશે, જ્યારે શ્રીલંકામાં કેન્ડી અને પલ્લેકેલમાં થશે.

એશિયા કપમાં ભારતીય ટીમનો દબદબો રહ્યો છે. એશિયા કપની અત્યાર સુધીની કુલ 15 સીઝન થઈ છે, જેમાં ભારતીય ટીમે સૌથી વધુ 7 વખત ( વર્ષ 1984, 1988, 1990-91, 2010, 2016, 2018) ટ્રોફી જીતી છે, જ્યારે શ્રીલંકા બીજા નંબર પર છે જે 6 વખત (વર્ષ 1986, 1997, 2004, 2008, 2014 અને વર્ષ 2022) ચેમ્પિયન રહી છે. પાકિસ્તાન ટીમ 2 જ વખત (વર્ષ 2000 અને વર્ષ 2012) ટ્રોફી પોતાના નામે કરી શકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp