48 વર્ષ બાદ વર્લ્ડ કપમાં નહીં જોવા મળે વેસ્ટ ઈન્ડીઝ, ટીમના ડૂબવાના 5 કારણો

ક્રિક્રેટના ઇતિહાસમાં પહેલીવાર એવું બનશે જ્યારે વેસ્ટઇન્ડિઝની ટીમ વન-ડે વર્લ્ડકપમાં ભાગ નહીં લેશે, આ પહેલા વેસ્ટઇન્ડિઝની ટીમે ODI વર્લ્ડકપની બધી 12 મેચોમાં ભાગ લીધો હતો. વર્લ્ડકપ માટે ક્વોલીફાય નહી કરી શકવું એ વેસ્ટઇન્ડિઝની ટીમ માટે ખાસ્સી શરમજનક બાબત છે.

વેસ્ટઇન્ડિઝની ટીમ ભારતમાં રમાનારી ICC ક્રિક્રેટ વર્લ્ડકપ 2023 માટે ક્વોલીફાય શકી નથી. શનિવારે, 1 જુલાઇના દિવસે હરારેમાં રમાયેલી વર્લ્ડકપ ક્વોલિફાયરની એક મહત્ત્વની મેચમાં સ્કોટલેન્ડે વેસ્ટઇન્ડિઝની 7 વિકેટથી હરાવી દીધું હતું. આ મેચમાં વેસ્ટઇન્ડિઝે સ્કોટલેન્ડન 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જે સ્કોટલેન્ડે આસાનીથી પુરો કરી દીધો હતો. આવું પહેલાવીર બનશે જ્યારે બે વખતની ચેમ્પિયન ટીમ વેસ્ટઇન્ડિઝ વન-ડે વર્લ્ડકપમાં ભાગ લઇ શકશે નહીં.

ક્રિકેટ ઈતિહાસમાં આ પ્રથમ વખત બનશે જ્યારે વેસ્ટ ઇન્ડીઝની ટીમ ODI વર્લ્ડ કપમાં ભાગ નહીં લે. અગાઉ વેસ્ટ ઇન્ડીઝે ODI વર્લ્ડ કપની તમામ 12 આવૃત્તિઓમાં ભાગ લીધો હતો. વર્લ્ડ કપ માટે ક્વોલિફાય ન થવું એ કેરેબિયન ક્રિકેટ માટે મોટી શરમજનક બાબત છે.

વેસ્ટ ઇન્ડીઝની ટીમ 1975 અને 1979ના વર્લ્ડ કપમાં પણ ચેમ્પિયન બની હતી. 1983ના વર્લ્ડકપમાં પણ આ ટીમે  ફાઇનલ સુધી પહોંચી હતી.આ વખતે ક્વોલિફાઈંગ ટૂર્નામેન્ટ દરમિયાન વેસ્ટ ઇન્ડીઝ એવી ટીમ જેવી લાગી ન હતી જે વર્લ્ડ કપમાં જવા માટે બેતાબ હતી. ક્વોલિફાયરની પાંચેય મેચોમાં શાઈ હોપની આગેવાની હેઠળની ટીમનું મનોબળ નીચું જોવા મળ્યું હતું. વેસ્ટ ઇન્ડીઝના ખરાબ પ્રદર્શન પાછળ ઘણા કારણો જોવા મળ્યા છે.

વેસ્ટઇન્ડિઝની ટીમના ફિલ્ડીંગ ખરાબ રહી હતી. USAની સામે શરૂઆતી મેચમાં  ગજાનંદસિંહને શૂન્યના સ્કોર પર જીવતદાન મળ્યુ હતું અને તેણે નોટઆઉટ 101 રન ફટકારી દીધા હતા. ઝિમ્બાબ્વે સામેની મેચમાં તા 4 કેચ છુટ્યા હતા, જે ભારે પડી ગયા હતા. આ મેચમાં સિંકરદર રજાને 1 અને 3 રનના સ્કોર પર જીવતદાન મળ્યુ હતું, તેણે 68 રન બનાવ્યા હતા.રજાએ રયાન બર્લ સાતે 87 રનની ભાગીદારી કરી હતી. બર્લને પણ એક વખત જીવતદાન મળ્યુ હતું. કોચ ડેરેન સૈમી એટલા નિરાશ થયા હતા કે તેમણે વેસ્ટઇન્ડિઝને સૌથી ‘ખરાબ ફિલ્ડીંગ સાઇડ’નું લેબલ આપી દીધું હતું.

સ્કોટલેન્ડ સામેની મેચમાં બ્રેંડન મેકમુલેનનો કેચ કાઇલ મેયર્સે ડ્રોપ કરી દીધો હતો, ત્યારે તે માત્ર 21 રન પર બેટીંગ કરી રહ્યો હતો.

પ્રથમ ત્રણ મેચમાં વેસ્ટ ઇન્ડીઝે જ્હોન્સન ચાર્લ્સને નંબર 3 પર બેટિંગ કરી હતી, જે એક નિષ્ણાત ઓપનિંગ બેટ્સમેન છે. જાણકાર ખેલાડી યાનિક કારિયા ઈજાને કારણે ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો, જેના કારણે ટીમમાં કોઈ લેગ-સ્પિનર બચ્યો ન હતો. વિશ્વ કપ ક્વોલિફાયરમાં વાનિન્દુ હસરંગા અને ક્રિસ ગ્રીવ્સે જે રીતે પ્રદર્શન કર્યું છે તે દર્શાવે છે કે ટીમમાં લેગ સ્પિનર હોવું ખૂબ જ ફાયદાકારક સાબિત થયું હોત. શમરાહ બ્રુક્સ પણ બીમારીના કારણે કેટલીક મેચો રમી શક્યો નહોતો.

નેધરલેન્ડ સામે વેસ્ટ ઇન્ડીઝની મેચ ડ્રોમાં સમાપ્ત થયા બાદ સુપર ઓવરનો આશરો લેવામાં આવ્યો હતો, જેમાં વેસ્ટ ઇન્ડીઝને હારનો સામનો કરવો પડ્યો હતો. નેધરલેન્ડ્સ સામે સુપર ઓવરમાં બોલિંગ કરવા માટે અલ્ઝારી જોસેફ કરતાં જેસન હોલ્ડરને પસંદ કરવામાં આવ્યો હતો, જે ખૂબ જ ચોંકાવનારો નિર્ણય હતો. હોલ્ડરે સુપર ઓવરમાં કુલ 30 રન આપ્યા હતા.

વેસ્ટઇન્ડિઝે વર્લ્ડકપ ક્વોલિફાયરની તૈયારી માટે સંયુક્ત અરબ અમીરાતમાં યજમાન ટીમની સામે 3 મેચોની વન-ડે સીરિઝ રમી હતી, પરંતુ આ મેચમાં જેસન હોલ્ડર, રોવમેન પોલ, અલ્ઝારી જોસેઉ, રોમારીયો શેફર્ડ અને અકીલ હુસેનને આરામ આપવામાં આવ્યો હતો. આ બધા ખેલાડીઓ કોઇ પણ તૈયારી વગર સીધા વર્લ્ડકપ ક્વોલીફાયર રમવા ઝીમ્બાબ્વે ગયા હતા.

વેસ્ટઇન્ડિઝની ટીમના બેસ્ટમેનોની શોટની પસંદગી સામે પણ સવાલો ઉભા થયા છે. વાઉસ કેપ્ટન રોવમેન પૌલ જે રીતે શોટ મારીન આઉટ થયો હતો, તે ચોંકાવનારી વાત હતી. પોવેલ એ પછી આગામી 3 મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં સિલેક્ટ નહોતો થયો. સ્કોટલેન્ડ સામેની મેચમાં પણ વેસ્ટઇન્ડિઝના ખેલાડીઓએ ખોટા શોટ માર્યા હતા.

About The Author

Related Posts

Top News

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

મધ્ય પ્રદેશ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, જો કોઈ મહિલા પુખ્ત હોય, તો તે...
National 
પરિણીત મહિલા પણ પોતાની પસંદગીના વ્યક્તિ સાથે રહી શકે છે, હાઇ કોર્ટનો મોટો નિર્ણય

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.