શું છે DEXA ટેસ્ટ? જે હવે ભારતીય ટીમમાં સિલેક્શન માટે હશે જરૂરી

PC: livemint.com

ભારતીય ટીમે વર્ષ 2022માં ઇજાથી ઝઝૂમવું પડ્યું અને તેના ઘણા ખેલાડી તેના શિકાર બન્યા. જસપ્રીત બૂમરાહ, રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજા જેવા સ્ટાર ખેલાડી ઇજાગ્રસ્ત ખેલાડીઓન લિસ્ટમાં સામેલ રહ્યા. જસપ્રીત બૂમરાહ અને રવીન્દ્ર જાડેજાની અછત ભારતીય ટીમમાં વર્તાઇ અને તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ખેલાડીની ઇજાને પહોંચીવળવા માટે એક મોટો નિર્ણય લીધો છે. હવે ખેલાડીઓએ સિલેક્શનનો આધાર યો-યો ટેસ્ટ સિવાય DEXA ટેસ્ટ પણ હશે.

જો DEXA સ્કેનમાં કોઇ સમસ્યા આવે છે તો ખેલાડીઓનું સિલેક્શન કરવામાં નહીં આવે એટલે કે હવે ભારતીય ટીમમાં સિલેક્શન માટે યો-યો સાથે-સાથે તેના નવા ટેસ્ટમાં પણ ખેલાડીઓએ સફળતા હાંસલ કરવી પડશે.

શું હોય છે DEXA સ્કેન?

DEXA એક પ્રકારની બોન ડેન્સિટી ટેસ્ટ છે. આ આખી પ્રોસેસમાં એક્સ-રે ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવે છે. DEXA એક સેફ, દર્દ રહિત અને જલદી થનારું ટેસ્ટ છે. જેનું મુખ્ય ઉદ્દેશ્ય હડકાની મજબૂતી માપવાનું છે. આ ટેસ્ટમાં બે પ્રકારની બીમ બને છે, જેમાં એક બીમની ઉર્જા ખૂબ ઉચ્ચ સ્તરની હોય છે. તો બીજી બીમની ઉર્જા લો હોય છે. બંને બીમ હડકાંની અંદરથી પસાર થઇને એક્સ-રે કરે છે, જેથી ખબર પડે છે કે હડકાની મોટાઇ કેટલી છે.

DEXA મશીન દ્વારા આ આખી પ્રોસેસ પૂરી કરવામાં આવે છે. આ આખું સ્કેન હડકામાં કોઇ પ્રકારના ફ્રેક્ચરની સંભાવનાઓ પણ બતાવી દે છે. એટલું જ નહીં આ ટેસ્ટ દ્વારા બોડીનું ફેટ ટકાવારી, ભાર અને ટીશું બાબતે પણ જાણકારી મળે છે. એટલે કે લગભગ 10 મિનિટનું આ ટેસ્ટ બતાવી દેશે કે કોઇ ખેલાડી શારીરિક રૂપે કેટલો ફિટ છે. DEXAનું બીજું નામ બોન ડેન્સિટી ટેસ્ટ (BDT) પણ છે.

હવે ભારતીય ખેલાડીઓએ ફરીથી યો-યો ટેસ્ટ પાર કરવી પડશે, એવામાં ખાસ કરીને સીનિયર ખેલાડીઓ માટે મુશ્કેલ થઇ શકે છે. યો-યો ટેસ્ટની વાત કરીએ તો તેમાં કુલ 23 લેવલ હોય છે. જો કે 4 લેવલ તો ખેલાડી સરળતાથી પાસ કરી લે છે. એવામાં આ ટેસ્ટ પાંચમા લેવાલથી શરૂ થાય છે. આ ટેસ્ટ માટે શંકુઓનો પ્રયોગ કરવામાં આવે છે અને ખેલાડી બે લાઇન બનાવીને સતત દોડે છે. પહેલા ખેલાડી પહેલી તરફથી બીજી તરફ સુધી જાય છે અને પછી તેમણે પાછું પણ આવવાનું હોય છે.

એક વખત આ પ્રોસેસ પૂરી કરવાને કમ્પ્લિટ શટલ કહેવામાં આવે છે. આ યો-યો ટેસ્ટ બીપ વાગવા પર ખેલાડીઓએ ટર્ન લેવાનું હોય છે. જેમ જેમ ટેસ્ટનું લેવલ વધે છે તેજી પણ વધતી જાય છે. જો કે ટાઇમ અને અંતર એ જ રહે છે. અત્યાર સુધી કોઇ પણ ખેલાડી આ ટેસ્ટનું છેલ્લું લેવલ પાર કરી શક્યો નથી. યો-યો ટેસ્ટ પાસ કરવાનો સ્કોર અલગ-અલગ દેશાઓ અલગ-અલગ હોય છે. ભારતીય ખેલાડીઓ માટે ગત વખત પાસિંગ સ્કોર 16.5 હતો. BCCIએ મુંબઇમાં રિવ્યૂ મીટિંગમાં પણ સૂચન આપ્યું કે, યુવા ખેલાડીઓને ભારતીય ટીમમાં સિલેક્શન માટે યોગ્ય થવા અગાઉ ઘરેલુ ક્રિકેટ રમવાનો સારો અનુભવ હોવો જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp