કોમનવેલ્થની ગોલ્ડ મેડાલિસ્ટ ભારતીય વેઇટલિફ્ટર પર લાગ્યો બેન

PC: zeenews.india.com

કોમનવેલ્થ ગેમ્સમાં બેવારની ચેમ્પિયન ભારતીય વેટલિફ્ટર સંજીતા ચાનૂ પર ગત વર્ષે ડોપ પરીક્ષણમાં નિષ્ફળ રહેવાના કારણે નેશનલ ડોપિંગ રોધી એજન્સી (NADA) એ ચાર વર્ષનો બેન લગાવ્યો છે. સંજીતા ગત વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ગુજરાતમાં નેશનલ ગેમ્સ દરમિયાન પરીક્ષણમાં એનાબોલિક સ્ટેરોયડ- ડ્રોસ્તાનોલોન મેટાબોલાઇટ માટે પોઝિટિવ મળી આવી હતી, જે વર્લ્ડ ડોપિંગ રોધી એજન્સી (WADA)ની પ્રતિબંધિત યાદીમાં સામેલ છે. ચાર વર્ષનો બેન ચાનૂના કરિયાર માટે મોટો ઝટકો છે.

ભારતીય ભારોત્તોલન મહાસંઘ (IWF) ના ચીફ સહદેવ યાદવે પુષ્ટિ કરી કે સંજીતાને બેન કરવામાં આવી છે. તેમણે કહ્યું કે હાં, સંજીતા પર NADAએ ચાર વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. આ સંજીતા માટે મોટો ઝટકો છે. તેણે નેશનલ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો જેને પાછો લેવામાં આવ્યો છે. આ નવા ઘટનાક્રમ પર તેણે પ્રતિક્રિયા નથી આપી. તેણે 2014માં ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં 48 કિગ્રા કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે 2018માં ગોલ્ડ કોસ્ટમાં 53 કિલો કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. મણિપુરની આ ખેલાડી પાસે હાલ નિર્ણય વિરુદ્ધ અપીલ કરવાનો વિકલ્પ છે પરંતુ, એ નક્કી નથી કે તે આવુ કરશે કે નહીં.

સંજીતાએ જાન્યુઆરીમાં પીટીઆઈને કહ્યું હતું કે, મને પહેલા પણ તેનો અનુભવ છે કે પછી હું ફરીથી શા માટે ડોપ લઇશ? હું નથી જાણતી કે હું અપીલ કરીશ કે નહીં કારણ કે બંને મામલામાં મારી હાર થશે. જો હું અપીલ કરીશ તો મારું નામ નિર્દોષ સાબિત થવામાં સમય લાગશે અને મારી પાસે ઓલમ્પિક અને એશિયન ગેમ્સ માટે ક્વોલિફાઇ કરવાની તક નહીં રહેશે. જો હું હારી જઇશ તો મને સસ્પેન્ડ કરી દેવામાં આવશે. આ પહેલો અવસર નથી જ્યારે 2011ની એશિયન ગેમ્સ ચેમ્પિયનશિપના બ્રોન્ઝ મેડલ વિજેતાએ ડોપિંગ સાથે સંકળાયેલા વિવાદનો સામનો કરવો પડી રહ્યો છે. આ પહેલા નવેમ્બર 2017માં અમેરિકામાં વર્લ્ડ ચેમ્પિયનશિપ પહેલા એનાબોલિક સ્ટેરોયડ ટેસ્ટોસ્ટેરોન માટે પોઝિટિવ મળી આવવા પર ઇન્ટરનેશનલ ભારોત્તોલન મહાસંઘે 2018માં તેને બેન કરી હતી. વિશ્વ સંસ્થાએ જોકે 2020માં તેને આરોપ મુક્ત કરી દીધી હતી.

સંજીતા ચાનૂએ કહ્યું હતું કે, હું પહેલા પણ આ પ્રકારની સ્થિતિમાંથી પસાર થઈ ચુકી છું પરંતુ, મને એ નથી સમજાઇ રહ્યું કે આવુ કઇ રીતે થયુ? આ ઘટનાના પહેલા સુધી હું પોતાના ખાવા અને દરેક કામને લઇને ખૂબ જ સતર્ક હતી. મેં મારા પૂરક આહારને લઇને પણ સતર્કતા રાખી હતી અને મેં પૂછ્યું હતું કે શું હું ડોપ મુક્ત છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp